'વંદે માતરમ' ની ભાવના ભારતની શાશ્વત ચેતના સાથે જોડાયેલી છે: મન કી બાતમાં પ્રધાનમંત્રી મોદી
October 26th, 11:30 am
આ મહિનાની મન કી બાત સંબોધનમાં, પ્રધાનમંત્રી મોદીએ 31 ઓક્ટોબરે સરદાર પટેલને તેમની 150મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે છઠ પૂજા ઉત્સવ, પર્યાવરણીય સંરક્ષણ, ભારતીય શ્વાનની જાતિઓ, ભારતીય કોફી, આદિવાસી સમુદાયના નેતાઓ અને સંસ્કૃત ભાષાના મહત્વ જેવા રસપ્રદ વિષયો પર પણ વાત કરી. પ્રધાનમંત્રીએ 'વંદે માતરમ' ગીતના 150મા વર્ષનો ખાસ ઉલ્લેખ કર્યો.UER-II અને દ્વારકા એક્સપ્રેસવેના દિલ્હી સેક્શનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
August 17th, 12:45 pm
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી, નીતિન ગડકરીજી, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીજી, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાજી, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાજી, કેન્દ્રમાં મંત્રી પરિષદમાં મારા સાથી, અજય ટમટાજી, હર્ષ મલ્હોત્રાજી, દિલ્હી અને હરિયાણાના સાંસદો, હાજર મંત્રીઓ, અન્ય જનપ્રતિનિધિઓ અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રૂ. 11000 કરોડના બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું
August 17th, 12:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના રોહિણી ખાતે લગભગ રૂ. 11000 કરોડના બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ આ સ્થાનના મહત્વ પર ટિપ્પણી કરતા કહ્યું કે એક્સપ્રેસવેનું નામ દ્વારકા છે અને આ કાર્યક્રમ રોહિણી ખાતે યોજાઈ રહ્યો છે. તેમણે જન્માષ્ટમીની ઉત્સવની ભાવના પર પ્રકાશ પાડ્યો અને એ સંયોગની નોંધ લીધી કે તેઓ પોતે દ્વારકાધીશની ભૂમિથી આવે છે. પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું કે સમગ્ર વાતાવરણ ભગવાન કૃષ્ણના સારથી ભરેલું છે.પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં સાંસદો માટે નવા બનેલા ફ્લેટનું ઉદ્ઘાટન કરશે
August 10th, 10:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 ઓગસ્ટ 2025ના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીના બાબા ખારક સિંહ માર્ગ પર સાંસદો માટે 184 નવા બાંધવામાં આવેલા ટાઇપ-VII બહુમાળી ફ્લેટનું ઉદ્ઘાટન કરશે.નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે કર્તવ્ય ભવન ઉદ્ઘાટન કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 06th, 07:00 pm
ઓગસ્ટ ક્રાંતિનો મહિનો છે, અને 15 ઓગસ્ટ પહેલાના આ ઐતિહાસિક પ્રસંગે, આપણે આધુનિક ભારતના નિર્માણ સાથે સંબંધિત એક પછી એક સિદ્ધિઓ જોઈ રહ્યા છીએ. અહીં રાજધાની દિલ્હીમાં જ, કર્તવ્ય પથ, દેશનું નવું સંસદ ભવન, નવું સંરક્ષણ ગૃહ, ભારત મંડપમ, યશોભૂમિ, શહીદોને સમર્પિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, નેતાજી સુભાષ બાબુની પ્રતિમા અને હવે આ કર્તવ્ય ભવન. આ ફક્ત કેટલીક નવી ઇમારતો અને સામાન્ય માળખાગત સુવિધાઓ નથી, અમૃતકાલમાં, વિકસિત ભારતની નીતિઓ આ ઇમારતોમાં લેવામાં આવશે, વિકસિત ભારત માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે, આગામી દાયકાઓમાં રાષ્ટ્રની દિશા અહીંથી નક્કી કરવામાં આવશે. હું આપ સૌને અને બધા દેશવાસીઓને કર્તવ્ય ભવન પર અભિનંદન આપું છું. આજે આ મંચ પરથી તેના નિર્માણમાં સામેલ તમામ ઇજનેરો અને શ્રમિકોનો પણ આભાર માનું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે કર્તવ્ય ભવન ઉદ્ઘાટન કાર્યક્રમને સંબોધિત કર્યો
