પ્રધાનમંત્રીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ સુરતમાં વૃક્ષારોપણ કર્યું
June 05th, 10:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે 'એક પેડ મા કે નામ' (Ek Ped Maa Ke Naam) અભિયાન હેઠળ સુરતમાં એક છોડ રોપ્યો હતો.દમણ, ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ/લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીજીના સંબોધનનો મૂળપાઠ
June 05th, 07:20 pm
તમે જેમ અહીં એકઠા થયા છો, તેવી જ રીતે લક્ષદ્વીપમાં પણ બહુ મોટી સંખ્યામાં લોકો વીડિયોના માધ્યમથી અમારી સાથે જોડાયેલા છે, કારણ કે આજે લક્ષદ્વીપના વિકાસની પણ એક નવી શરૂઆત, એક નવો પ્રકલ્પ, જે આખા લક્ષદ્વીપના જીવનમાં એક ક્રાંતિકારી કામ કરવાનો છે, તેના માટે પણ કેટલીક યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દમણમાં આશરે ₹2,970 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો
June 05th, 07:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દમણમાં આશરે ₹2,970 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો હતો. સ્થાનિક નેતાઓ અને નાગરિકોના મેળાવડાને સંબોધતા, પ્રધાનમંત્રીએ જનમેદનીની ભારે ઉપસ્થિતિ બદલ ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમની અગાઉની મુલાકાતને યાદ કરતા તેમણે નોંધ્યું કે કેવી રીતે તેમનું અગાઉનું અવલોકન વાસ્તવિકતામાં બદલાઈ ગયું છે, અને આ પ્રદેશ હવે દેશના વિવિધ અને જીવંત સારનું ગૌરવપૂર્વક પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, “દમણ મિની ઈન્ડિયાનું એક જીવંત ઉદાહરણ બની ગયું છે, જ્યાં વિવિધ પ્રદેશોના લોકોનું નિવાસસ્થાન સમગ્ર દેશની સુંદર ઝલક પૂરી પાડે છે.”ગુજરાતના સુરતમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીજીના સંબોધનનો મૂળપાઠ
June 05th, 04:30 pm
મારી વાત શરૂ કરું તે પહેલાં, થોડા દિવસ પહેલાં જ મારા અનન્ય સાથી, જેમની સાથે મેં વર્ષો સુધી કામ કર્યું અને જીવનની અંતિમ ક્ષણ સુધી જે કાર્યરત રહ્યા, એવા કનુભાઈ માવાણીની વિદાય, આદર પૂર્વક હું તેમને શ્રદ્ધાંજલિ અર્પું છું. એક સાથી ગુમાવવાનું દર્દ સ્વાભાવિક છે, પરંતુ આજે સુરતની ધરતી પર આવ્યો છું ત્યારે, તેમના પુણ્ય સ્મરણ સાથે મારી વાત આગળ વધારું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરત, ગુજરાતમાં ₹18,800 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો
June 05th, 04:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુરત, ગુજરાતમાં કેટલાક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. એક વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ગુજરાતના લોકોનો તેમના અડગ સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી, હું પહેલીવાર સુરતની મુલાકાતે આવ્યો છું. સુરતની ધરતી પરથી હું સમગ્ર ગુજરાતની જનતાને પ્રણામ કરું છું અને અભિનંદન પાઠવું છું, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.પ્રધાનમંત્રીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર સૌને શુભેચ્છાઓ પાઠવી
June 05th, 09:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી તમામ લોકોની પ્રશંસા કરીને સૌને પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.'મન કી બાત'ના 123મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (29.06.2025)
