મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગણપત યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં ગુજરાતની ૫૦ વર્ષની સુવર્ણજયંતિ વર્ષમાં દરેક યુવાનને એક વર્ષ દરમિયાન ૧૦૦ કલાક સમાજ માટે, ગુજરાતની આવતીકાલના નિર્માણ માટે આપવાનું આહ્વાન કર્યું હતું. પ્રત્યેક યુવાન આખા વર્ષમાં ૧૦૦ કલાક, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા અને પર્યાવરણના ચાર ક્ષેત્રમાં સમાજ સેવા માટે આપે, રાષ્ટ્ર માટે પોતાનું જીવન જીવી જાણે એવી પ્રેરણા તેમણે આપી હતી ઉત્તર ગુજરાતમાં મહેસાણા નજીક ગણપત યુનિવર્સિટીનો ત્રીજો દિક્ષાંત સમારોહ આજે મુખ્યમંત્રીશ્રીના અતિથિ વિશેષ પદે સંપન્ન થયો હતો. જેમાં ૧૪૭૪ વિદ્યાર્થીઓને ડીગ્રી અને ડિપ્લોમાં એનાયત કરવામાં આવ્યા હતા.
યુનિવર્સિટી દ્વારા ૩૨ જેટલી શૈક્ષણિક ફેકલ્ટીઓમાં સ્નાતક, અનુસ્નાતક અને ડોકટરેટના અભ્યાસક્રમોનું શિક્ષણ આપવાની સુવિધા છે. મુખ્યમંત્રીશ્રીએ ૩૫ જેટલા તેજસ્વી, પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને ચંદ્રકો અને મેડલ્સ એનાયત કર્યા હતા. ગણપત યુનિવર્સિટીના સૌ ઉત્તિર્ણ વિદ્યાર્થીઓ અને ચંદ્રક વિજેતા પ્રતિભાવંત તેજસ્વી વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, દિક્ષાંત છાત્રોની પરંપરા ભારતની ગુરૂકુળ સંસ્કૃતિમાં છે અને આચાર્યો દિક્ષા આપતી વખતે વિદ્યાર્થી-શિષ્યને જીવનમાં શ્રેષ્ઠતાની કેડી બતાવે છે.
એક માતા બાળકને જન્મ આપે છે પણ જેની પાસેથી કશુક શિખવા મળ્યું છે તે ગરૂજન જીવન આપે છે. શાળા-કોલેજ, યુનિવર્સિટી આ બધા શિક્ષણના તબક્કા તો એક સંગઠિત સુનિヘતિ વ્યવસ્થા છે. પરંતુ ડિગ્રી / ડિપ્લોમા પછી જીવનની બધી દિશા ખુલ્લી છે. જીવનમાં મુસીબતો સામે ઝુકવું કે મુસીબતોને ઝુંકાવવી છે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, એકલું જ્ઞાન માત્ર સમસ્યાનું સમાધાન નથી કરતું પણ જ્ઞાન સાથે શાણપણ (knowledge with wisd) હોય તો જ સમસ્યાનું સમાધાન કરવાનું સામર્થ્ય મળે છે. મૂળભુત રીતે જ્ઞાનનો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરવા માટે, વિવેકબુધ્ધિનો અભિષેક જ્ઞાન ઉપર આવશ્યક છે એમ તેમ જણાવ્યું હતું.
એક ગરીબ અનપઢ માતા સોલાર ફાનસની મદદ મેળવીની તેના દ્વારા વીજળીની બચત કરવાનો વિવેક દાખવે છે તેને દ્રષ્ટાંત આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, જ્ઞાન સાથે વિવેક ભીતરની ઉર્જાથી ઉજાગર થાય છે. જળ અને જીવન સ્થગિત થાય તો તેમાં પ્રદુષણ આવે જ, તે તો સતત નિરંતર વહેતા રહેવા જોઇએ એવું પ્રેરક નિરીક્ષણ રજૂ કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે યુનિવર્સિટીમાંથી દીક્ષિત બનીને, નવી પેઢીએ તેના જીવન સતત ઉર્દ્યીગામી વહેતું રાખવાનું છે માતાના સ્વરને ઓળખતું શિશુ અને અન્ય ગમે તેટલા સારા સંગીતને નિંદરમાં સ્વીકારશે નહીં પણ માતાનું હાલરડું જ તેને મીઠી નિંદરમાં લઇ જશે. આ સામર્થ્ય ભીતરની ઉર્જાથી મળે છે અને પ્રત્યેક યુવક પોતાની ભીતરની શકિતને ઓળખશે તો જીવનમાં પડકારોને ઝીલી શકશે, એમ તેમણે જણાવ્યું હતું. દરેક યુવક યુવતિ પોતાની અંદર ઉતરીને આ સામર્થનો અહેસાસ કરે તેવી અપીલ તેમણે કરી હતી. જીવનમાં વૈજ્ઞાનિક સ્વભાવ કેળવવાનો અનુરોધ પણ કરતા મુખ્યમંત્રીએ ‘‘નજરે જોયેલું પણ પ્રિય હોય છે'' પણ દરેક કાર્યનું વૈજ્ઞાનિક નિરીક્ષણ કરવાથી સત્ય સમજાય છે, એમ પણ જણાવ્યું હતું. જે પ્રવાહ સાથે તણાઇ જાય છે. તે કશું કરી શકતો નથી પણ જે પ્રવાહને નિヘતિ દિશામાં લઇ જવાનું સામર્થ્ય બતાવે છે તે જીવનમાં ઇતિહાસ રચી શકે છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં સપના સાકાર ન થાય પરંતુ અન્ય ક્ષેત્રમાં શિક્ષણ લઇને બોજની માનસિકતા છોડી દેવા અને જે ક્ષેત્રમાં અવસર મળ્યો છે તેને જ સામર્થ્યથી વિકસાવવાનો અનુરોધ કર્યો હતો.