August 06th, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે કર્તવ્ય ભવન-3ના ઉદ્ઘાટન કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા, તેમણે ટિપ્પણી કરી હતી કે ઓગસ્ટ, ક્રાંતિનો મહિનો, 15 ઓગસ્ટ પહેલા વધુ એક ઐતિહાસિક સીમાચિહ્ન લઈને આવ્યો છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે ભારત એક પછી એક, આધુનિક ભારતના નિર્માણ સાથે સંકળાયેલી મુખ્ય સિદ્ધિઓનું સાક્ષી બની રહ્યું છે. નવી દિલ્હીનો ઉલ્લેખ કરતા, શ્રી મોદીએ તાજેતરના માળખાકીય સીમાચિહ્નોની યાદી આપી હતી: કર્તવ્ય પથ, નવી સંસદ ભવન, નવું સંરક્ષણ કાર્યાલય સંકુલ, ભારત મંડપમ, યશોભૂમિ, શહીદોને સમર્પિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, અને નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા અને હવે કર્તવ્ય ભવન. આ ફક્ત નવી ઇમારતો કે નિયમિત માળખાગત સુવિધાઓ નથી તેના પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અમૃત કાળમાં, વિકસિત ભારતને આકાર આપતી નીતિઓ આ જ માળખાઓમાં ઘડવામાં આવશે, અને આગામી દાયકાઓમાં, રાષ્ટ્રનો માર્ગ આ સંસ્થાઓમાંથી નક્કી કરવામાં આવશે. તેમણે કર્તવ્ય ભવનના ઉદ્ઘાટન પર તમામ નાગરિકોને અભિનંદન પાઠવ્યા અને તેના નિર્માણમાં સામેલ ઇજનેરો અને શ્રમજીવીઓનો પણ આભાર માન્યો.2047 માં વિકસિત ભારતનો માર્ગ આત્મનિર્ભરતામાંથી પસાર થાય છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
July 27th, 11:30 am
'મન કી બાત'માં ફરી એક વાર વાત થશે દેશની સફળતાઓની, દેશવાસીઓની ઉપલબ્ધિઓની. છેલ્લાં કેટલાંક સપ્તાહમાં, સ્પૉર્ટ્સ હોય, સાયન્સ હોય કે સંસ્કૃતિ, ઘણું બધું એવું થયું જેના પર દરેક ભારતવાસીને ગર્વ છે. હમણાં જ શુભાંશુ શુક્લના અંતરિક્ષથી પુનરાગમન અંગે દેશમાં ઘણી ચર્ચા થઈ. જેવા શુભાંશુ ધરતી પર સુરક્ષિત ઉતર્યા, લોકો ઊછળી પડ્યા, પ્રત્યેકના મનમાં ખુશીની લહેર દોડી ગઈ. આખો દેશ ગર્વથી છલોછલ થઈ ગયો. મને યાદ છે, જ્યારે ઑગસ્ટ 2023માં ચંદ્રયાન-3નું સફળ ઉતરાણ થયું હતું ત્યારે દેશમાં એક નવું વાતાવરણ બન્યું હતું. સાયન્સ માટે, સ્પેસ માટે બાળકોમાં એક નવી જિજ્ઞાસા પણ જાગી. હવે નાનાં-નાનાં બાળકો પણ કહે છે, અમે પણ સ્પેસમાં જઈશું, અમે પણ ચંદ્ર પર ઉતરીશું- સ્પેસ સાયન્ટિસ્ટ બનીશું.'મન કી બાત'ના 123મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (29.06.2025)
June 29th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં આપ સૌનું સ્વાગત છે, અભિનંદન છે. આપ સૌ આ સમયે યોગની ઉર્જા અને 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની સ્મૃતિઓથી ભરેલા હશો. આ વખતે પણ 21 જૂનના દિવસે દેશ અને દુનિયાના કરોડો લોકોએ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'માં ભાગ લીધો. તમને યાદ છે, આજથી દસ વર્ષ પહેલા તેની શરૂઆત થઈ હતી. હવે દસ વર્ષમાં આ સિલસિલો દર વર્ષે વધુને વધુ ભવ્ય બની રહ્યો છે. આ એનો પણ સંકેત આપે છે કે વધુને વધુ લોકો તેમના રોજિંદા જીવનમાં યોગ અપનાવી રહ્યા છે. આ વખતે આપણે 'યોગ દિવસ'ની ઘણી આકર્ષક તસવીરો જોઈ છે. વિશાખાપટ્ટનમના દરિયા કિનારે ત્રણ લાખ લોકોએ એક સાથે યોગ કર્યા. વિશાખાપટ્ટનમથી જ એક અદ્ભુત દ્રશ્ય સામે આવ્યું, બે હજારથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓએ 108 મિનિટ સુધી 108 સૂર્ય નમસ્કાર કર્યા. વિચારો કે કેટલી શિસ્ત અને સમર્પણ રહ્યું હશે. આપણા નૌકાદળના જહાજો પર પણ, યોગની ભવ્ય ઝલક જોવા મળી. તેલંગાણામાં ત્રણ હજાર દિવ્યાંગ સાથીઓએ સાથે મળીને યોગ શિબિરમાં ભાગ લીધો. તેમણે બતાવ્યું કે યોગ કેવી રીતે સશક્તિકરણનું માધ્યમ પણ છે.મન કી બાત – (122મી કડી) પ્રસારણ તારીખ-25-05-2025
May 25th, 11:30 am
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે પૂરો દેશ આતંકવાદ વિરૂદ્ધ એક જૂથ છે, આક્રોશથી ભરેલો છે, સંકલ્પબદ્ધ છે, આજે દરેક ભારતીયનો એ જ સંકલ્પ છે કે, આપણે આતંકવાદનો ખાતમો બોલાવવાનો જ છે. સાથીઓ, ઓપરેશન સિંદૂર વખતે આપણી સેનાએ જે પરાક્રમ બતાવ્યું છે, તેનાથી દરેક હિંદુસ્તાનીનું માથું ઉંચું કરી દીધું છે. જે ચોકસાઇની સાથે, જે સટિકતાથી આપણી સેનાઓએ સરહદની પેલે પારના આતંકવાદી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યા છે. તે અદભૂત છે. ઓપરેશન સિંદૂરે દુનિયાભરમાં આતંક વિરૂદ્ધની લડાઇને નવો વિશ્વાસ અને ઉત્સાહ આપ્યા છે.17માં સિવિલ સર્વિસીસ દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 21st, 11:30 am
આપ સૌને સિવિલ સર્વિસ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! આ વર્ષનો સિવિલ સર્વિસીસ ડે ઘણા કારણોસર ખાસ છે. આ વર્ષે આપણે આપણા બંધારણના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ અને તે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પણ છે. 21 એપ્રિલ 1947ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલે તમને બધાને ભારતના સ્ટીલ ફ્રેમ કહ્યા. તેમણે સ્વતંત્ર ભારતના અમલદારશાહી માટે નવી મર્યાદાઓ નક્કી કરી હતી. એક સિવિલ સેવક જે રાષ્ટ્રની સેવાને પોતાનું શ્રેષ્ઠ કર્તવ્ય માને છે. જે લોકશાહી રીતે વહીવટ ચલાવે છે. જે પ્રામાણિકતા, શિસ્ત અને સમર્પણથી ભરપૂર છે. જે દેશના ધ્યેયો માટે દિવસ-રાત મહેનત કરે છે. આજે, જ્યારે આપણે વિકસિત ભારત બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના આ શબ્દો વધુ સુસંગત બની જાય છે. આજે હું સરદાર સાહેબના વિઝનને સલામ કરું છું અને તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17માં સિવિલ સર્વિસીસ દિવસને સંબોધિત કર્યો
April 21st, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 17માં સનદી સેવા દિવસનાં પ્રસંગે સનદી અધિકારીઓને સંબોધન કર્યું હતું. તેમણે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો પણ એનાયત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ દરેકને સિવિલ સર્વિસીસ ડેના પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા અને આ વર્ષની ઉજવણીના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. કારણ કે આ વર્ષે બંધારણની 75મી જન્મજયંતિ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ છે. 