ઓડિશામાં એનએચ-326ના કિલોમીટર 68.600થી કિલોમીટર 311.700 સુધી હાલના બે-લેનને પેવ્ડ શોલ્ડર સાથે બે-લેનમાં પહોળું અને મજબૂત કરવા માટે ઈપીસી મોડ પર રૂપિયા 1526.21 કરોડના પ્રોજેક્ટને કેબિનેટે મંજૂરી આપી
December 31st, 03:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ઈપીસી મોડ હેઠળ એનએચ(ઓ) દ્વારા ઓડિશા રાજ્યમાં એનએચ-326ના કિલોમીટર 68.600થી કિલોમીટર 311.700 સુધીના હાલના બે લેન માર્ગને પેવ્ડ શોલ્ડર સાથે બે લેન માર્ગમાં પહોળું અને મજબૂત કરવા મંજૂરી આપી છે.પ્રધાનમંત્રીએ વિશાખાપટ્ટનમમાં ગૂગલ એઆઈ હબના લોન્ચનું સ્વાગત કર્યું
October 14th, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના ગતિશીલ શહેર વિશાખાપટ્ટનમમાં ગૂગલ એઆઈ હબના લોન્ચ પર ખુશી વ્યક્ત કરી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે ગીગાવોટ-સ્કેલ ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત આ બહુપક્ષીય રોકાણ, વિકસિત ભારત બનાવવાના અમારા વિઝન સાથે સુસંગત છે. તે ટેકનોલોજીના લોકશાહીકરણમાં એક શક્તિશાળી બળ બનશે. તે સૌ માટે એઆઈ પણ સુનિશ્ચિત કરશે, આપણા નાગરિકોને અત્યાધુનિક સાધનો પહોંચાડશે, આપણી ડિજિટલ અર્થવ્યવસ્થાને વેગ આપશે અને વૈશ્વિક ટેકનોલોજી લીડર તરીકે ભારતનું સ્થાન સુરક્ષિત કરશે!, શ્રી મોદીએ ઉમેર્યું.'મન કી બાત'ના 123મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (29.06.2025)
June 29th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં આપ સૌનું સ્વાગત છે, અભિનંદન છે. આપ સૌ આ સમયે યોગની ઉર્જા અને 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની સ્મૃતિઓથી ભરેલા હશો. આ વખતે પણ 21 જૂનના દિવસે દેશ અને દુનિયાના કરોડો લોકોએ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'માં ભાગ લીધો. તમને યાદ છે, આજથી દસ વર્ષ પહેલા તેની શરૂઆત થઈ હતી. હવે દસ વર્ષમાં આ સિલસિલો દર વર્ષે વધુને વધુ ભવ્ય બની રહ્યો છે. આ એનો પણ સંકેત આપે છે કે વધુને વધુ લોકો તેમના રોજિંદા જીવનમાં યોગ અપનાવી રહ્યા છે. આ વખતે આપણે 'યોગ દિવસ'ની ઘણી આકર્ષક તસવીરો જોઈ છે. વિશાખાપટ્ટનમના દરિયા કિનારે ત્રણ લાખ લોકોએ એક સાથે યોગ કર્યા. વિશાખાપટ્ટનમથી જ એક અદ્ભુત દ્રશ્ય સામે આવ્યું, બે હજારથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓએ 108 મિનિટ સુધી 108 સૂર્ય નમસ્કાર કર્યા. વિચારો કે કેટલી શિસ્ત અને સમર્પણ રહ્યું હશે. આપણા નૌકાદળના જહાજો પર પણ, યોગની ભવ્ય ઝલક જોવા મળી. તેલંગાણામાં ત્રણ હજાર દિવ્યાંગ સાથીઓએ સાથે મળીને યોગ શિબિરમાં ભાગ લીધો. તેમણે બતાવ્યું કે યોગ કેવી રીતે સશક્તિકરણનું માધ્યમ પણ છે.પ્રધાનમંત્રીએ યોગ ચળવળને મજબૂત બનાવવામાં આંધ્રપ્રદેશની યોગઆંધ્ર પહેલની પ્રશંસા કરી
June 22nd, 02:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના લોકોની યોગને તેમના રોજિંદા જીવનમાં સામેલ કરવાની પ્રેરણાદાયક પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી, જેનાથી આરોગ્ય અને તંદુરસ્તી માટેની રાષ્ટ્રવ્યાપી ચળવળને વધુ વેગ મળ્યો.આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
June 21st, 07:06 am
આંધ્રપ્રદેશના રાજ્યપાલ સૈયદ અબ્દુલ નઝીરજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી, મારા પ્રિય મિત્ર ચંદ્રબાબુ નાયડુ ગારુ, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ, કે. રામમોહન નાયડુજી, પ્રતાપરાવ જાધવજી, ચંદ્રશેખરજી, ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્માજી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ ગારુ અન્ય મહાનુભાવો અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો! આપ સૌને નમસ્કાર!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સંબોધન કર્યું
June 21st, 06:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IYD) કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું અને યોગ સત્રમાં ભાગ લીધો હતો.પ્રધાનમંત્રી 20 થી 21 જૂન દરમિયાન બિહાર, ઓડિશા અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે
June 19th, 05:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 થી 21 જૂન દરમિયાન બિહાર, ઓડિશા અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. તેઓ 20 જૂને બિહારના સિવાનની મુલાકાત લેશે અને બપોરે 12 વાગ્યે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.મન કી બાત – (122મી કડી) પ્રસારણ તારીખ-25-05-2025
May 25th, 11:30 am
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે પૂરો દેશ આતંકવાદ વિરૂદ્ધ એક જૂથ છે, આક્રોશથી ભરેલો છે, સંકલ્પબદ્ધ છે, આજે દરેક ભારતીયનો એ જ સંકલ્પ છે કે, આપણે આતંકવાદનો ખાતમો બોલાવવાનો જ છે. સાથીઓ, ઓપરેશન સિંદૂર વખતે આપણી સેનાએ જે પરાક્રમ બતાવ્યું છે, તેનાથી દરેક હિંદુસ્તાનીનું માથું ઉંચું કરી દીધું છે. જે ચોકસાઇની સાથે, જે સટિકતાથી આપણી સેનાઓએ સરહદની પેલે પારના આતંકવાદી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યા છે. તે અદભૂત છે. ઓપરેશન સિંદૂરે દુનિયાભરમાં આતંક વિરૂદ્ધની લડાઇને નવો વિશ્વાસ અને ઉત્સાહ આપ્યા છે.પ્રધાનમંત્રી 1 અને 2 મેનાં રોજ મહારાષ્ટ્ર, કેરળ અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે
