આસામના નામરૂપમાં યુરિયા પ્લાન્ટના ભૂમિપૂજન દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 21st, 04:25 pm

આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યજી, મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માજી, કેન્દ્રમાં મારા સાથી અને અહીં તમારા પ્રતિનિધિ, આસામના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલજી, આસામ સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય મહાનુભાવો, અને મારા બધા ભાઈઓ અને બહેનો જેઓ મોટી સંખ્યામાં આપણા બધાને આશીર્વાદ આપવા આવ્યા છે, મને પંડાલમાં જેટલા લોકો છે તેના કરતાં વધુ લોકો પંડાલની બહાર દેખાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના નામરૂપ ખાતે આસામ વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ કંપની લિમિટેડના એમોનિયા-યુરિયા ફર્ટિલાઇઝર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

December 21st, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના દિબ્રુગઢમાં નામરૂપ ખાતે આસામ વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ કંપની લિમિટેડના એમોનિયા-યુરિયા ફર્ટિલાઇઝર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે સભાને સંબોધતા શ્રી મોદીએ નોંધ્યું હતું કે આ ચાઓલુંગ સુખાપા અને મહાવીર લચિત બોરફુકન જેવા મહાન નાયકોની ભૂમિ છે. તેમણે ભીમ્બર દેઉરી, શહીદ કુશલ કુંવર, મોરાન રાજા બોદોસા, માલતી મેમ, ઈન્દિરા મીરી, સ્વર્ગદેવ સર્વાનંદ સિંહ અને વીર સતી સાધનાના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ વીરતા અને બલિદાનની આ મહાન ભૂમિ, ઉજાની આસામની પવિત્ર ધરતીને નમન કરે છે.

સ્વદેશી ઉત્પાદનો, લોકલ ને પ્રાધાન્ય મન કી બાતમાં પ્રધાનમંત્રી મોદીનું તહેવાર દરમિયાનની આમંત્રણ

September 28th, 11:00 am

આ મહિનાના મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ ભગતસિંહ અને લતા મંગેશકરના જન્મદિવસે તેમને શ્રદ્ધાંજલિ અર્પી. તેમણે ભારતીય સંસ્કૃતિ, સ્ત્રી સશક્તિકરણ, દેશભરમાં ઉજવાતા વિવિધ તહેવારો, આરએસએસની 100 વર્ષની સફર, સ્વચ્છતા અને ખાદીની વધતી વેચાણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વાત કરી. પ્રધાનમંત્રીએ પુનરાવર્તન કર્યું કે દેશને આત્મનિર્ભર બનાવવા નો માર્ગ સ્વદેશી અપનાવવામાં જ છે

પ્રધાનમંત્રીએ લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગના આકસ્મિક અવસાન પર શોક વ્યક્ત કર્યો

September 19th, 06:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગના આકસ્મિક અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે સંગીતમાં તેમના સમૃદ્ધ યોગદાન માટે તેમને યાદ કરવામાં આવશે.