નેસેટમાં પ્રધાનમંત્રીનું સંબોધન

February 25th, 08:20 pm

આ પ્રતિષ્ઠિત ગૃહ સમક્ષ ઊભા રહેવું મારા માટે એક વિશેષાધિકાર અને સન્માનની વાત છે. હું ભારતના પ્રધાનમંત્રી તરીકે અને એક પ્રાચીન સભ્યતાના પ્રતિનિધિ તરીકે બીજી પ્રાચીન સભ્યતાને સંબોધિત કરવા માટે અહીં ઉપસ્થિત થયો છું. હું મારી સાથે 1.4 બિલિયન ભારતીયોની શુભેચ્છાઓ અને મિત્રતા, આદર અને ભાગીદારીનો સંદેશ લાવ્યો છું.

પ્રધાનમંત્રીએ ઇઝરાયેલની સંસદ - નેસેટને સંબોધિત કરી

February 25th, 08:00 pm

નેસેટ ખાતે તેમના આગમન પર, પ્રધાનમંત્રીનું નેસેટના સ્પીકર, મહામહિમ અમીર ઓહાના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ઔપચારિક સન્માન આપવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીના સંબોધન પહેલા ઇઝરાયેલના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી બેન્જામિન નેતન્યાહુ; વિરોધ પક્ષના નેતા, મહામહિમ શ્રી યાયર લેપિડ; અને સ્પીકર ઓહાનાએ પૂર્ણ સત્રમાં વક્તવ્ય આપ્યું હતું, જેમાં ભારત-ઇઝરાયેલ સંબંધો માટે મજબૂત દ્વિપક્ષીય સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું હતું.

અતિશય ગરીબનો વિકાસ એજ શાંતિનું ચિન્હ છે: મન કી બાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી

October 28th, 11:30 am

મન કી બાત દરમ્યાન વડાપ્રધાન મોદીએ સરદાર પટેલના દેશ પ્રત્યેના અમુલ્ય ફાળા વિષે વાત કરી હતી. તેમણે 'સ્ટેચ્યુ ઓફ લિબર્ટી' નો ઉલ્લેખ કર્યો હતો જે એ મહાન નેતાને સાચી અંજલિ હશે. વડાપ્રધાન મોદીએ એશિયન પેરા ગેમ્સ અને સમર ઓલિમ્પિક્સના ખેલાડીઓ સાથેની તેમની મુલાકાતને યાદ કરી હતી. તેમણે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમ્યાન વીરતાથી લડનાર અને પોતાનું સર્વોચ્ચ બલીદાન આપનાર વીર સૈનિકોને પણ યાદ કર્યા હતા.

હાઈફામાં ભારતની યુધ્ધ યાદગારની મુલાકાત લેતા વડાપ્રધાન મોદી અને ઈઝરાયેલી વડાપ્રધાન નેતનયાહુ

July 06th, 02:00 pm

વડાપ્રધાન મોદી અને ઈઝરાયેલી વડાપ્રધાન નેતનયાહુએ હાઈફા, ઇઝરાયેલમાં ભારતીય યુધ્ધ યાદગારની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ જેરુસલેમને આઝાદી અપાવવા માટે પ્રથમ વિશ્વયુધ્ધ દરમિયાન ભારતીય સૈનિકોએ આપેલા બલિદાનને અંજલિ આપી હતી. તેમણે મેજર દલપત સિંઘના સ્મરણમાં મુકાયેલી તક્તીનું પણ અનાવરણ કર્યું હતું.