જીવન કોઇ બોજ નથી, જીવનમાં કાંઇ બનવાની ઇચ્છા ને બદલે જીવનમાં કંઇક કરી છૂટવાનું સામર્થ્ય બતાવીવા મુખ્યમંત્રીશ્રીએ યુવા પેઢીને આહ્વાન કર્યું હતું. ‘‘અસફળ થવાય તો ભલે પણ કઇંક કરવાનો સંકલ્પ ભીતરની શકિતને જગાડશે --જીવનમાં યુવાનીનુ સાહસ, જીંદવીનું કસોટીમાં પૂરી તાકાતથી ઝંપલાવવું, કોઇ સાથે આવે કે નહીં મંઝિલ ઉપર જવા માટે સાહસ સાથે આગળ વધવાની પ્રેરણા તેમણે આપી હતી. દીક્ષિત યુવા પેઢીને આ શિક્ષા-ભૂમિની માટીનું ચંદન કાયમી સ્મૃતિરૂપે ભાલ ઉપર મૂકવાની ભાવસભર અપીલ કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે તેમનું જીવન ઘડતર કેટકેટલા સહયોગ-પરિશ્રમથી સંચિત થયું છે તેનું નિરીક્ષણ કરીશું તો સમાજ પ્રત્યેનો ઋણભાવ ઉજાગર થશે જ. જીવનના નવા અધ્યાય તરફ પ્રારંભ કરીએ છીએ ત્યારે વ્યકિતથી સમષ્ટિ સુધીની કેડીના એક પછી એક દરવાજા ખોલવા માટે સમાજ પ્રત્યે ઋણ સ્વીકાર કરીએ. કલા અને સાહિત્ય જીવનને ઇંધણ પૂરવાનું શ્રેષ્ઠ માધ્યમ છ,ે પરિવર્તનશીલ જીવનમાં માત્ર વિજ્ઞાન-ટેકનોલોજી પયાપ્ત નથી.
આપણી તો વેદથી વેબ સુધીની જ્ઞાનયાત્રા યુગો સુધી વિસ્તરેલી છે જ. વૈજ્ઞાનિક માટે પણ કલા સાહિત્ય જીવનમાં સંવેદનશીલ સાથી બની રહે છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. ગણપત યુનિવર્સિટીના અધ્યક્ષ શ્રી અનિલભાઇ પટેલે સ્વાગત પ્રવચનમાં ગુજરાતના યુવાનોની આવતીકાલને ઉજળી બનાવવા માતૃભૂમિનું ઋણ અદા કરવા યુનિવર્સિટીના નિર્માંણ માટે દાન આપનાર શ્રી ગણપતભાઇ પટેલ સહિતના દાતાઓની સખાવત ભાવનાને બિરદાવી સંસ્થાની પ્રવૃત્તિઓની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ યુનિવર્સિટીમાં ભણીને દસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી બનાવી છે.
બે હજારથી વધુ વિદ્યાર્થી અને સૌથી વધુ ફેકલ્ટી રહી શકે તેવા ૨૫૦ એકરમાં પથરાયેલી સંસ્થામાં ઇજનેરી, ફાર્મસી, ટેકનોલોજી, મેનેજમેન્ટ, કોમ્પ્યુટર સાયન્સ અને સર્વિસ સેકટર, એજ્યુકેશન મેનેજમેન્ટના ડીપ્લોમાથી માંડી પી.એચ.ડી. સુધીના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે મહેસાણા ડીસ્ટ્રીકટ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણી નિધિમાં રૂા.૨.૫૧ લાખનો ચેક અર્પણ કરાયો હતો. આ પ્રસંગે ગણપત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. પી.આઇ.પટેલ, ડીન ડૉ.મહેન્દ્ર શર્મા, ડૉ.એસ.એમ.પંચોલી, ડૉ. સોમાભાઇ પટેલ, પ્રો એસ.એમ.પટેલ, પ્રો.એસ.એમ.પંચાલ ડૉ. રજવિત બગાઇ, રજીસ્ટ્રાર શ્રી ભરતભાઇ શાહ, ફેકલ્ટીઝ, જિલ્લાના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.