મુખ્યમંત્રીશ્રીના યુપીએ કોંગ્રેસ સામે સીધા સરસંઘાન

 કેન્દ્રના કોંગ્રેસી સલ્તનતના  ર૦૦૪ અને ર૦૦૯ના ચૂંટણી ઢંઢેરાના વચનોનું શું થયુંહિસાબ આપો

 ગાંધીનગરમાં ગુજરાત ભાજપ કાર્યકર્તા સંમેલન મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક માર્ગદર્શન

 

  • દશ દશ વર્ષ સુધી આ ગુજરાત સરકારને કોંગ્રેસની કેન્દ્રીય સલ્તનત હાથ અડાડી નથી શકતી કારણ કે આ સરકારને કોઇ ડાઘ નથી લાગ્યો! - છતાં જૂઠ્ઠાણાનો કાદવ દરરોજ આ કોંગ્રેસી જમાત ઉછાળે છે!! 
  • ભાજપામાં જનતાનો ભરોસો વધ્યો છેસક્રિય સભ્યપદ અને પ્રાથમિક સભ્યપદ ૩૭ લાખ ઉપર પહોંચ્યું છે.
 

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યકર્તા પદાધિકારીઓના સંમેલનમાં કોંગ્રેસની યુપીએ સલ્તનતના બંને ચૂંટણી ઢંઢેરાના પોકળ વચનોનો હિસાબ આપવા આકરા સરસંધાન કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભાજપનો કાર્યકર્તા રોજના કોંગ્રેસના જૂઠ્ઠાણા સામે જનતા સમક્ષ આંખમાં આંખ મિલાવી આ જૂઠને પડકારી શકે છે. દશ દશ વર્ષ સુધી આ સરકાર તેના મુખ્યમંત્રી ઉપર કેન્દ્રની કોંગ્રેસ સલ્તનત હાથ અડાડી શકતી નથી કારણ એ જ છે કે આ સરકારને કોઇ ડાઘ લાગ્યો જ નથી.

એક સાહના સદસ્યા અભિયાનમાં ર૪ લાખમાંથી ૩૭ લાખ સદસ્યો ભારતીય જનતા પાર્ટીમાં પ૮ ટકા અને સક્રિય સભ્યોમાં ૯૧૦૦૦માંથી સવા લાખ બન્યા ને ૩૮ ટકા વધારો છે તેની સફળતાને આવકારતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આટલા લાંબા સમયના સુશાસનના કારણે ભાજપમાં આ ભરોસો જનતાનો વધ્યો છે. તેના કાર્યકર્તામાં જે તાકાત છે તેના કારણે જ ભાજપના સમર્પિત કાર્યકર્તાની સેના જ વિજયને નિશ્ચિત બનાવે છે અને કોંગ્રેસની પરેશાનીનું કારણ પણ આ જ છે. આપણી ચૂંટણીની રણનીતિના કેન્દ્રમાં જૂઠ, જૂઠના ખેલ, અપપ્રચારને સ્થાન નથી સમર્પિત કાર્યકર્તાની તાકાત અને જનવિશ્વાસની મૂડી છે એમ તેમણે જણાવ્યું હતું.

‘‘કોંગ્રેસ માટે અખબારી નિવેદનો ઉપર જીવવું પડે છે આપણા માટે જનતાનો ભરોસો આપણી મૂડી છે’’ એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે ચૂંટણીના દિવસો આટલા નજીક છે ત્યારે દિલ્હીની કેન્દ્રની કોંગ્રેસ સલ્તનતને આપણે લલકાર કરી શકીએ છીએ કે આપણે સ્થિતિ બદલી છે, દેશને વિશ્વાસ આપ્યો છે.

