'મન કી બાત'ના 123મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (29.06.2025)

June 29th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં આપ સૌનું સ્વાગત છે, અભિનંદન છે. આપ સૌ આ સમયે યોગની ઉર્જા અને 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની સ્મૃતિઓથી ભરેલા હશો. આ વખતે પણ 21 જૂનના દિવસે દેશ અને દુનિયાના કરોડો લોકોએ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'માં ભાગ લીધો. તમને યાદ છે, આજથી દસ વર્ષ પહેલા તેની શરૂઆત થઈ હતી. હવે દસ વર્ષમાં આ સિલસિલો દર વર્ષે વધુને વધુ ભવ્ય બની રહ્યો છે. આ એનો પણ સંકેત આપે છે કે વધુને વધુ લોકો તેમના રોજિંદા જીવનમાં યોગ અપનાવી રહ્યા છે. આ વખતે આપણે 'યોગ દિવસ'ની ઘણી આકર્ષક તસવીરો જોઈ છે. વિશાખાપટ્ટનમના દરિયા કિનારે ત્રણ લાખ લોકોએ એક સાથે યોગ કર્યા. વિશાખાપટ્ટનમથી જ એક અદ્ભુત દ્રશ્ય સામે આવ્યું, બે હજારથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓએ 108 મિનિટ સુધી 108 સૂર્ય નમસ્કાર કર્યા. વિચારો કે કેટલી શિસ્ત અને સમર્પણ રહ્યું હશે. આપણા નૌકાદળના જહાજો પર પણ, યોગની ભવ્ય ઝલક જોવા મળી. તેલંગાણામાં ત્રણ હજાર દિવ્યાંગ સાથીઓએ સાથે મળીને યોગ શિબિરમાં ભાગ લીધો. તેમણે બતાવ્યું કે યોગ કેવી રીતે સશક્તિકરણનું માધ્યમ પણ છે.

પ્રધાનમંત્રીએ મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે વાત કરી

June 24th, 09:54 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મોરેશિયસ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. નવીનચંદ્ર રામગુલામ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

વિશ્વ આરોગ્ય સભાના 78માં સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 20th, 04:42 pm

આ વર્ષે વિશ્વ આરોગ્ય સભાનો વિષય 'આરોગ્ય માટે એક વિશ્વ' છે. તે વૈશ્વિક આરોગ્ય માટેના ભારતના દ્રષ્ટિકોણ સાથે પડઘો પાડે છે. જ્યારે મેં 2023માં આ સભાને સંબોધિત કરી હતી, ત્યારે મેં 'એક પૃથ્વી, એક આરોગ્ય' વિશે વાત કરી હતી. સ્વસ્થ વિશ્વનું ભવિષ્ય સમાવેશ, સંકલિત દ્રષ્ટિ અને સહયોગ પર આધારિત છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જીનીવામાં વિશ્વ આરોગ્ય સભાના 78માં સત્રને સંબોધન કર્યું

May 20th, 04:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જીનીવામાં વિશ્વ આરોગ્ય સભાના 78માં સત્રને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યું હતું. સભાને સંબોધતા, તેમણે આ વર્ષની થીમ, 'આરોગ્ય માટે એક વિશ્વ' પર પ્રકાશ પાડતા, બધા ઉપસ્થિતોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને ભાર મૂક્યો કે, તે વૈશ્વિક આરોગ્ય માટેના ભારતના દ્રષ્ટિકોણ સાથે સુસંગત છે. તેમણે 2023ની વિશ્વ આરોગ્ય સભામાં પોતાના સંબોધનને યાદ કર્યું હતું, જ્યાં તેમણે 'એક પૃથ્વી, એક આરોગ્ય' વિશે વાત કરી હતી. તેમણે ટિપ્પણી કરી કે સ્વસ્થ વિશ્વનું ભવિષ્ય સમાવેશ, સંકલિત દ્રષ્ટિ અને સહયોગ પર આધારિત છે.