પ્રધાનમંત્રીએ વર્લ્ડ પેરા-એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં ઐતિહાસિક પ્રદર્શન બદલ ભારતીય ટુકડીને અભિનંદન આપ્યા
October 06th, 04:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં આયોજિત વર્લ્ડ પેરા-એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં ભારતીય પેરા-એથ્લેટ ટુકડીના ઐતિહાસિક પ્રદર્શન બદલ પ્રશંસા કરી. ભારતે આ ઇવેન્ટમાં અત્યાર સુધીની શ્રેષ્ઠ મેડલ ટેલી નોંધાવી, જેમાં 6 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે, જે દેશની પેરા-સ્પોર્ટ્સ સફરમાં એક નવા સીમાચિહ્નરૂપ છે. શ્રી મોદીએ ભારત દ્વારા પ્રથમ વખત આ પ્રતિષ્ઠિત વૈશ્વિક ઇવેન્ટનું આયોજન કરવા બદલ ગર્વ પણ વ્યક્ત કર્યો.