21 એપ્રિલ, 1947ના રોજ સરદાર પટેલના ઐતિહાસિક નિવેદન, જેમાં તેમણે સનદી અધિકારીઓને 'સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા' તરીકે ઓળખાવ્યા હતા ને યાદ કરતા શ્રી મોદીએ પટેલના નોકરશાહીના દ્રષ્ટિકોણ પર ભાર મૂક્યો હતો. જે શિસ્ત, પ્રામાણિકતા અને લોકશાહી મૂલ્યોને જાળવી રાખે છે અને સંપૂર્ણ સમર્પણ સાથે રાષ્ટ્રની સેવા કરે છે. તેમણે ભારતના વિકસિત ભારત બનવાના સંકલ્પના સંદર્ભમાં સરદાર પટેલના આદર્શોની પ્રાસંગિકતા પર ભાર મૂક્યો હતો તથા સરદાર પટેલના વિઝન અને વારસાને હૃદયપૂર્વક અંજલિ અર્પણ કરી હતી.આંબેડકર જયંતીના અવસર પર પ્રધાનમંત્રી 14 એપ્રિલનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે
April 12th, 04:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આંબેડકર જયંતીનાં પ્રસંગે 14 એપ્રિલનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે. તેઓ હિસારની યાત્રા કરશે અને સવારે લગભગ 10:15 વાગ્યે તેઓ હિસારથી અયોધ્યા સુધીની વ્યાવસાયિક ફ્લાઇટને લીલી ઝંડી આપશે અને હિસાર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે. તેઓ એક જનસભાને પણ સંબોધિત કરશે.'મન કી બાત'ના 120મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (30.03.2025)
March 30th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે ખૂબ જ પાવન દિવસ પર મને તમારી સાથે 'મન કી બાત' કરવાનો અવસર મળ્યો છે. આજે ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આજથી ભારતીય નવ વર્ષનો પણ આરંભ થઈ રહ્યો છે. આ વખતે વિક્રમ સંવત 2082 શરૂ થઈ રહ્યું છે. આ સમયે મારી સામે તમારા ઘણા બધા પત્રો રખાયા છે. કોઈ બિહારથી છે, કોઈ બંગાળથી, કોઈ તમિલનાડુથી, કોઈ ગુજરાતથી છે. તેમાં ઘણી રોચક રીતે લોકોએ પોતાના મનની વાતો લખીને મોકલી છે. ઘણા બધા પત્રોમાં શુભકામનાઓ પણ છે, અભિનંદનના સંદેશ પણ છે. પરંતુ આજે મારું મન કહે છે કે કેટલાક સંદેશાઓ તમને સંભળાવું :-ચૂંટણી પંચે સમયાંતરે આપણી મતદાન પ્રક્રિયાને મજબૂત બનાવી છે: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી
January 19th, 11:30 am
In the 118th episode of Mann Ki Baat, PM Modi reflected on key milestones, including the upcoming 75th Republic Day celebrations and the significance of India’s Constitution in shaping the nation’s democracy. He highlighted India’s achievements and advancements in space sector like satellite docking. He spoke about the Maha Kumbh in Prayagraj and paid tributes to Netaji Subhas Chandra Bose.પ્રયાગરાજમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓના ઉદ્ઘાટન અને લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
December 13th, 02:10 pm