June 29th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં આપ સૌનું સ્વાગત છે, અભિનંદન છે. આપ સૌ આ સમયે યોગની ઉર્જા અને 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની સ્મૃતિઓથી ભરેલા હશો. આ વખતે પણ 21 જૂનના દિવસે દેશ અને દુનિયાના કરોડો લોકોએ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'માં ભાગ લીધો. તમને યાદ છે, આજથી દસ વર્ષ પહેલા તેની શરૂઆત થઈ હતી. હવે દસ વર્ષમાં આ સિલસિલો દર વર્ષે વધુને વધુ ભવ્ય બની રહ્યો છે. આ એનો પણ સંકેત આપે છે કે વધુને વધુ લોકો તેમના રોજિંદા જીવનમાં યોગ અપનાવી રહ્યા છે. આ વખતે આપણે 'યોગ દિવસ'ની ઘણી આકર્ષક તસવીરો જોઈ છે. વિશાખાપટ્ટનમના દરિયા કિનારે ત્રણ લાખ લોકોએ એક સાથે યોગ કર્યા. વિશાખાપટ્ટનમથી જ એક અદ્ભુત દ્રશ્ય સામે આવ્યું, બે હજારથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓએ 108 મિનિટ સુધી 108 સૂર્ય નમસ્કાર કર્યા. વિચારો કે કેટલી શિસ્ત અને સમર્પણ રહ્યું હશે. આપણા નૌકાદળના જહાજો પર પણ, યોગની ભવ્ય ઝલક જોવા મળી. તેલંગાણામાં ત્રણ હજાર દિવ્યાંગ સાથીઓએ સાથે મળીને યોગ શિબિરમાં ભાગ લીધો. તેમણે બતાવ્યું કે યોગ કેવી રીતે સશક્તિકરણનું માધ્યમ પણ છે.પ્રધાનમંત્રીએ દિલ્હીના ભગવાન મહાવીર વનસ્થલી પાર્કમાં એક છોડ રોપ્યો, એક પેડ મા કે નામ પહેલને પ્રોત્સાહન આપ્યું અને અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ દ્વારા અરવલ્લી પર્વતમાળાને ફરી વનીકરણ કરવાનો સંકલ્પ લીધો
June 05th, 01:33 pm
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ભગવાન મહાવીર વનસ્થલી પાર્કમાં વૃક્ષારોપણ ઝુંબેશમાં ભાગ લીધો અને એક પેડ મા કે નામ પહેલને પ્રોત્સાહન આપ્યું હતું.સ્વચ્છ અને હરિયાળી શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રીએ દિલ્હીમાં ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી
June 05th, 12:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સતત વિકાસ અને સ્વચ્છ શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવાના હેતુથી દિલ્હી સરકારની પહેલના ભાગ રૂપે ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી.પ્રધાનમંત્રીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને સિંદૂરનો છોડ વાવ્યો
June 05th, 11:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને સિંદૂરનો છોડ વાવ્યો છે. આ છોડ તેમને ગુજરાતના કચ્છની બહાદુર માતાઓ અને બહેનોએ ભેટમાં આપ્યો હતો. જેમણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન અસાધારણ હિંમત અને દેશભક્તિ દર્શાવી હતી.પ્રધાનમંત્રીએ નાગરિકોને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવા હાકલ કરી
June 05th, 09:07 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત કરવા હાકલ કરી છે અને પર્યાવરણને હરિયાળું અને વધુ સારું બનાવવા માટે પાયાના સ્તરે કામ કરનારાઓના મૂલ્યવાન યોગદાનનો સ્વીકાર કર્યો છે.વિશ્વ પર્યાવરણ દિવસ પર, પ્રધાનમંત્રી એક પેડ મા કે નામ પહેલ હેઠળ ખાસ વૃક્ષારોપણ ઝુંબેશનું નેતૃત્વ કરશે
June 04th, 01:20 pm
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 જૂન, 2025ના રોજ સવારે 10:15 વાગ્યે નવી દિલ્હીના ભગવાન મહાવીર વનસ્થલી પાર્ક ખાતે એક ખાસ વૃક્ષારોપણ પહેલનું નેતૃત્વ કરશે, જે પર્યાવરણીય દેખરેખ અને ગ્રીન મોબિલિટી પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરશે.બંધારણ અને લોકશાહી પ્રણાલીમાં અતૂટ વિશ્વાસની પુનઃ પુષ્ટિ કરવા બદલ દેશવાસીઓનો આભારઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
June 30th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.જી-7 સમિટના આઉટરીચ સત્રમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
June 14th, 09:54 pm
સૌ પ્રથમ, હું આ સમિટમાં આમંત્રણ આપવા બદલ અને અમને આપવામાં આવેલ ઉષ્માભર્યા આતિથ્ય માટે પ્રધાનમંત્રી મેલોનીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું. હું ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જી-7 સમિટનું આ આયોજન વિશેષ પણ છે અને ઐતિહાસિક પણ છે. આ જૂથની 50મી વર્ષગાંઠ નિમિત્તે જી-7ના તમામ સહકાર્યકરોને હાર્દિક અભિનંદન.પ્રધાનમંત્રીએ જી-7 સમિટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એનર્જી, આફ્રિકા અને ભૂમધ્ય સમુદ્ર પરના આઉટરીચ સત્રમાં ભાગ લીધો
