પ્રધાનમંત્રી 21 ફેબ્રુઆરીએ HCL–Foxconn જોઈન્ટ વેન્ચર પ્રોજેક્ટના ભૂમિપૂજન સમારોહમાં ભાગ લેશે

February 20th, 06:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 ફેબ્રુઆરી, 2026 ના રોજ સાંજે આશરે 5 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા યમુના એક્સપ્રેસ વે ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (YEIDA), ઉત્તર પ્રદેશમાં HCL-Foxconn જોઈન્ટ વેન્ચર પ્રોજેક્ટ - ઈન્ડિયા ચિપ પ્રાઈવેટ લિમિટેડ (India Chip Pvt. Ltd.) ના ભૂમિપૂજન સમારોહમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.