તેમણે જણાવ્યું કે અંબાજીથી ઉમરગામ સુધી આ ચૂંટણીને અવસર તરીકે સંકટો સામેના પડકાર તરીકે ઉપાડવાનો છે. એનાથી જ જનજનમાં વિશ્વાસની નવી ઊર્જા ઉજાગર થશે. પ્રદેશ પ્રમુખશ્રી આર. સી. ફળદુના નેતૃત્વમાં તેમણે ટીમ ભાજપા ગુજરાતને અભિનંદન આપ્યા હતા.

ગરીબ કલ્યાણ મેળા અને કૃષિ મહોત્સવથી ગરીબ ગ્રામસમાજ અને કિસાનોના ભાગ્ય બદલવાનું સક્ષમ માધ્યમ આપણે અપનાવ્યું છે જે દરિદ્રનારાયણની સાચી સેવા છે. ૦ થી ૧૬ સુધીના તમામ BPL કુટુંબને આ સરકારે આવાસ પ્લોટઅને મકાન સહાય આપી દીધા છે. આ ગરીબ કલ્યાણ મેળા રાજનીતિક કાર્યક્રમ નથી ગરીબોની સેવાભકિતનો જ અવસર છે. છેવાડાના માનવીના સુખ દુઃખમાં ભાજપાનો કાર્યકર્તા ભાગીદાર બનીને ગરીબ કલ્યાણ મેળાના ગરીબોની સેવાના આ પ્રાણવાન કાર્યક્રમ સાથે જોડાઇ જાય એવું આહ્વાન તેમણે કર્યું હતું.

અઢી લાખ સખીમંડળની રપ લાખ ગરીબ મહિલાઓના હાથમાં ૧૬૦૦ કરોડ રૂપિયાનો કારોબાર સોંપીને ગુજરાતની સરકારે મહિલાઓના સશકિતકરણનું અદ્દભૂત કાર્ય કર્યું છે. આ વર્ષે સ્વામિ વિવેકાનંદ યુવા કેન્દ્ર બધા ૧૮૦૦૦ ગામો અને વોર્ડ વાર શહેરોમાં સક્રિય બનીને યુવાશકિતને સકારાત્મક રૂપે એક સૂત્રે બાંધશે એમ તેમણે જણાવ્યું હતું. રાષ્ટ્રનિર્માણ માટે યુવાશકિતને જોડવાનું આ ગુજરાતનું અભિયાન છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

મોંઘવારી ઘટાડવાનું ૧૦૦ દિવસનું કોંગ્રેસે ર૦૦૪માં અને ર૦૦૯માં વચન આપેલું પણ મોંઘવારી ઘટી નથી,  વધી રહી છે છતાં, કોંગ્રેસ જૂઠ્ઠાણા ફેલાવી શકે છે તેના અનેક દ્રષ્ટાંતો ર૦૦૪ અને ર૦૦૯ના કોંગ્રેસ મેની ફેસ્ટોના વચનોની પોકળતા દર્શાવીને મુખ્યમંત્રીશ્રીએ પૂરવાર કર્યા હતા.

બાળકોના ગૂમ થવા અંગે પણ જૂઠ્ઠાણાનો અપપ્રચાર એવો ચાલ્યો છે કે રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ગૂમ થયેલાં બાળકોમાંથી ૯૧.૩ર ટકા શોધીને આ સરકારે માબાપને પરત કર્યા છે અને રોજ એક નવું જૂઠ્ઠાણું વહેતું કરવામાં આવે છે, પણ એકપણ આરોપજૂઠ્ઠાણમાં કોઇ સત્ય જ નથી. આપણી નિયત સચ્ચાઇની છે અને જનતા પાસે જઇને કોઇપણ કાર્યકર્તા આ વાત ગૌરવભેર કહે તો એ સાચો જ ઠરવાનો છે.

