ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસ પર પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

January 14th, 10:45 am

કેન્દ્રીય મંત્રી પરિષદમાં મારા સાથી, ડૉ. જીતેન્દ્ર સિંહજી, WMO સેક્રેટરી જનરલ પ્રોફેસર સેલેસ્ટે સાઉલોજી, વિદેશથી આવેલા આપણા મહેમાનો, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ ડૉ. એમ. રવિચંદ્રનજી, IMD ડાયરેક્ટર જનરલ ડૉ. મૃત્યુંજય મહાપાત્રાજી, અને અન્ય મહાનુભાવો, બધા વૈજ્ઞાનિકો અને વિવિધ વિભાગો અને સંસ્થાઓના અધિકારીઓ, દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય હવામાન વિભાગના 150માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કર્યું

January 14th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના 150માં સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, આઇએમડીનાં 150 વર્ષ માત્ર વિભાગની સફરનું જ પ્રતિનિધિત્વ નથી કરતાં, પણ ભારતમાં આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીની ગૌરવવંતી સફરનું પણ પ્રતિનિધિત્વ કરે છે. તેમણે પ્રશંસા કરી કે આઇએમડીએ આ દોઢ સદીઓમાં લાખો ભારતીયોની સેવા કરી છે અને તે ભારતની વૈજ્ઞાનિક પ્રગતિનું પ્રતીક બની ગયું છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આઇએમડીની ઉપલબ્ધિઓ વિશે આજે એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, વર્ષ 2047માં આઇએમડીનાં ભવિષ્યની રૂપરેખા આપતો વિઝન ડોક્યુમેન્ટ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ભારત આઝાદીનાં 100 વર્ષની ઉજવણી કરશે. તેમણે આઇએમડીનાં 150 વર્ષનાં આ મહત્ત્વપૂર્ણ પ્રસંગે નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રી 14 જાન્યુઆરીએ ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે

January 13th, 11:14 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 જાન્યુઆરીના રોજ સવારે 10:30 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ જનસભાને પણ સંબોધિત કરશે.

જમ્મુ અને કાશ્મીરના દ્રાસ ખાતે કારગિલ વિજય દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 26th, 09:30 am

લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બી.ડી. મિશ્રા જી, કેન્દ્રીય મંત્રી સંજય સેઠ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાઓના ચીફ ઓફ આર્મી સ્ટાફ, કારગીલ યુદ્ધ દરમિયાન આર્મી ચીફ રહેલા જનરલ વીપી મલિક જી, ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ પાંડે જી, વીરતા પુરસ્કાર પ્રાપ્ત સેવા આપતા અને નિવૃત્ત સૈનિકો, કારગિલ યુદ્ધના બહાદુર યોદ્ધાઓની માતાઓ, બહાદુર મહિલાઓ અને તેમના તમામ પરિવારો,

પ્રધાનમંત્રીએ કારગિલ વિજય દિવસ પર શ્રદ્ધાંજલિ આપી અને લદ્દાખમાં શ્રદ્ધાંજલિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

July 26th, 09:20 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લદ્દાખમાં 25માં કારગિલ વિજય દિવસનાં પ્રસંગે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે શ્રદ્ધાંજલિ સમરોહમાં પણ હાજરી આપી હતી. પ્રધાનમંત્રીએ ગૌરવ ગાથા સાંભળીઃ એનસીઓ દ્વારા કારગિલ યુદ્ધ પરની સંક્ષિપ્ત જાણકારી આપવામાં આવી તથા અમર સ્મારક: હટ ઓફ રિમેમ્બરન્સની મુલાકાત લીધી હતી. તેમણે વીર ભૂમિની પણ મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રીએ PSLV C52 મિશનના સફળ પ્રક્ષેપણ પર ભારતીય અવકાશ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા

February 14th, 10:39 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ PSLV C52 મિશનના સફળ પ્રક્ષેપણ પર ભારતીય અવકાશ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે.