શેર
 
Comments

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્ય સરકારે આજે વિધાનસભામાં રજૂ કરેલા સને ર૦૧૦-૧૧ના અંદાજપત્રને, સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં ગુજરાતની વિકાસયાત્રાને તેજ ગતિ આપનારૂં, પ્રગતિના નવા સોપાનો સર કરવા માટે લોકભાગીદારીને જોડનારૂં અને વિકાસના લાભો સૌને આપનારૂં, સક્ષમ બજેટ ગણાવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ૧૯૬૦માં સ્થાપના પછી, ગુજરાતનું પ્રથમ બજેટ સ્વ. મુખ્યમંત્રીશ્રી જીવરાજ મહેતાએ ૧૯૬૧-૬રમાં રજૂ કર્યું હતું જેની વાર્ષિક યોજનાની જોગવાઇ રૂા. ૩૩.૧૯ કરોડની હતી. આજે ગુજરાતની વિકાસયાત્રાના પ૦ વર્ષે ગુજરાતનું વાર્ષિક યોજનાનું કદ રૂા. ર૯પ૦૦ કરોડ ઉપર પહોંચ્યું છે. ૧૯૬૦થી ર૦૦૧ સુધીના ગુજરાતના પ્રથમ ચાર દાયકામાં થઇને પંચવર્ષીય યોજનાઓનું કુલ આયોજન રૂા. ૪૩૭પ૬ કરોડનું હતું જ્યારે ર૧મી સદીના આ પ્રથમ દાયકામાં (સને ર૦૦૧ થી ર૦૧૦) ગુજરાતના આયોજિત વિકાસે હરણફાળ ભરીને રૂા. ૧,૧૮,૭૬૧ કરોડનું આયોજન પરિપૂર્ણ કર્યું જે અગાઉના ૪૦ વર્ષના નાણાંકીય આયોજન કરતા ત્રણ ગણું યોજનાનું કદ પૂરવાર કરે છે. આમ, ગુજરાતની છેલ્લા એક દશકાની પ્રગતિની જે તેજ રફતાર અવિરત ચાલી રહી છે તેમાં રાજ્ય સરકારના સુચારૂ અર્થવ્યવસ્થાપન અને આર્થિક શિસ્તનો મહત્વનો ફાળો છે.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે પુરાંતવાળા અંદાજપત્રની તેની પરંપરા જાળવી રાખી છે અને નવા કરવેરાના ભારણથી પ્રજા ઉપર બોજ આવે નહીં તે રીતે નાગરિકોની સુખાકારી અને નિરંતર વિકાસની કાળજી લઇ નાણાંકીય વ્યવસ્થાપન કર્યું છે. કેન્દ્ર સરકારની કેન્દ્રીય વેચાણવેરા માટેની અનિશ્વિત નીતિના કારણે રાજ્યની આવકમાં ધટાડો થતા, વિકાસ યોજનાઓ માટે પૂરતા નાણા મળી રહે તે માટે રાજ્યના આ બજેટમાં જે સૂચિત વ્યવસ્થા કરી છે તેમા કેન્દ્ર સરકારનું વલણ વિધેયાત્મક થશે તો તેનાથી પણ પ્રજા ઉપર વેરાનું વધારાનું ભારણ પડશે નહીં એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની ગરીબો, વંચિતો અને ગ્રામ્ય અર્થતંત્રના વિકાસની પ્રાથમિકતાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે સમગ્રતયા અંદાજપત્રની કુલ જોગવાઇના ૭ર ટકા સામાજિક સેવા અને માળખાકીય વિકાસના ક્ષેત્રો તથા ગ્રામીણ કૃષિ અર્થતંત્રની પ્રગતિને આવરી લે છે જેમાં ૪ર ટકા સામાજિક સુખાકારી સેવાઓમાં ગુણાત્મક પરિવર્તન તથા ૩૦ ટકા ખેતીવાડી અને ખેડૂતો માટેની જોગવાઇઓનો સમાવેશ થાય છે.

