Prime Minister reaffirms commitment to wildlife conservation on World Wildlife Day; shares Sanskrit Subhashitam
March 03rd, 08:56 am
On World Wildlife Day, PM Modi said it is a day to acknowledge everyone working towards wildlife protection and reaffirm our commitment to conservation, sustainable practices and protecting habitats. He added that our scriptures pray for the welfare of all living beings and inspire sensitivity towards wildlife. He also shared a Sanskrit verse highlighting the importance of conserving both tigers and forests.પ્રધાનમંત્રીએ વન્યજીવનના રક્ષણ માટે રાષ્ટ્રની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો
March 03rd, 07:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે તેના વૈવિધ્યસભર વન્યજીવનના રક્ષણ માટે રાષ્ટ્રની પ્રતિબદ્ધતાઓ પર પ્રકાશ પાડ્યો. MyGovIndia દ્વારા X પરની પોસ્ટનો જવાબ આપતા, તેમણે કહ્યું:પ્રધાનમંત્રીએ વન્યજીવન સંરક્ષણ પ્રયાસોની પ્રશંસા કરી
March 03rd, 12:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વન્યજીવન સંરક્ષણમાં રાષ્ટ્રના સમર્પિત પ્રયાસો માટે હૃદયપૂર્વક પ્રશંસા વ્યક્ત કરી. છેલ્લા દાયકામાં વાઘ, દીપડા અને ગેંડાની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે જે દેશની સમૃદ્ધ જૈવવિવિધતાને જાળવવાની ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે.પ્રધાનમંત્રીએ વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે આપણા ગ્રહની અદ્ભુત જૈવવિવિધતાના રક્ષણ અને જાળવણી માટેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
March 03rd, 08:37 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે આપણા ગ્રહની અદ્ભુત જૈવવિવિધતાના રક્ષણ અને જાળવણી માટેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.‘મન કી બાત’ના 119મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ ( 23.02.2025)
February 23rd, 11:30 am
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં આપ સૌનુ સ્વાગત છે. હાલ ચેમ્પિયન્સ ટ્રોફી રમાઇ રહી છે, અને ચારે તરફ ક્રિકેટનું વાતવરણ છે. ક્રિકેટમાં સેન્ચૂરીનો રોમાંચ શું હોય છે એ તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ, પરંતુ આજે હું તમારા બધા સાથે ક્રિકેટ નહિં પણ ભારતે અંતરિક્ષમાં જે શાનદાર સદી નોંધાવી છે, તેની વાત કરવાનો છું. ગયા મહિને દેશ ઇસરોના એકસોમા રોકેટના પ્રક્ષેપણનો સાક્ષી બન્યો છે. આ કેવળ એક આંકડો નથી, પરંતુ તેનાથી અવકાશ વિજ્ઞાનમાં નિત નવી ઉંચાઇઓ હાંસલ કરવાના આપણા સંકલ્પનો પણ ખ્યાલ આપે છે. આપણી અવકાશયાત્રાની શરૂઆત બહુ જ સામાન્ય રીતે થઇ હતી. તેમાં ડગલેને પગલે પડકારો હતા, પરંતુ આપણા વૈજ્ઞાનિકો વિજય મેળવીને આગળ વધતા જ ગયા. સમયની સાથે અંતરિક્ષના આ ઉડ્ડયનમાં આપણી સફળતાઓની યાદી ખૂબ લાંબી થતી ગઇ છે. પ્રક્ષેપણ યાનનું નિર્માણ હોય, ચંદ્રયાનની સફળતા હોય, મંગળયાન હોય, આદિત્ય એલ-1 કે પછી એક જ રોકેટથી એક જ વારમાં એકસો ચાર ઉપગ્રહોને અવકાશમાં મોકલવાનું અભૂતપૂર્વ અભિયાન હોય, ઇસરોની સફળતાનું ક્ષેત્ર ઘણું મોટું રહ્યું છે. ગયા 10 વર્ષોમાં લગભગ 460 ઉપગ્રહો છોડવામાં આવ્યા. અને તેમાં બીજા દેશોના પણ ઘણા બધા ઉપગ્રહો સામેલ છે. તાજેતરના વર્ષોની એક મોટી બાબત એ પણ રહી છે કે, અવકાશ વિજ્ઞાનીઓની આપણી ટીમમાં નારી શક્તિની ભાગીદારી સતત વધી રહી છે. મને આ જોઇને પણ ખૂબ ખુશી થાય છે કે, આજે અવકાશ ક્ષેત્ર આપણા યુવાનો માટે ખૂબ માનીતું બની ગયું છે. થોડા વર્ષો પહેલા સુધી કોઇએ વિચાર્યું હશે કે, આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ અને ખાનગી ક્ષેત્રની અવકાશ કંપનીઓની સંખ્યા સેંકડોમાં પહોંચી જશે ! આપણા જે યુવાનો જીવનમાં કંઇક થ્રીલીંગ અને એકસાઇટીંગ કરવા ઇચ્છે છે, તેમના માટે અવકાશ ક્ષેત્ર એક સૌથી સરસ વિકલ્પ બની રહ્યો છે.પ્રધાનમંત્રીએ વિશ્વ વન્યપ્રાણી દિવસ પર વન્યપ્રાણી ઉત્સાહીઓને શુભેચ્છા પાઠવી
March 03rd, 10:12 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ વન્યજીવ દિવસ પર વન્યજીવ પ્રેમીઓને શુભેચ્છા પાઠવી હતી.પ્રધાનમંત્રી શ્રીએ વિશ્વ વન્યજીવન દિવસ પર વન્યજીવ સંરક્ષણવાદીઓ અને ઉત્સાહીઓને શુભેચ્છા પાઠવી
March 03rd, 06:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે વન્યજીવ સંરક્ષણવાદીઓ અને ઉત્સાહીઓને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સ્વિડનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી સ્ટીફન લફ્વેન વચ્ચે વર્ચ્યુઅલ શિખર મંત્રણા યોજાશે
March 03rd, 09:59 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કિંગડમ ઓફ સ્વિડનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી સ્ટીફન લફ્વેન વચ્ચે 5 માર્ચ 2021ના રોજ વર્ચ્યુઅલ શિખર મંત્રણાનું આયોજન કરવામાં આવશે.