'વિકસિત ભારત'નો સંકલ્પ ચોક્કસ પૂર્ણ થશે: મન કી બાતમાં પીએમ મોદી
December 28th, 11:30 am
વર્ષના છેલ્લા 'મન કી બાત' એપિસોડમાં પીએમ મોદીએ કહ્યું હતું કે 2025માં ભારતે રાષ્ટ્રીય સુરક્ષા, રમતગમત, સાયન્સ લેબ અને ગ્લોબલ પ્લેટફોર્મ પર પોતાની છાપ છોડી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે 2026માં દેશ નવા સંકલ્પો સાથે આગળ વધવા માટે તૈયાર છે. પીએમએ ડેવલપ્ડ ઈન્ડિયા યંગ લીડર્સ ડાયલોગ, ક્વિઝ કોમ્પિટિશન, સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2025 અને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ જેવી યુવા-કેન્દ્રિત પહેલો પર પણ ભાર મૂક્યો હતો.પ્રધાનમંત્રીએ દિલ્હીમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025નું સ્વાગત કર્યું
September 27th, 06:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ રમતવીરો અને પ્રતિનિધિઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું કારણ કે ભારત આજથી નવી દિલ્હીમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025નું ગર્વથી આયોજન કરી રહ્યું છે.બંધારણ અને લોકશાહી પ્રણાલીમાં અતૂટ વિશ્વાસની પુનઃ પુષ્ટિ કરવા બદલ દેશવાસીઓનો આભારઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
June 30th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.