June 14th, 09:41 pm
પ્રધાનમંત્રીએ કહ્યું કે માનવજાતના ઈતિહાસમાં સૌથી મોટી લોકતાંત્રિક કવાયતમાં તેમની પુનઃચૂંટણી બાદ સમિટમાં ભાગ લેવો એ તેમના માટે ખૂબ જ સંતોષની વાત છે. તેમણે વ્યક્ત કર્યું કે ટેક્નોલોજીને સફળ બનાવવા માટે તેને માનવ-કેન્દ્રિત અભિગમ દ્વારા આધારીત કરવાની જરૂર છે. આ સંદર્ભમાં, તેમણે જાહેર સેવા વિતરણ માટે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં ભારતની સફળતા શેર કરી.પ્રધાનમંત્રીએ 'એક પેડ મા કે નામ' અભિયાનનો શુભારંભ કર્યો
June 05th, 02:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 'એક પેડ મા કે નામ' અભિયાનનો શુભારંભ કર્યો છે. શ્રી મોદીએ દિલ્હીના બુદ્ધ જયંતિ પાર્કમાં પીપળાનું વૃક્ષ વાવ્યું હતું. તેમણે તમામ લોકોને આપણી પૃથ્વીને ઉત્કૃષ્ટ બનાવવામાં યોગદાન આપવા માટેનો આગ્રહ કર્યો અને જણાવ્યું કે છેલ્લા એક દશકામાં ભારતે અસંખ્ય સામૂહિક પ્રયાસો હાથ ધર્યા છે જેના કારણે સમગ્ર દેશમાં વન ક્ષેત્રમાં વધારો થયો છે. શ્રી મોદીએ વધુમાં જણાવ્યું કે આ સતત વિકાસ તરફની અમારા પ્રયાસો માટે આ ઘણું જ યોગ્ય છે.વિશ્વ પર્યાવરણ દિવસ 2023 નિમિત્તે પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ
June 05th, 03:00 pm
આ ચેતના માત્ર દેશ પુરતી સીમિત નથી પરંતુ સમગ્ર વિશ્વમાં ભારતની આ પહેલને લઈને સમર્થન વધી રહ્યું છે. ગયા વર્ષે પર્યાવરણ દિવસ પર, મેં વિશ્વ સમુદાયને બીજી વિનંતી કરી હતી. વિનંતી વ્યક્તિઓ અને સમુદાયોમાં આબોહવાને અનુકૂળ વર્તન પરિવર્તન લાવવા માટે નવીન ઉકેલો શેર કરવાની હતી.એવા ઉકેલો જે માપી શકાય, માપી શકાય તેવા ઉકેલો. તે ખૂબ જ આનંદની વાત છે કે વિશ્વના લગભગ 70 દેશોના હજારો સહકર્મીઓએ તેમના વિચારો રજૂ કર્યા. તેમાં વિદ્યાર્થીઓ, સંશોધકો, વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો, વ્યાવસાયિકો, એનજીઓ અને સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. આમાંના કેટલાક પ્રતિષ્ઠિત સાથીદારોના વિચારોને પણ થોડા સમય પહેલા પુરસ્કૃત કરવામાં આવ્યા છે. હું તમામ એવોર્ડ વિજેતાઓને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ વિશ્વ પર્યાવરણ દિવસનાં પ્રસંગે આયોજિત બેઠકને વીડિયો સંદેશ મારફતે સંબોધન કર્યું
June 05th, 02:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસના પ્રસંગે આયોજિત એક બેઠકમાં વીડિયો સંદેશ આપ્યો હતો અને સંબોધન કર્યું હતું.જર્મનીમાં G7 સમિટમાં 'સ્ટ્રોંગર ટુગેધર: એડ્રેસિંગ ફૂડ સિક્યુરિટી એન્ડ એડવાન્સિંગ જેન્ડર ઇક્વાલિટી' પરના સત્રમાં પ્રધાનમંત્રીની ટિપ્પણીનો અંગ્રેજી અનુવાદ
June 27th, 11:59 pm
અમે વૈશ્વિક તણાવના વાતાવરણ વચ્ચે મળી રહ્યા છીએ. ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિમાં પણ અમે વાતચીત અને કૂટનીતિના માર્ગ માટે સતત વિનંતી કરી છે. આ ભૌગોલિક રાજકીય તણાવની અસર માત્ર યુરોપ સુધી મર્યાદિત નથી. ઊર્જા અને અનાજની વધતી કિંમતો તમામ દેશોને અસર કરી રહી છે. વિકાસશીલ દેશોની ઊર્જા અને સુરક્ષા ખાસ કરીને જોખમમાં છે. આ પડકારજનક સમયમાં ભારતે જરૂરિયાતમંદ ઘણા દેશોને અનાજ પૂરું પાડ્યું છે. અમે છેલ્લા કેટલાક મહિનામાં અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સહાય તરીકે લગભગ 35,000 ટન ઘઉં મોકલ્યા છે. અને ત્યાં ભારે ધરતીકંપ પછી પણ ભારત રાહત સામગ્રી પહોંચાડનાર પ્રથમ દેશ હતો. અમે અમારા પાડોશી શ્રીલંકાને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ મદદ કરી રહ્યા છીએ.જર્મનીમાં G7 શિખર સંમેલનમાં ‘બહેતર ભવિષ્યમાં રોકાણ: આબોહવા, ઊર્જા, આરોગ્ય’ પર યોજાયેલા સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 27th, 07:47 pm
જર્મનીમાં G7 શિખર સંમેલનમાં ‘બહેતર ભવિષ્યમાં રોકાણ: આબોહવા, ઊર્જા, આરોગ્ય’ પર યોજાયેલા સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