ગુજરાતના વિકાસનું વિઝન કેવું હોઇ શકે ?
વિશ્વમાં ગુજરાતની બ્રાન્ડ ઇમેજ પ્રસ્થાપિત કરીએ
Ficci ની નેશનલ એકઝીક્યુટીવ મીટને સંબોધતા મુખ્યમંત્રીશ્રી
ગુજરાત ભારત અને વિશ્વના અર્થતંત્રમાં વધુ પ્રભાવી ભૂમિકા નિભાવશે
વિકાસની નવી ઊંચાઇ માટે મહત્ત્વના નિતિવિષયક નિર્ણયોનો નિર્દેશ
ડિફેન્સ ઇક્વીપમેન્ટ મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રીઝ માટે ખાસ ઇન્સેન્ટીવ પોલીસી
ગ્રીનહાઉસ એગ્રીકલ્ચર માટેના પાવર વપરાશ માટે પ્રોત્સાહની નીતિ
૧૦૦૦થી અધિક યુથ સ્કીલ ડેવલપમેન્ટ ટ્રેઇનીંગ
કેસ્ટર સહિત એગ્રો પ્રોસેસીંગ માટે સ્પેશીયલ એગ્રોઇન્ડિસ્ટ્રીઝ ઝોન
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીનગરમાં યોજાયેલી Ficciની રાષ્ટ્રીય કારોબારીમાં ગુજરાતના વિકાસ-વિઝનની રૂપરેખા આપતા મહત્ત્વના નીતિવિષયક નિર્ણયોનો સ્પષ્ટ નિર્દેશ કર્યો હતો અને વિશ્વના અર્થતંત્રમાં ગુજરાત ઉત્પાદનની ગ્લોબલ બ્રાન્ડ ઈમેજ પ્રસ્થાપિત કરવા આ્હવાન આપ્યું હતું.
ગુજરાત અને વિકાસ-બંનેની ચર્ચા દેશ અને દુનિયામાં થઇ રહી તેની ભૂમિકા આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતનો વિકાસ સમતુલિત બને તે માટે ઉઘોગ કૃષિ અને સેવા ક્ષેત્રના સમાન હિસ્સામાં સમન્વિત કર્યો છે. એ જ પ્રમાણે ગુજરાતના પ્રાદેશિક વિકાસ અસમતુલા નિવારવા માત્ર એક જ ગોલ્ડન ઇન્સ્ટ્રીઅલ કોરિડોર નહીં પણ આખું રાજ્ય ગોલ્ડન બને તે દિશામાં ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ સંદર્ભમાં તેમણે ઉત્તર ગુજરાતના પછાત રણકાંઠા ઉપર બનાસકાંઠા નજીક વિશ્વની સૌર ઊર્જાનો સૌથી વિશાળ સોલાર પાર્ક સ્થપાઇ રહ્યો છે જે વિકાસની નવી ક્ષિતિજો ખોલશે.
ગુજરાતના માર્ગ-માળખાકીય સુવિધાને માત્ર ઉત્તરથી દક્ષિણ નહીં પરંતુ નવ હોરિઝોન્ટલ રોડથી પૂર્વથી પヘમિનો વ્યૂહાત્મક રોડ કોમ્યુનિકેશન કોરિડોર રૂ. ૪૦૦૦ કરોડના ખર્ચે હાથ ધર્યો જેનાથી પૂર્વના આદિવાસી ક્ષેત્ર અને DMIC કોરિડોર સાથે પヘમિના સાગરકાંઠામાં વિશ્વ વેપારના બંદરો સાથે માર્ગ-પરિવહનનો સેતુ બાંધ્યો છે.
