શેર
 
Comments

હૉલી ફેમિલીનાં સંઘે પરિવારની સંરક્ષિકા બીએલ. મધર મરિયમ થ્રેસિયાને સંતનો દરજ્જો આપવાની જાહેરાતની પ્રશંસા કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. પ્રધાનનમંત્રી મોદીએ પોતાનાં કાર્યક્રમ ‘મન કી બાત’માં સંત મરિયમની પ્રશંસા કરી હતી.

હૉલી ફેમિલીનાં સંઘે પ્રધાનમંત્રીને એક પત્ર લખી જણાવ્યું છે કે, “હું હૉલી ફેમિલીનાં સઘના સુપરિયર જનરલ સીનિયર ઉદય સીએચએફ આ પત્રમાં તમારો આભાર માનવાની તક ઝડપું છું. તમે કાર્યક્રમ ‘મન કી બાત’માં પરિવારોનાં સંરક્ષક બીએલ. મધર મરિયમ થ્રેસિયાને સંતનો દરજ્જો મળવાની ઘટનાની પ્રશંસા કરી હતી. મધર મરિયમ મહાન દૃષ્ટિકોણ ધરાવતાં પવિત્ર મહિલા હતાં. તેઓ મહાન રહસ્યવાદી હતાં. જેમણે વિવિધ મુશ્કેલીઓનો સામનો કરીને તેમનું મિશન પૂર્ણ કર્યું હતું. તમે નવા ભારતીય સંત મરિયમ થ્રેસિયાની ખરા હૃદયથી પ્રશંસા કરી હતી. સંત મરિયમ થ્રેસિયાએ એમની આસપાસ વસતા પરિવારોને શાંતિ અને પ્રેમ આપ્યો હતો તથા શિક્ષણ દ્વારા તેમનું ઉત્થાન કરવા ઘણી મહેનત કરી હતી. એટલે તેમણે રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપ્યું હતું. મહામહિમ, મોદીજી, તમે ‘મન કી બાત’ કાર્યક્રમમાં પ્રશંસનીય સંદેશ આપ્યો હતો, જે અત્યંત હૃદયસ્પર્શી હતો અને અમારા સંઘમાં અને આસપાસનાં બધા લોકોએ એની પ્રશંસા કરી હતી.”

પોતાના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મરિયમ થ્રેસિયાને સંતનો દરજ્જો મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “દરેક ભારતીય માટે આ ગર્વની વાત છે કે, 13 ઓક્ટોબરનાં રોજ પરમ પૂજ્ય પોપ ફ્રાન્સિસ સિસ્ટર મરિયમ થ્રેસિયાને સંત જાહેર કરવામાં આવશે. હું હૃદયપૂર્વક સિસ્ટર મરિયમ થ્રેસિયાને તમામ ભારતીયો વતી અભિનંદન આપું છું. ખાસ કરીને હું ખ્રિસ્તી ભાઈઓ અને બહેનોને આ સિદ્ધિ મેળવવા બદલ શુભેચ્છા પાઠવું છું.”

 

દાન
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Overjoyed by unanimous passage of Bill extending reservation for SCs, STs in legislatures: PM Modi

Media Coverage

Overjoyed by unanimous passage of Bill extending reservation for SCs, STs in legislatures: PM Modi
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Here are the Top News Stories for 11th December 2019
December 11, 2019
શેર
 
Comments

Top News Stories is your daily dose of positive news. Take a look and share news about all latest developments about the government, the Prime Minister and find out how it impacts you!