મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં વિવિધ કાર્યક્રમો સંપન્ન
સ્વામિ વિવેકાનંદ જીવનદર્શન પ્રદર્શન
સ્વામિ વિવેકાનંદ વિશાળ કદની પ્રતિમા
ગુજરાતે જીતેલા યશસ્વી એવોર્ડઝનું પ્રદર્શન
ઇન્દુચાચાને ૧ર૧માં જન્મ દિવસે પુષ્પાંજલિ
ગુજરાત વિધાનસભા ગૃહમાં આધુનિકત્તમ સાઉન્ડ-કોમ્યુનિકેશન ટેકનોલોજી સીસ્ટમનું નિદર્શન

મહાગુજરાત આંદોલનના પ્રણેતા સ્વ. ઇન્દુલાલ યાજ્ઞિકના આજે ૧ર૧માં જન્મદિવસે તેમણે ઇન્દુચાચાના તૈલચિત્રને ભાવભરી શ્રધ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.
ગુજરાત વિધાનસભા ગૃહમાં આધુનિકત્તમ ટેકનોલોજીનો વિનિયોગ કરીને નવીનત્તમ સાઉન્ડ-કોમ્યુનિકેશન સીસ્ટમનું નિદર્શન વિધાનસભા અધ્યક્ષશ્રી ગણપતભાઇ વસાવાએ મુખ્યમંત્રીશ્રી, મંત્રીમંડળ, ધારાસભ્યશ્રીઓ સમક્ષ કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી ગણપતભાઇ વસાવા, રાજ્યમંત્રી મંડળના સર્વે મંત્રીશ્રીઓ, વિધાનસભાના મુખ્યદંડકશ્રી, ધારાસભ્યશ્રીઓ, મુખ્ય સચિવશ્રી એ. કે. જોતી અને વરિષ્ઠ સચિવશ્રીઓ ઉપસ્થિત હતા.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્રીમાન ઇન્દુચાચાને શ્રધ્ધાંજલિ અર્પતા જણાવ્યું કે મહાગુજરાતની ચળવળને કારણે ગુજરાતના ખમીરને સમગ્ર દેશ સામે પ્રગટાવવાનો જેમને યશ મળ્યો છે તેવા ઇન્દુચાચા સદા સર્વદા આપણા સૌ ગુજરાતીઓ માટે, પ્રજાહિતના સંધર્ષ માટેની પ્રેરણામૂર્તિ બની રહેશે અને ગુજરાત હંમેશા ઇન્દુચાચાનું રૂણી રહેશે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રીએ વિધાનગૃહમાં નવી જીવંતતા ઉમેરી આધુનિક ટેકનોલોજીનો વિનિયોગ કર્યો છે તે માટે મુખ્યમંત્રીશ્રીએ તેમને અભિનંદન આપ્યા હતા.
સ્વામિ વિવેકાનંદજીની ૧પ૦મી જન્મજ્યંતિના આ વર્ષમાં તેમના જીવન સંદેશની પ્રેરણા સૌને મળતી રહે તેવા એક ઉત્તમ આશયથી સ્વામિજીની પ્રતિમા, વિવેકાનંદ જીવનદર્શન પ્રદર્શની તેમજ છેલ્લા એક દશકમાં ગુજરાતે વિવિધ ક્ષેત્રે કરેલી પ્રગતિ અને સિધ્ધિઓના ફલસ્વરૂપે જે એવોડર્ઝ-સન્માન પ્રાપ્ત કર્યા છે તેનાથી ગુજરાતનો પ્રત્યેક નાગરિક ગૌરવ લઇ શકે અને વિધાનસભાની મૂલાકાત દરમિયાન તે નિહાળી-જોઇ શકે તેવી સુવિધા નાગરિકોને ઉપલબ્ધ કરવા માટે પણ તેમણે વિધાનસભાના સૌ સહયોગીઓને અભિનંદન આપ્યા હતા.