હું પ્રયાગરાજમાં સંગમની આ પવિત્ર ભૂમિને શ્રદ્ધાપૂર્વક નમન કરૂં છું. મહા કુંભમાં ભાગ લેનાર તમામ સંતો અને ઋષિઓને પણ હું વંદન કરું છું. હું ખાસ કરીને કર્મચારીઓ, મજૂરો અને સફાઈ કામદારોને અભિનંદન આપું છું જેઓ મહા કુંભને સફળ બનાવવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે. વિશ્વમાં આટલો મોટો પ્રસંગ, દરરોજ લાખો શ્રદ્ધાળુઓનું સ્વાગત અને સેવા કરવાની તૈયારીઓ, સતત 45 દિવસ સુધી ચાલતો મહાયજ્ઞ, એક નવા શહેરની સ્થાપનાનું ભવ્ય અભિયાન, પ્રયાગરાજની આ ધરતી પર એક નવો ઈતિહાસ રચાઈ રહ્યો છે. આવતા વર્ષે મહા કુંભનું આયોજન દેશની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખને નવા શિખરે સ્થાપિત કરશે. અને હું આ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કહું છું, હું આ ખૂબ જ આદર સાથે કહું છું, જો મારે આ મહાકુંભનું એક વાક્યમાં વર્ણન કરવું હોય તો હું કહીશ કે આ એકતાનો આટલો મોટો યજ્ઞ હશે, જેની સમગ્ર વિશ્વમાં ચર્ચા થશે. આ પ્રસંગની ભવ્ય અને દિવ્ય સફળતા માટે હું તમને શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં આશરે રૂ. 5500 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શુભારંભ કર્યો
December 13th, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં આશરે રૂ. 5500 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શુભારંભ કર્યો હતો. જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ સંગમની પાવન ભૂમિ પ્રયાગરાજની ભક્તિને નમન કર્યા હતા અને મહાકુંભમાં ભાગ લેનારા સંતો અને સાધુઓને આદરાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ પોતાની મહેનત અને સમર્પણથી મહાકુંભને ભવ્ય સફળતા અપાવનારા કર્મચારીઓ, શ્રમિકો અને સફાઈ કર્મચારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ મહાકુંભની ભવ્યતા અને વિસ્તાર પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, આ મહાકુંભ દુનિયામાં સૌથી મોટો મેળો છે, જ્યાં 45 દિવસ સુધી ચાલનારા આ મહાયજ્ઞ માટે દરરોજ લાખો શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવામાં આવે છે. આ પ્રસંગે એક સંપૂર્ણ નવું શહેર ઊભું કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પ્રયાગરાજની ભૂમિ પર એક નવો ઇતિહાસ લખાઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આગામી વર્ષે મહાકુંભનું આયોજન રાષ્ટ્રની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખને નવા શિખરો પર લઈ જશે અને તેમણે કહ્યું હતું કે, એકતાના આ પ્રકારના 'મહાયજ્ઞ'ની ચર્ચા સમગ્ર વિશ્વમાં થશે. તેમણે મહાકુંભના સફળ આયોજન માટે લોકોને શુભકામનાઓ પાઠવી હતી.ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 25th, 03:30 pm
ભૂટાનના પ્રધાનમંત્રી મારા નાના ભાઈ, ફિજીના નાયબ પ્રધાનમંત્રી, ભારતના સહકારિતા મંત્રી અમિત શાહ, ઈન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સના પ્રમુખ, સંયુક્ત રાષ્ટ્રના તમામ પ્રતિનિધિઓ, સમગ્ર વિશ્વમાંથી આવેલા સહકારી વિશ્વ સાથે સંકળાયેલા તમામ મિત્રો, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ICA ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024નું ઉદ્ઘાટન કર્યું
