શેર
 
Comments
"મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલિવરી" પુસ્તકમાં પ્રકરણોનું યોગદાન આપનાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ પુસ્તકમાં તેમના પ્રકરણના અનુભવ અને વિષયોનું વર્ણન કર્યું છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ તાજેતરમાં આ પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તક 22 ક્ષેત્ર નિષ્ણાતોના 21 લેખોનું સંકલન છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને બાદમાં ભારતના પ્રધાનમંત્રી તરીકે, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સરકારના વડા તરીકે 20 વર્ષના સમયગાળામાં વિભિન્ન ક્ષેત્રોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વિચારસરણી અને કામગીરીનાં વિવિધ પાસાંઓ બહાર આવે છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ‘ધ યુથ ચેનલ,’ ન્યુ ઈન્ડિયા જંક્શન દ્વારા ટ્વીટ કરેલાં વર્ણનોને રીટ્વીટ કર્યા છે.

વર્ણનના વીડિયો ધરાવતી ટ્વીટ્સ નીચે મુજબ છે.

ભારતનાં અગ્રણી બૅડમિન્ટન ખેલાડી અને ડબલ ઑલિમ્પિક ચંદ્રક વિજેતા, @Pvsindhu1

"મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલિવરી" પુસ્તકમાં તેમનાં પ્રકરણ પર.

પ્રધાનમંત્રી નિર્વિવાદ યુથ આઇકોન છે જે તેઓ કહે છે અને આકર્ષક દલીલ કરે છે. તેમણે લખેલાં  પ્રકરણને ટૂંકમાં સમજાવે છે એ નિહાળો."

"@isolarallianceના ડિરેક્ટર, શ્રી અજય માથુર પુસ્તક "Modi@20:Dreams Meet Delivery"નાં તેમનાં પ્રકરણ વિશે.

પ્રધાનમંત્રી મોદી જે રીતે પર્યાવરણીય સંરક્ષણ અને વિકાસલક્ષી જરૂરિયાતો બંનેનું અસ્ખલિત સંચાલન કરે છે તે આ પ્રકરણમાં સમજાવ્યા મુજબ ખૂબ જ આકર્ષક છે.”

ભારતના સાંસ્કૃતિક અને સંસ્કૃતિના વારસાને સાચવવા અને તેને પુનર્જીવિત કરવાના પ્રયાસો માટે - બેસ્ટ સેલિંગ લેખક @authoramish પ્રધાનમંત્રી મોદીનું વર્ણન "ભગીરથ પ્રયાસી' તરીકે કરે છે -  "Modi@20: Dreams Meet Delivery" પુસ્તકનાં તેમનાં પ્રકરણમાં.

"શા માટે પ્રધાનમંત્રી મોદી કટોકટીના સમયે સૌથી વિશ્વાસપાત્ર માણસ છે અને "મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલિવરી" પુસ્તકનાં પ્રકરણમાં તેઓ જે દલીલો કરે છે તેના પર તેજસ્વી અભિનેતા @AnupamPKher.

"પ્રધાનમંત્રી મોદીના કૃષિ રેકોર્ડ અને "Modi@20:Dreams Meet Delivery" પુસ્તકમાં તેમણે લખેલાં પ્રકરણ પર ભારતના અગ્રણી કૃષિ વૈજ્ઞાનિક પ્રો. @agulati115."

"પ્રધાનમંત્રી મોદીના ભૂતપૂર્વ મુખ્ય સચિવ "મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલિવરી" પુસ્તકમાં તેમણે લખેલાં પ્રકરણ પર વાત કરે છે.

તેને જાતે જ જોયું હોઇ, પ્રખ્યાત વિતરણ યંત્રણા- ડિલિવરી મિકેનિઝમનું વર્ણન કરવા માટે શ્રી મિશ્રા શ્રેષ્ઠ સ્થાને હતા.

“પ્રો. @manojladwa, ભારતીય ડાયસ્પોરાના એક અગ્રણી અને જાણીતા સભ્ય, "Modi@20: Dreams Meet Delivery" પુસ્તકમાં તેમનાં પ્રકરણ વિશે વાત કરે છે.

ભારતના પ્રસિદ્ધ મનોવિજ્ઞાની @PradeepGuptaAMI પુસ્તક "મોદી@20:ડ્રીમ્સ મીટ ડિલિવરી"નાં તેમનાં પ્રકરણ પર અને કેવી રીતે પીએમ મોદીએ ચૂંટણી પ્રચારને કાયમ માટે બદલી નાખ્યો છે.

"ભારતના વિદેશ મંત્રી @DrSJaishankar "Modi@20:Dreams Meet Delivery" પુસ્તકમાં તેમનાં પ્રકરણ વિશે વાત કરે છે.

ડૉ. જયશંકર કેટલાક ખૂબ જ રસપ્રદ અંગત પ્રસંગો પણ વર્ણવે છે.”

"પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિક, @udaykotak, "Modi@20:Dreams Meet Delivery" પુસ્તકમાં તેમનાં પ્રકરણ વિશે વાત કરે છે જ્યાં તેઓ ખાનગી સાહસનાં મૂલ્ય અને સંપત્તિ સર્જકોનાં સન્માનના વિષય પર વિગતે વાત કરે છે."

“ભારતના મુખ્ય આર્થિક સલાહકાર, ડૉ. વી. અનંત નાગેશ્વરન, આર્થિક પ્રોજેક્ટને ઝડપ અને સ્કેલ પર ચલાવવાની પ્રધાનમંત્રી મોદીની અનન્ય ક્ષમતા પર.

ડૉ. VAN, તરીકે પણ તેઓ લોકપ્રિય છે, પુસ્તક "Modi@20: Dreams Meet Delivery" માં તેમનાં પ્રકરણ વિશે વાત કરે છે.

"CIIનાં ભૂતપૂર્વ પ્રમુખ અને Apollo Groupનાં એક્ઝિક્યુટિવ VP, @shobanakamineni, પુસ્તક "Modi@20:Dreams Meet Delivery"નાં તેમનાં પ્રકરણ વિશે.

સુશ્રી કામિનેની કહે છે કે તે હવે માત્ર મહિલા વિકાસ નથી પરંતુ મહિલાઓનાં નેતૃત્વમાં વિકાસનો યુગ છે.”

"IMFના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ડૉ. @surjitbhalla, પુસ્તક "Modi@20: Dreams Meet Delivery"નાં તેમનાં પ્રકરણ પર.

શ્રી મોદીની નીતિઓની ગરીબો સુધી પહોંચવામાં સૌથી વધુ અસર કેવી રીતે થઈ છે તે અંગે દલીલ કરવા માટે ડૉ. ભલ્લા માર્શલ્સ ડેટા અને ડેપ ડાઇવ એનાલિટિક્સ કરે છે.”

“ભારતના સૌથી પ્રતિષ્ઠિત તબીબી વ્યાવસાયિકોમાંના એક, @NarayanaHealthના ડૉ. દેવી શેટ્ટી કોવિડ-19 મહામારીનાં પરિણામને કાબૂમાં કરવામાં પ્રધાનમંત્રી મોદીના પરાક્રમી પ્રયાસો વિશે વાત કરે છે.

"મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલિવરી" પુસ્તકનાં તેમનાં પ્રકરણ પર ડૉ. શેટ્ટી

"Modi@20:Dreams Meet Delivery" પુસ્તકનાં પ્રકરણ પર કોલંબિયા યુનિવર્સિટીના પ્રો. @APanagariya.

પ્રખ્યાત ટેક્નોલોજિસ્ટ @NandanNilekani પુસ્તક "Modi@20:Dreams Meet Delivery"માં તેમનાં પ્રકરણ વિશે વાત કરે છે.

સુશાસનના સમર્થક તરીકે ટેક્નોલોજીનો ઉપયોગ અને કેટલાંક અનોખા વ્યક્તિગત પ્રસંગો અને આંતરદૃષ્ટિ શ્રી નીલેકણી તેમનાં પ્રકરણમાં લાવે છે.”

“અર્થશાસ્ત્રી અને લેખક પ્રો. @ShamikaRavi પુસ્તક "Modi@20:Dreams Meet Delivery"નાં તેમનાં પ્રકરણમાં તેમનો અનન્ય ડેટા આધારિત અભિગમ લાવે છે.

પ્રો. રવિ સૂક્ષ્મ ક્રાંતિ વિશે વાત કરે છે જે કરોડો લોકોનાં જીવનને બહેતર બનાવવામાં એકસાથે મેક્રો અસર કરે છે."

"'વિન્ડ્સ ઑફ ચૅન્જ' તે છે જેના વિશે પ્રખ્યાત લેખક અને પરોપકારી સુધા મૂર્તિ "મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલિવરી" પુસ્તકનાં તેમનાં પ્રકરણમાં વાત કરે છે.

શ્રીમતી મૂર્તિ પાસે એક ખૂબ જ રસપ્રદ પ્રસંગ છે જેના દ્વારા તેઓ ભારતમાં થઈ રહેલા ફેરફારોનું વર્ણન કરે છે.”

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
India a shining star of global economy: S&P Chief Economist

Media Coverage

India a shining star of global economy: S&P Chief Economist
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM pays homage to Pandit Deen Dayal Upadhyaya on his Jayanti
September 25, 2022
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has paid homage to Pandit Deen Dayal Upadhyaya on his Jayanti.

In a tweet, the Prime Minister said;

"I pay homage to Pandit Deen Dayal Upadhyaya Ji on his Jayanti. His emphasis on Antyodaya and serving the poor keeps inspiring us. He is also widely remembered as an exceptional thinker and intellectual."