ર૦૦૪માં કોંગ્રેસે જનતાને વચન આપેલું કે બીજી ઓકટોબર ગાંધીજ્યંતીએ દર વર્ષે કોંગ્રેસ તેની સરકારનું રિપોર્ટ કાર્ડ જનતાની સમક્ષ આપશે પરંતુ આજે પણ અત્યાર સુધી કોઇ રિપોર્ટ કાર્ડ નથી આપ્યું. તેઓએ વાદા કર્યા, વચન ભંગ કર્યો અને છતાં જૂઠ્ઠાણા જ કરે છે. વીજળીના જોડાણો દેશના ગરીબની કુટીરમાં આપશે એ વચનના પાલનનું શું થયું? અત્યારે કેન્દ્રની કોંગ્રેસ સરકારના રાજમાં દેશના ૧૯ રાજ્યો અંધારામાં ડૂબી ગયાં છે ત્યારે, દુનિયાના તમામ મિડીયાએ નોંધી લીધી છે કે ગુજરાત એકમાત્ર વીજળીનો પ્રકાશ આપી શકે છે. પીવાના પાણી માટે દરેક ગામને જળ સંચયનો સ્ત્રોત આપશે પણ અત્યારે દેશના ચોથા ભાગના ગામડામાં હજી પણ પ્રદૂષિત પાણીજન્ય રોગોથી પીડા થાય છે. દરેક ગામમાં પાકી સડકનું વચન આપેલું આજે દેશના સવા લાખ ગામડાં પાકી સડક વગરના છે. અટલજીની સરકારે કહેલું રાષ્ટ્રીય ઘોરીમાર્ગ દરરોજના ૧૧ કી.મી. નવા બનાવીશું તેની સામે કોંગ્રેસે ર૦ કી.મી. પ્રતિદીન બનાવવાનું વચન આપેલું, અત્યારે માત્ર ૬ કી.મી.ના પ્રતિદીન રાષ્ટ્રીય રસ્તા બને છે, ખેડૂતોને બેન્કના કૃષિધિરાણના વ્યાજ સબસીડીના વચનના કોઇ ઠેકાણા નથી. સિંચાઇના વચનમાં માત્ર ૪૦ ટકા કામ થયું છે તેમાં પણ ગુજરાતપંજાબ જેવા રાજ્યોના જળસંચયના કામોનું યોગદાન છે. કોમ્પ્રીહેન્સીવ ક્રોપ ઇન્સ્યોરન્સના લાભ પણ માત્ર ૪૦ થી ૪પ ટકા ખેડૂતોને જ અત્યારે મળે છે. મહિલાઓને ૩૩ ટકા રિઝર્વેશન માટેનું વચન આપેલું પણ કેન્દ્રે વચન પાળ્યું નથી. ત્યારે ગુજરાતે પ૦ ટકા મહિલા રિઝર્વેશન લોકપ્રતિનિધિનું બીલ પસાર કર્યું તો તેને જ રોકી લીધું. મહિલાઓને સરકારી નોકરીઓમાં રિઝર્વેશન માટેના વચનો ભૂલાવી દીધાં. દલિત (એસ.સી.) અને આદિવાસી (એસ.ટી.) કિસાનોને ફ્રી ઇરીગેશન સુવિધા આપવા અને ખેતીની જમીન આપવા માટેના વચનો કરીને વોટ લઇ લીધા પણ કોંગ્રેસના કોઇ રાજ્યએ દલિત આદિવાસીને મફત શિક્ષણનું વચન પાળ્યું નથી. યુવાનોને માટે સ્કીલ ડેવલપમેન્ટના કોઇ આયોજનના ઠેકાણા નથી દરેક તાલુકામાં મોડેલ સ્કુલનું વચન આપેલું તેનું શું થયું? કોંગ્રેસે તેના વચનો એક અને વહેવાર બીજા એવા અનેક જૂઠ્ઠાણા ફેલાવ્યા છે. તેના ચૂંટણી ઢંઢેરામાં હાઇ ઇકોનોમિક ગ્રોથ અને લો ઇન્ફલેશનનું વચન આપેલું  તે યુપીએના આઠ જ વર્ષમાં ઉલટાવીને કોંગ્રેસના શાસનમાં લો ગ્રોથહાઇ ઇન્ફલેશનની સ્થિતિમાં દેશ ધકેલાઇ ગયો છે. કોંગ્રેસે તો મટનમાંસના ઉત્પાદન અને નિકાસની પિન્ક રિવોલ્યુશન’નો નિર્ણય કર્યો છે અને જેઓ દૂધાળા પશુની કતલ કરીને મટન માંસની નિકાસ કરે તેવા આધુનિક કતલખાના બનાવવા રૂા. પ૦ કરોડની સબસીડી આપે છે. ગૌમાંસ માટે ગૌવંશ કતલ કરીને, હિન્દુસ્તાનને પિન્ક રિવોલ્યુશન કરીને ર૦૧પમાં મટન એક્ષ્પોર્ટમાં વિશ્વમાં રેકોર્ડ કરશે ત્યારે હિન્દુસ્તાન ગૌવંશ અને પશુધનના કતલખાને ધકેલવાનું પાપ કરે છે તેને કઠધડેમાં ઉભી કરવાની છે. કોંગ્રેસના જૂઠ્ઠાણાના પાપની સામે જનઆક્રોશ જગાડવાનો છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Chronic therapies power 11% growth in Indian pharma market in May

