શેર
 
Comments

ગુજરાતના લાખો કિસાનોના હિતમાં મુખ્યમંત્રીશ્રીની ક્રાંતિકારી જાહેરાતો

 

ખરીફ પાકના ધિરાણના વ્યાજના ભારણમાંથી ખેડૂતોને સંપૂર્ણ મૂકિતઃ રાજ્ય સરકાર રૂા. ૩૦૦ કરોડનો બોજ ઉઠાવશે

 

કૃષિ વિષયક વીજ બિલમાં પણ પ૦ ટકા રાહતની જાહેરાત

 

ભારત સરકારને અનુરોધઃ એક વર્ષ માટે ખરીફ પાક ધિરાણની મૂદતમાં વધારો કરી આપે

 

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં વિલંબીત વરસાદના કારણે ખરીફ પાક વાવેતર નિષ્ફળ જતાં તા.૧પ ઓગસ્ટર૦૧ર સુધીમાં જે ખેડૂતોએ ખરીફ પાક ધિરાણ લીધું છે તેના વ્યાજના ભારણમાંથી ખેડૂતોને સંપૂર્ણ મૂકત કરવાની ક્રાંતિકારી જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ જાહેરાત કરતાં જણાવ્યું છે કે રાજ્યના ૧૪ લાખ જેટલા ખેડૂતોએ રૂ. ૭૦૦૦ કરોડનું ખરીફ પાક ધિરાણ લીધુ છે એના વ્યાજનો સંપૂર્ણ બોજ રાજ્ય સરકાર ઉઠાવશે અને તે માટે રૂ. ૩૦૦ કરોડનો બોજ રાજ્ય સરકાર પોતાના માથે લઇ લેશે.

મુખ્યમંત્રીશ્રીએ બીજી એક મહત્વની જાહેરાત કરતાં એમ પણ જણાવ્યું છે કે આ વરસે વરસાદ ખેંચાતા ખરીફ પાક માટે ખેડૂતોને જુદા જુદા જળસંગ્રહના સાધનોમાંથી પાણીનો જે જથ્થો લેવો પડયો છે અને તે વાવેતર પણ નિષ્ફળ જતાં તેના જંગી વીજળી બિલનો ભારે બોજ વેઠવા વારો ખેડૂતોને આવ્યો છે. આ પરિસ્થિતીમાં રાજ્ય સરકારે ખેડૂતોને કૃષિવિષયક વીજ બિલમાં પણ પચાસ ટકા રાહત આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ ભારત સરકારને પણ અનુરોધ કર્યો છે કે ગુજરાતના ખેડૂતોને સમયસર પાક ધિરાણ ભરપાઇ કરે તો ફરીથી પાક ધિરાણ મળે છે પરંતુ આ વર્ષે ખેતીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતો પાક ધિરાણ સમયસર ભરપાઇ કરવા શકિતમાન નથી તેવા વિકટ સંજોગોમાં કેન્દ્ર સરકારે કૃષિવિષયક પાક ધિરાણની ભરપાઇની મૂદત વધુ એક વર્ષ માટે વધારવી જોઇએ.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ ખાસ નિર્ણયોની ભૂમિકા આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં ગયા બે અઠવાડિયાથી સારો વરસાદ થતાં ખૂશીનો માહોલ છે તેમ છતાં, વરસાદ મોડો આવવાને કારણે ખેડૂતોને પહેલા પાકમાં જરૂર નૂકશાન ગયું છે. જે ખેડૂતોએ ખરીફ પાક માટે ધિરાણ લીધું છે તેમને પાક પાકયા વગર પણ વ્યાજનો બોજ વહન કરવો પડે છે તેવા સંજોગોમાં આ વખતે ખેડૂતોની પડખે ઊભા રહીને તા.૧પ ઓગસ્ટર૦૧ર સુધીમાં ખેડૂતોએ લીધેલા ખરીફ પાક ધિરાણના વ્યાજનું સંપૂર્ણ ભારણ રાજ્ય સરકારે ઉઠાવવાનો નિર્ણય કર્યો છે અને તે પેટેની રૂ. ૩૦૦ કરોડ જેટલી જંગી રકમ સરકાર ભોગવવાની છે. આમ, ખેડૂતોને મોટી રાહત આપવાનો નિર્ણય ખેડૂતોના વ્યાપક હિતમાં રાજ્ય સરકારે કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોને કૃષિવિષયક વીજ બિલમાં રાહત અંગેની ભૂમિકા આપતાં જણાવ્યું કે જેમ પાક ધિરાણમાં મદદની આવશ્યકતા છે એ જ પ્રમાણે આ વર્ષ વરસાદ ખેંચાતા ખેડૂતોએ પાક માટે જૂદા જૂદા જળસંગ્રહ સાધનોમાંથી પાણી લેવાના કારણે વીજ બિલની મોટી રકમ તેમને વહન કરવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકાર હાલ આવા વીજળી બિલમાં રૂા.૩૦૦૦ કરોડની સબસિડી આપે છે જે દેશમાં સૌથી વધારે છે. પરંતુ આ વર્ષે વિશેષ સ્થિતિને ધ્યાનમાં લેતાં વીજ બિલમાં અડધો અડધ એટલે કે પચાસ ટકા માફી રાજ્ય સરકાર આપવાની છે. આમ, અરબોખરબોનો બોજ વહન કરીને પણ રાજ્યના ખેડૂતોના હિતોને રાજ્ય સરકારે પ્રાધાન્ય આપેલું છે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જે ખેડૂતોએ ખરીફ પાક ધિરાણ માટેની લોન લીધેલી છે તે સમયસર ભરપાઇ ન કરે તો એમને નવી લોન મળતી નથી આ સંજોગોમાં તેમણે ભારત સરકારને પણ અનુરોધ કર્યો છે કે ગુજરાતમાં વરસાદના વિલંબને કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાનું નુકશાન થયું છે અને ધિરાણની આવી રકમ આ વરસે સમયસર ભરપાઇ કરવા ખેડૂતો શકિતમાન નથી આથી કેન્દ્ર સરકાર ખેડૂતોના ધિરાણની ભરપાઇની મૂદત ૧ વર્ષ માટે મૂલત્વી રાખે અને ફરીથી ખેડૂતોને નવેસરથી ધિરાણ આપવાની ઉદારતા દાખવે તેવો આગ્રહપૂર્વક અનુરોધ મુખ્યમંત્રીશ્રીએ ભારત સરકારને કર્યો છે.

Pariksha Pe Charcha with PM Modi
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Nothing is further from the truth than the claim that Centre dropped ball on Covid preparedness

Media Coverage

Nothing is further from the truth than the claim that Centre dropped ball on Covid preparedness
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 10 મે 2021
May 10, 2021
શેર
 
Comments

Indian Airforce, Navy and Railways together working in ferrying oxygen and other medical equipment to fight this Covid wave

India putting up well-planned fight against Covid-19 under PM Modi's leadership