મુખ્યમંત્રીશ્રી કચ્છમાં

ગુજરાતમાં સખીમંડળો દ્વારા મિશન મંગલમ્‍ના  અભિયાને નારીસશકિતકરણને ખૂબ મોટી તાકાત આપી છે - નરેન્દ્રભાઇ મોદી

કચ્છના હસ્તકલા કૌશલ્યને માટે કચ્છના પ્રવાસન વિકાસથી વિશાળ રોજગારીની ક્ષિતિજો ખૂલી છે

સેવા ઇન્ટરનેશનલ સંચાલિત ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદ્દધાટન કરતા મુખ્યમંત્રીશ્રી

મિ કચ્છના જીવાપર-નખત્રાણામાં કચ્છ હસ્તકલા કારીગરીના સામર્થ્યની અનુભૂતિ કરાવતી નારીશકિત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના સ્થાપક સ્વ. ડો. હેડગેવારજીના નિર્વાણ દિવસે શ્રધ્ધાંજલિ

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અષાઢી બીજના નવા વર્ષે કચ્છમાં નખત્રાણા તાલુકાના જીવાપરમાં સેવા ઇન્ટરનેશનલ, દિલ્હી સંસ્થાના ઉપક્રમે હેન્ડીક્રાફટ ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદ્દધાટન કરતાં ગૌરવભેર જણાવ્યું હતું કે મિશન મંગલમ્‍ દ્વારા સખીમંડળના અભિયાને નારીસશકિતકરણને ખૂબ મોટી તાકાત આપી છે. કચ્છમાં પ્રવાસન વિકાસથી કચ્છના હસ્તકલા કૌશલ્ય માટે રોજગારીની વિશાળ ક્ષિતિજો ખૂલી છે.

કચ્છ કલા સેવા ટ્રસ્ટનું સંચાલન કરતી સેવા ઇન્ટરનેશનલ સ્વૈચ્છિક સંસ્થામાં ૪૦૦ બહેનો હસ્તકલા હુન્નર કૌશલ્યથી આર્થિક પ્રવૃતિ મેળવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના સ્થાપક ડો. સ્વ. હેડગેવારજીની નિર્વાણતિથીએ મુખ્યમંત્રીશ્રીએ આ નારીશકિતકણનું ઉત્તમ કેન્દ્ર સમાજને ભેટ ધર્યું હતું. આ સ્વસહાય જૂથોનું સંચાલન મહિલાઓ જ કરે છે.

ભૂકંપ પછી કચ્છને મુશીબતમાંથી બહાર આવવા, જીવન જીવવાની હામ આપવા અને સંકટોમાંથી પાર ઉતારવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ જેવા અનેક સેવા સંગઠ્ઠનોએ જે માનવસેવા અને પૂનઃનિર્માણ માટેની પ્રવૃત્ત્િાઓ કરી છે તેની ભૂમિકા આપી મુખ્યમંત્રીશ્રીએ આર.એસ.એસ.ની સેવાભાવનાને અન્ય માટે પ્રેરણારૂપ ગણાવી હતી.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે મહિલા શકિત માટે આજિવિકાથી સ્વાવલંબનનું આ કેન્દ્ર પણ સેવાક્ષેત્રનું છે અને કચ્છની હસ્તકલા કારીગરીને પ્રોત્સાહિત કરીને સેવા ઇન્ટરનેશનલે તો કચ્છના પરંપરાગત હસ્તકલા કૌશલ્યને નવા યુગની માંગને અનુરૂપ આધુનિક મોડ આપવાનું પાયાનું પ્રશિક્ષણનું ઉમદા કાર્ય ઉપાડયું છે.