Media Coverage

Chronic therapies power 11% growth in Indian pharma market in May
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
World Leaders Congratulate Prime Minister Shri Narendra Modi on Becoming India’s Longest-Serving Elected Prime Minister
June 09, 2026

Prime Minister Shri Narendra Modi received warm congratulations from world leaders on the eve of his becoming the longest-serving elected Prime Minister of India. World leaders from across the globe paid tribute to Prime Minister’s transformative governance, his advocacy for the Global South, and his vision of an inclusive and economically dynamic India.

H.E. Anura Kumara Disanayaka, the President of Sri Lanka, in a letter dated 8 June 2026 addressed to the Prime Minister, conveyed the warm congratulations of the Government and people of Sri Lanka to him, stating: “This milestone is a testament not only to your years in office, but also to the trust and confidence that the people of the world’s largest democracy have repeatedly placed in your leadership.” The President also highlighted India’s remarkable economic and social transformation and noted that Prime Minister Modi’s vision has inspired many beyond India’s borders, including Sri Lanka. Prime Minister Modi visited Sri Lanka from 4–6 April 2025, his fourth visit to the island nation, during which he was conferred the Mitra Vibhushana, Sri Lanka’s highest civilian honour accorded to a foreign dignitary. The visit reaffirmed India’s Neighbourhood First policy, with Sri Lanka among the closest beneficiaries of India’s steadfast partnership, including India’s pivotal support during Sri Lanka’s economic difficulties in 2022.

H.E. James Marape, the Prime Minister of Papua New Guinea, in a personal video message, described Prime Minister Modi as “a role model and an example of leadership”. He also stated - “Lifting over 200 million people out of poverty to good life today is an amazing feat.” Prime Minister Marape expressed Papua New Guinea’s warm friendship and its desire to further consolidate bilateral ties. Prime Minister Modi’s historic visit to Papua New Guinea in May 2023, the first-ever by an Indian Prime Minister, for the Third Forum for India–Pacific Islands Cooperation (FIPIC-III) Summit was a landmark moment in India’s engagement with the Pacific Island nations. The visit underscored India’s role as a committed partner of the Global South.

H.E. Kamla Persad-Bissessar, the Prime Minister of Trinidad and Tobago, congratulated Prime Minister Modi on this occassion, noting that “under the leadership of Prime Minister Modi, India has evolved as a leading voice on global matters.” She highlighted Prime Minister Modi’s journey from humble beginnings to leading a nation of 1.4 billion people across three terms, and underscored India’s significant achievements in foreign policy, economic growth, infrastructure, and socio-economic development. Prime Minister Modi paid a landmark visit to Trinidad and Tobago from 3–4 July 2025, the first bilateral visit by an Indian Prime Minister in 26 years, coinciding with the 180th anniversary of the arrival of Indian immigrants to Trinidad and Tobago.