મુખ્યમંત્રીશ્રી ૧૮મી ઓગસ્ટે દિલ્હીમાં ભાજપાના મુખ્યમંત્રીશ્રીઓની ચિન્તન પરામર્શ બેઠકમાં હાજરી આપશે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી આવતીકાલ ૧૮મી ઓગસ્ટે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ અને નાયબ મુખ્યમંત્રીશ્રીઓની રાષ્ટ્રીય પરામર્શસંવાદ બેઠકમાં હાજરી આપશે.
સમગ્ર દિવસ દરમિયાન ભારતની વર્તમાન આર્થિક અને પ્રશાસનિક ગતિવિધિ અને પડકારો સંદર્ભમાં ભાજપના શાસક રાજ્યો અને ગુજરાતના વિકાસની વિશેષ સિધ્ધિઓ અને ઉત્તમ કાર્યશૈલી સાથેની પ્રસ્તુતિ અને ચિન્તનમાં શ્રી નરેન્દ્રભાઇ મોદી પોતાના વિચારો પ્રસ્તુત કરશે.