વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં પશ્ચિમ એશિયાના સંકટને દૂર કરવા માટે 140 કરોડ ભારતીયોની એકતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

March 29th, 11:30 am

આ મહિનાના મન કી બાત કાર્યક્રમમાં, વડાપ્રધાન મોદીએ પશ્ચિમ એશિયાના સંઘર્ષ વિશે વાત કરી અને કટોકટીને દૂર કરવા માટે એકતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે નાગરિકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરવા અને ફક્ત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી પર આધાર રાખવાની અપીલ કરી. પ્રધાનમંત્રીએ જ્ઞાન ભારતમ સર્વે, રમતગમત અને તંદુરસ્તી, જળ સંરક્ષણ, મત્સ્યઉદ્યોગ અને સૌર ઉર્જા જેવા મુખ્ય વિષયો પર પણ વાત કરી.

ઓલિમ્પિક મેડલ વિજેતા અને પ્રખ્યાત એથલીટ કર્ણમ મલ્લેશ્વરી પ્રધાનમંત્રીને મળ્યા

April 15th, 09:54 am

ઓલિમ્પિક મેડલ વિજેતા અને પ્રખ્યાત રમતવીર કર્ણમ મલ્લેશ્વરીએ ગઈકાલે યમુનાનગરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. તેમણે યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપવાના તેમના પ્રયાસની પ્રશંસા કરી.

અવિશ્વસનીય ભક્તિ. હરિયાણાનો એક વ્યક્તિ 14 વર્ષથી પીએમ મોદીને મળવાની રાહ જોતા ખુલ્લા પગે ચાલે છે

April 14th, 06:04 pm

આજે યમુનાનગરમાં એક જાહેર સભા દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, હરિયાણાના કૈથલના શ્રી રામપાલ કશ્યપને મળ્યા. ચૌદ વર્ષ પહેલાં, શ્રી કશ્યપે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી વડાપ્રધાન ના બને ત્યાં સુધી તેઓ પગરખાં પહેરશે નહીં અને તેઓ તેમને વ્યક્તિગત રીતે મળ્યા હતા.

હરિયાણાના યમુના નગરમાં વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન/શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 14th, 12:00 pm

હરિયાણાના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ, મનોહર લાલજી, રાવ ઈન્દ્રજીત સિંહજી, કૃષ્ણ પાલજી, હરિયાણા સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો. હરિયાણા કે મેરે ભાઈ-બેહણા ને મોદી કી રામ રામ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરિયાણામાં યમુના નગરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા

April 14th, 11:54 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણામાં યમુના નગરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. હરિયાણાની જનતાને શુભેચ્છા પાઠવતા તેમણે હરિયાણાની પવિત્ર ભૂમિને નમન કરતા તેને મા સરસ્વતીનું ઉદ્દગમ સ્થાન, મંત્ર દેવીનું નિવાસસ્થાન પંચમુખી હનુમાનજીનું સ્થાન અને પવિત્ર કપાલમોચન સાહિબના આશીર્વાદની ભૂમિ તરીકે સ્વીકારી હતી. તેમણે જણાવ્યું હતું કે, હરિયાણા સંસ્કૃતિ, ભક્તિ અને સમર્પણનો સંગમ છે. તેમણે બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ પર તમામ નાગરિકોને હૃદયપૂર્વકની શુભેચ્છાપાઠવી હતી, બાબાસાહેબના વિઝન અને પ્રેરણાને ઉજાગર કરી હતી, જે ભારતની વિકાસ તરફની સફરને સતત માર્ગદર્શન આપતા રહે છે.

આંબેડકર જયંતીના અવસર પર પ્રધાનમંત્રી 14 એપ્રિલનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે

April 12th, 04:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આંબેડકર જયંતીનાં પ્રસંગે 14 એપ્રિલનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે. તેઓ હિસારની યાત્રા કરશે અને સવારે લગભગ 10:15 વાગ્યે તેઓ હિસારથી અયોધ્યા સુધીની વ્યાવસાયિક ફ્લાઇટને લીલી ઝંડી આપશે અને હિસાર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે. તેઓ એક જનસભાને પણ સંબોધિત કરશે.