ભારત દુનિયાનો સૌથી યુવાદેશ છે. ૬પ ટકા યુવા જનસંખ્યા ૩પ વર્ષની નીચેની છે. એને હુન્નર કૌશલ્યથી પ્રશિક્ષિત કરીને અવસર મળે તો ર૧મી સદી હિન્દુસ્તાનની સદી બની રહેશે. એમાં પણ ગામે-ગામ યુવા બહેનો પણ કૌશલ્ય-વિકાસ માટે તત્પર છે ત્યારે ચીન જેવા દેશમાં સ્કીલ ડેવલપમેન્ટના પ૦,૦૦૦ અભ્યાસક્રમો ચાલે છે તેની સ્પર્ધામાં રહેવું હોય તો વિશાળ પાયા ઉપર હુન્નર કૌશલ્ય માટેનું નેટવર્ક અને ઉત્પાદનોને બજાર સુધી પહોંચાડવા સુધીનું સુનિヘતિ આયોજન કરેલું છે જ્યારે ભારતની સરકારે માત્ર પ૦૦ હુન્નર કૌશલ્યના વર્ગો શરૂ કર્યા છે ત્યારે ગુજરાતે રાહ જોયા વગર હજારો હુન્નર કૌશલ્યના અવસરો ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ત્રણસો ઉપરાંત કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં લાખો યુવાનો એમાંથી રોજગારીની તાલીમ લઇ પગભર બની રહ્યા છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં મિશન મંગલમ્‍ પ્રોજેકટ હેઠળ ગામે-ગામ અઢી લાખ સ્વસહાય જૂથો-સખીમંડળોની લાખો ગરીબ બહેનોના હાથમાં રૂા. ૧૬૦૦ કરોડનો કારોબાર મૂકયો છે તેની વિગતો આપી હતી. નારી સશકિતકરણ માટે સખીમંડળની પ્રવૃતિ ખૂબ મોટું બળ બની ગઇ છે એટલું જ નહીં, ગરીબ પરિવારની બહેનો આર્થિક આવક મેળવી રહી છે. આ સખીમંડળનું અભિયાન ખૂબ જ બળવાન બન્યું છે. તેમ તેમણે જણાવ્યું હતું.

સેવા ઇન્ટરનેશનલ દિલ્હી તથા કચ્છ કલા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી અશોક મહેતાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે સેવા મારફતે પણ સંધ પ્રજાલક્ષી કામ કરે છે "રાજ્ય સરકાર વિકાસની દિશામાં કામ કરે છે પરંતુ લોકો જોડાય તો તે વધુ દીપી ઉઠે છે. અહીંની સંસ્થામાં ૪૦૦ બહેનોને રોજગારી મળે છે.'

પ્રસંગે સેવા ઇન્ટરનેશનલના પ્રમુખશ્રી અશોકભાઇ રાવલે પ્રાસંગિક ઉદ્દબોધનમાં સેવા દ્વારા સમાજ પરિવર્તનની નેમ વ્યકત કરી હતી.

મુંબઇ સ્થિત સેવા ઇન્ટરનેશનલના ટ્રસ્ટીશ્રી બાબુભાઇ આહિરે કહ્યું કે, કચ્છ કલાનું ભરતકામ વિશ્વપ્રસિધ્ધ છે ત્યારે સેવા સંસ્થાનો સહયોગ લઇ કચ્છી કલાને વધુ આગળ વધારવા પ્રયત્નો કરાશે અને રોજગારીની તકો વ્યાપક બનશે.

પ્રસંગે જિલ્લા ભાજપાના પ્રમુખશ્રી જ્યંતીભાઇ ભાનુશાળી, માંડવી વિસ્તારના ધારાસભ્યશ્રી ધનજીભાઇ સેંધાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Apple's FY24 India Sales Jump 33% to $8 Billion, Higher Than 90% of BSE500 Companies' Revenue

Media Coverage

Apple's FY24 India Sales Jump 33% to $8 Billion, Higher Than 90% of BSE500 Companies' Revenue
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Himachal Pradesh CM calls on PM
July 16, 2024

Chief Minister of Himachal Pradesh, Shri Sukhvinder Singh Sukhu called on the Prime Minister, Shri Narendra Modi today.

The Prime Minister’s Office posted on X:

“Chief Minister of Himachal Pradesh, Shri Sukhvinder Singh Sukhu, met Prime Minister Narendra Modi.”