લાંબાગાળાના આર્થિક વિકાસની નવતર પહેલરૂપે તેમણે લાખો મહિલાઓની ભાગીદારીથી આર્થિક પ્રવૃતિ માટેના સખીમંડળોને આવરી લઇને મિશન મંગલમ્‍ યોજના દ્વારા નારીસશકિતકરણ અને લાખો યુવાનો માટે ખેલ મહાકુંભ ઉપરાંત ગ્રામસ્તરે કૌશલ્યવર્ધન તાલીમ કેન્દ્રોના નેટવર્ક દ્વારા યુવાશકિતને કૌશલ્ય નિર્માણના અવસરો આપવાની યોજનાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.

આમ મહિલા અને યુવાશકિત, ખેડૂત અને કૃષિ-ગ્રામ અર્થતંત્રના ચાર સુદ્રઢ પાયા ઉપર ગુજરાતના સ્વર્ણિમ જ્યંતી વર્ષની પ્રગતિને ચાર ચાંદ લાગી જવાના છે એવો સંકલ્પ તેમણે વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર માટે બે નવા પ્રોજેકટ તરીકે રામાયણ સંસ્કૃતિ સાથે સંકળાયેલા ડાંગ જિલ્લામાં રામ-હનુમાન પાવનપથ પ્રોજેકટ અને સંતનગરીના નિર્માણના પ્રોજેકટની રૂપરેખા આપી હતી તેમણે જણાવ્યું કે ભારતની સંત-ઋષિ પરંપરાના છેલ્લા પાંચ સદીના રપ૦૦ કરતા વધારે સંતોના જીવનમૂલ્યો અને સંત પરંપરાની સંસ્કૃતિના દર્શન-તીર્થ માટે સંતનગરીનું નિર્માણ અને ડાંગના વિસ્તારોમાં હનુમાનજીનું જન્મસ્થળ અગિ્નકુંડ, માતા અંજનીનું નિવાસસ્થાન અંજની ગુફા, માતા શબરી અને સીતા માતાના સ્નાન માટેના ઉનાઇ સહિતના રામાયણ-પ્રાચિન પ્રવાસન તીર્થના વિકાસ માટે રામ-હનુમાન પાવનપથનો પ્રોજેકટ હાથ ધરાશે, જે ગુજરાતને વિશ્વના પ્રવાસન પ્રેમીઓ માટે પ્રેરણાતીર્થની ઓળખ આપશે.

મુખ્યમંત્રીશ્રીએ એવો નિર્ધાર વ્યકત કર્યો હતો કે ગુજરાતના સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં ર૧મી સદીના બીજા દાયકાના આ પ્રથમ બજેટમાં જનશકિતની ભાગીદારીથી ગુજરાત, હરેક ક્ષેત્રમાં નવી ઊંચાઇઓ ઉપર પહોંચવાના મનોરથ પૂર્ણ કરી શકે તેવો અભિગમ અપનાવ્યો છે.

ભારતના ઓલિમ્પિયન્સને પ્રેરણા આપો!  #Cheers4India
Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
India's Remdesivir production capacity increased to 122.49 lakh vials per month in June: Government

Media Coverage

India's Remdesivir production capacity increased to 122.49 lakh vials per month in June: Government
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Women’s Hockey team played with grit and showcased great skill: PM
August 04, 2021
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has said that today and through the Games, our Women’s Hockey team played with grit and showcased great skill at Tokyo Olympics 2020. He also said that he is proud of the team and wished the team Best of luck for the game ahead and for future endeavours.

In a tweet, the Prime Minister said;

"One of the things we will remember #Tokyo2020 for is the stupendous performance by our Hockey teams. 

Today and through the Games, our Women’s Hockey team played with grit and showcased great skill. Proud of the team. Best of luck for the game ahead and for future endeavours."