ગુજરાતે કૃષિ વિકાસ અને જળસંચયથી ગ્રામીણ કૃષિ આધારિત અર્થતંત્રની તાસીર બદલી નાંખી છે. ગુજરાતનો કૃષિ વિકાસ દર સાતત્યપૂર્ણ દશકામાં અગિયાર ટકાથી વધ્યો છે. હવે કૃષિક્ષેત્રે વેલ્યુએડિશન લાવીને અને ગ્રીન હાઉસ એગ્રો ટેકનોલોજી દ્વારા કૃષિ ઉત્પાદકતા વધારવા માટે ગ્રીન હાઉસમાં વીજળી વપરાશ માટે પ્રોત્સાહક નીતિ અમલમાં મુકવાનો નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત અને દેશની યુવાશક્તિના હુન્નર-કૌશલ્ય વર્ધનની વ્યાપક ફલક ઉપર કાર્યયોજનાનો ખ્યાલ આપતાં જણાવ્યું કે, જન્મથી મૃત્યુ સુધી માનવીને સરેરાશ ૯૦૦થી વધારે સેવાઓની જરૂર પડે છે તેને અનુલક્ષીને ગુજરાતે ૧૦૦૦થી વધારે સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ અપગ્રેડેશનના ટ્રેઇનીંગ સિલેબસ અમલમાં મુકયા છે. ગુજરાતની યુવાશક્તિ તેના કૌશલ્ય વર્ધન દ્વારા રાજ્યના વિકાસમાં પોતાની ક્ષમતાનું યોગદાન આપી શકશે. રાજ્યમાં નારી સશક્તિકરણ અને આર્થિક પ્રવૃત્ત્િામાં નિર્ણાયક ભાગીદારી માટે મિશન મંગલમ્ દ્વારા પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપના મોડેલ ઉપર રૂ. પ૦૦૦ કરોડનો નાણાંકીય કારોબાર લાખો મહિલાઓના સખી મંડળોના હાથમાં મુકવાની તેમણે મહત્વાકાંક્ષી નેમ વ્યકત કરી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ સેવાકીય ક્ષેત્રને બળ આપવા પ્રવાસન ક્ષેત્રના વિકાસની પણ ભૂમિકા આપી હતી. FICCIના કારોબારી સભ્યો એવા દેશના વરિષ્ઠ ઉઘોગ-વેપાર ક્ષેત્રના અગ્રણીઓએ મુખ્ય મંત્રીશ્રી સાથે ગુજરાત વિકાસનું વિઝન ભારતના અર્થતંત્ર માટે પ્રભાવક બને તે દિશામાં રસપ્રદ સંવાદ પ્રશ્નોત્તરી કરી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ DMIC કોરિડોરમાં ગુજરાતનો ૪૦ ટકા ભૂભાગ વિકસીત સંલગ્ન બનવાનો છે અને દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરના ભારત-જાપાન સંયુકત પ્રોજેકટના ઝડપી અમલીકરણ માટેની ગુજરાત સરકારે બધી જ પૂર્વ તૈયારી કરી લીધી છે. પરંતુ કેન્દ્ર સરકારનું દિલ્હીથી ગુજરાત સુધીના કોરીડોર ઉપર પ્રોજેકટ અમલીકરણનું કામ ધીમી ગતિનું છે તેથી રાજ્ય સરકારે DMIC પ્રોજેકટનું વડુંમથક દિલ્હીને બદલે અમદાવાદમાં સ્થળાંતર કરવા કેન્દ્ર સરકારને ભારપૂર્વક દરખાસ્ત પણ કરી છે. ગુજરાત DMIC પ્રોજેકટ માટે રાજ્યના ૧૬૦૦ કિ.મી.ના વિશાળ દરીયાકાંઠા ઉપર વિશ્વ વેપારથી ધમધમતા બંદરો સાથે સંલગ્ન રેલ્વે-રોડ-પોર્ટ ટ્રાન્સપોર્ટ કોરિડોર પણ પ્રાઇવેટ પબ્લીક પાર્ટનરશીપથી હાથ ધરવાની બ્લ્યુપિ્રન્ટ તૈયાર કરેલી છે, તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતમાં ઔઘોગિક વિકાસની સાથે જરૂરિયાત આધારિત યુવા કૌશલ્ય માનવ સંસાધન વિકાસ માટે પણ રાજ્ય સરકારે ઉઘોગ ક્ષેત્ર સાથે સંકલન અને નીતિવિષયક સહયોગ સાધ્યો છે, તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે ફિક્કીના પ્રેસીડેન્ટ શ્રી હર્ષ મારીવાલાએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત કરી ફિક્કીની કાર્યરેખા વર્ણવી આ મીટીંગના ઉદ્દેશને સ્પષ્ટ કર્યો હતો. કાર્યક્રમના અંતે વાઇસ પ્રેસીડેન્ટ સુશ્રી નૈનાલાલ કિડવાઇએ આભારદર્શન કર્યું હતું. આ પ્રસંગે દેશના વરિષ્ઠ ઉઘોગ-વેપાર ક્ષેત્રના અગ્રણીઓ એવા ફિક્કીના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.