November 25th, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં આઇસીએ ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ ભૂતાનના પ્રધાનમંત્રી મહામહિમ દાશો શેરિંગ તોબગે, ફિજીના નાયબ પ્રધાનમંત્રી મહામહિમ મનોઆ કામિકે, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ, ભારતમાં સંયુક્ત રાષ્ટ્રના નિવાસી સંયોજક શ્રી શોમ્બી શાર્પ, આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણના પ્રમુખ શ્રી એરિયલ ગુઆર્કો, વિવિધ વિદેશી દેશોના મહાનુભાવો અને આઇસીએ ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024ના દેવીઓ અને સજ્જનોનું સ્વાગત કર્યું હતું.ભારતીય પ્રવાસીઓએ વિવિધ દેશોમાં પોતાની ઓળખ બનાવી છે: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી
November 24th, 11:30 am
મન કી બાતના 116મા એપિસોડમાં, વડાપ્રધાન મોદીએ NCC દિવસના મહત્વ વિશે ચર્ચા કરી, NCC કેડેટ્સની વૃદ્ધિ અને આપત્તિ રાહતમાં તેમની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે વિકસિત ભારત માટે યુવા સશક્તિકરણ પર ભાર મૂક્યો અને વિકિસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ વિશે વાત કરી. તેમણે વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ પ્લેટફોર્મ પર નેવિગેટ કરવામાં મદદ કરતા યુવાનોની પ્રેરણાદાયી વાર્તાઓ અને એક પેડ માં કે નામ અભિયાનની સફળતા પણ શેર કરી.સ્વચ્છતા હી સેવા 2024 કાર્યક્રમમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
October 02nd, 10:15 am
આજે 2 ઓક્ટોબરે હું ફરજની ભાવનાથી ભરપૂર છું અને એટલો જ લાગણીશીલ છું. આજે આપણે સ્વચ્છ ભારત મિશન અને તેની યાત્રાના 10 વર્ષના સીમાચિહ્ન પર પહોંચી ગયા છીએ. સ્વચ્છ ભારત મિશનની આ યાત્રા કરોડો ભારતીયોની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. છેલ્લા 10 વર્ષમાં લાખો ભારતીયોએ આ મિશનને અપનાવ્યું છે, તેને પોતાનું મિશન બનાવ્યું છે, તેને પોતાના જીવનનો હિસ્સો બનાવ્યો છે. આજે મારી 10 વર્ષની સફરના આ તબક્કે, હું દરેક દેશવાસીઓ, આપણા સફાઈ મિત્ર, આપણા ધાર્મિક નેતાઓ, આપણા ખેલૈયાઓ, આપણી સેલિબ્રિટીઓ, એનજીઓ, મીડિયા સાથીઓ… આ બધાની પ્રશંસા અને વખાણ કરું છું. તમે બધાએ મળીને સ્વચ્છ ભારત મિશનને આટલું મોટું લોક ચળવળ બનાવ્યું. હું, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પૂર્વ રાષ્ટ્રપતિ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ, તેઓએ પણ આ કાર્યક્રમમાં સ્વચ્છતા માટે યોગદાન આપ્યું અને દેશને મોટી પ્રેરણા આપી. આજે હું રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને પણ હૃદયપૂર્વક અભિનંદન અને આભાર માનું છું. આજે દેશભરમાં સ્વચ્છતા સંબંધિત કાર્યક્રમો થઈ રહ્યા છે. લોકો તેમના ગામો, શહેરો, વિસ્તારો, ચા, ફ્લેટ અથવા સોસાયટીઓ ખૂબ જ ઉત્સાહથી સાફ કરે છે. ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ અને અન્ય જનપ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમનો ભાગ બન્યા અને આ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું. છેલ્લા પખવાડિયામાં, હું આ જ પખવાડિયાની વાત કરી રહ્યો છું, દેશભરમાં કરોડો લોકોએ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમોમાં ભાગ લીધો છે. મને જાણ કરવામાં આવી હતી કે સેવા પખવાડાના 15 દિવસમાં દેશભરમાં 27 લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 28 કરોડથી વધુ લોકોએ ભાગ લીધો હતો. સતત પ્રયત્નોથી જ આપણે આપણા ભારતને સ્વચ્છ બનાવી શકીશું. હું દરેક ભારતીયનો, દરેકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.