પ્રધાનમંત્રીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને પરિવારને આવકાર આપ્યો

April 21st, 08:56 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ આદરણીય જે. ડી. વેન્સ સાથે દ્વિતીય મહિલા શ્રીમતી ઉષા વેન્સ, તેમનાં બાળકો અને અમેરિકન વહીવટીતંત્રનાં વરિષ્ઠ સભ્યોને પણ મળ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ એલન મસ્ક સાથેની વાતચીતમાં દ્વિપક્ષીય ટેકનોલોજી સહયોગની સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો

April 18th, 01:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી એલન મસ્ક સાથે રચનાત્મક વાતચીત કરી, જેમાં પરસ્પર હિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ. ચર્ચામાં આ વર્ષની શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં તેમની મુલાકાત દરમિયાન આવરી લેવામાં આવેલા વિષયો પર પુનર્વિચારણા કરવામાં આવી, જે ટેકનોલોજીકલ પ્રગતિ માટેના સહિયારા દ્રષ્ટિકોણ પર ભાર મૂકે છે.

ભારતના પ્રધાનમંત્રીની અમેરિકા યાત્રા દરમિયાન ભારત-અમેરિકાનું સંયુક્ત નિવેદન

February 14th, 09:07 am

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ, આદરણીય ડોનાલ્ડ જે. ટ્રમ્પે 13 ફેબ્રુઆરી, 2025ના રોજ વોશિંગ્ટન ડીસીમાં સત્તાવાર કાર્યકારી મુલાકાત માટે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની યજમાની કરી હતી.

પીએમ મોદી વોશિંગ્ટન ડીસી પહોંચ્યા

February 13th, 11:59 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના વોશિંગ્ટન ડીસી પહોંચ્યા. આ મુલાકાત દરમિયાન તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય નેતાઓને મળશે. તેઓ અન્ય વિવિધ કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.

પ્રધાનમંત્રીએ વોશિંગ્ટન ડીસીમાં થયેલ દુ:ખદ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

January 31st, 09:09 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટન ડીસીમાં થયેલ દુ:ખદ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ પીડિતોના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના પણ વ્યક્ત કરી છે અને કહ્યું છે કે અમે યુનાઇટેડ સ્ટેટ્સના લોકો સાથે એકતામાં ઉભા છીએ.

ભારત અને યુનાઇટેડ સ્ટેટસ તરફથી સંયુક્ત નિવેદન

September 08th, 11:18 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેની નજીકની અને કાયમી ભાગીદારીની પુનઃ પુષ્ટિ કરતાં આજે યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ જોસેફ આર. બાઇડેન જુનિયરનું ભારતમાં સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીની જૂન 2023ની વોશિંગ્ટન ઐતિહાસિક મુલાકાતની વિક્રમી સિદ્ધિઓને અમલમાં મૂકવા માટે ચાલી રહેલી નોંધપાત્ર પ્રગતિ માટે નેતાઓએ તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી.

વોશિંગ્ટન ડીસીમાં 'ભારત-યુએસએ: સ્કીલિંગ ફોર ધ ફ્યુચર' પરના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નિવેદનનો મૂળપાઠ

June 22nd, 11:15 am

મને આનંદ છે કે આજે વોશિંગ્ટન આવીને મને ઘણા યુવા અને સર્જનાત્મક દિમાગ સાથે જોડાવાની તક મળી છે. ભારત નેશનલ સાયન્સ ફાઉન્ડેશન સાથે વિવિધ પ્રોજેક્ટ્સ પર સહયોગ કરી રહ્યું છે, જે આ સ્થળને વધુ વિશિષ્ટ બનાવે છે.

પ્રધાનમંત્રીએ યુએસએની પ્રથમ મહિલા સાથે "ભારત અને યુએસએ: ભવિષ્ય માટે કૌશલ્ય" કાર્યક્રમમાં ભાગ લીધો

June 22nd, 10:57 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુએસએના પ્રથમ મહિલા ડો. જીલ બિડેને વોશિંગ્ટન ડીસીમાં નેશનલ સાયન્સ સેન્ટર ખાતે ભારત અને યુએસએ: ભવિષ્ય માટે કૌશલ્ય પર કેન્દ્રીત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.