April 30th, 03:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 અને 2 મેનાં રોજ મહારાષ્ટ્ર, કેરળ અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. તેઓ 1 મેના રોજ મુંબઈનો પ્રવાસ કરશે અને સવારે લગભગ 10:30 વાગ્યે તેઓ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્સ)નું ઉદ્ઘાટન કરશે.આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં દિવાલ પડવાથી થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
April 30th, 09:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં દિવાલ પડવાથી થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે દરેક મૃતકના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી.વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ આંધ્રપ્રદેશના લોકોના હૃદય અને મનમાં એક ખાસ સ્થાન ધરાવે છે: પીએમ
January 17th, 05:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી કે વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ આંધ્રપ્રદેશના લોકોના હૃદય અને મનમાં એક ખાસ સ્થાન ધરાવે છે. ગઈકાલની કેબિનેટ બેઠક દરમિયાન, પ્લાન્ટ માટે રૂ. 10,000 કરોડથી વધુની ઇક્વિટી સહાય પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, શ્રી મોદીએ જણાવ્યું.પ્રધાનમંત્રી 8-9 જાન્યુઆરીનાં રોજ આંધ્રપ્રદેશ અને ઓડિશાની મુલાકાત લેશે
January 06th, 06:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8થી 9 જાન્યુઆરી, 2025 સુધી બે દિવસ દરમિયાન આંધ્રપ્રદેશ અને ઓડિશાની મુલાકાત લેશે. સ્થાયી વિકાસ, ઔદ્યોગિક વૃદ્ધિ અને માળખાગત સુવિધામાં વૃદ્ધિ માટે વિસ્તૃત કામગીરીનાં ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી 8 જાન્યુઆરીનાં રોજ સાંજે 5:30 વાગ્યે વિશાખાપટ્ટનમમાં રૂ. 2 લાખ કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ 9 જાન્યુઆરીનાં રોજ સવારે 10 વાગ્યે ભુવનેશ્વરમાં 18માં પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલનનું ઉદઘાટન પણ કરશે.PM Modi addresses public meetings in Telangana’s Kamareddy & Maheshwaram
November 25th, 02:15 pm
Ahead of the Telangana assembly election, PM Modi addressed emphatic public meetings in Kamareddy and Maheshwaram today. He said, “Whenever I come to Telangana, I see a wave of hope among the people here. This wave is the wave of expectation. It is the wave of change. It is the wave of the sentiment that Telangana should achieve the height of development that it deserves.”ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટ 2023માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 17th, 11:10 am
ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટની ત્રીજી આવૃત્તિમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. અગાઉ જ્યારે અમે 2021માં મળ્યા હતા ત્યારે સમગ્ર વિશ્વ કોરોનાની અનિશ્ચિતતાથી ઘેરાયેલું હતું. કોરોના પછી દુનિયા કેવી હશે તે કોઈ જાણતું ન હતું. પરંતુ આજે વિશ્વમાં એક નવી વિશ્વ વ્યવસ્થા આકાર લઈ રહી છે અને આ બદલાતી વિશ્વ વ્યવસ્થામાં સમગ્ર વિશ્વ નવી આકાંક્ષાઓ સાથે ભારત તરફ જોઈ રહ્યું છે. આર્થિક સંકટથી ઘેરાયેલી દુનિયામાં ભારતની અર્થવ્યવસ્થા સતત મજબૂત થઈ રહી છે. એ દિવસ દૂર નથી જ્યારે ભારત વિશ્વની ટોચની 3 આર્થિક શક્તિઓમાં સામેલ થશે. આપણે જાણીએ છીએ કે વિશ્વમાં મહત્તમ વેપાર દરિયાઈ માર્ગે જ થાય છે. પોસ્ટ-કોરોના વિશ્વમાં, આજે વિશ્વને પણ વિશ્વસનીય અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇનની જરૂર છે. એટલા માટે ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટની આ આવૃત્તિ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે.પ્રધાનમંત્રીએ ગ્લોબલ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2023નું ઉદઘાટન કર્યું
October 17th, 10:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં ગ્લોબલ મેરીટાઈમ ઈન્ડિયા સમિટ 2023ના ત્રીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીએ 'અમૃત કાળ વિઝન 2047'નું અનાવરણ પણ કર્યું હતું, જે ભારતીય દરિયાઈ બ્લૂ ઇકોનોમી માટે બ્લૂપ્રિન્ટ છે. આ ભવિષ્યલક્ષી યોજનાને અનુરૂપ પ્રધાનમંત્રીએ રૂ. 23,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો હતો, જે ભારતીય દરિયાઈ બ્લૂ ઈકોનોમી માટે 'અમૃત કાળ વિઝન 2047' સાથે સુસંગત છે. આ સમિટ દેશના દરિયાઇ ક્ષેત્રમાં રોકાણ આકર્ષવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પ્રદાન કરે છે.તેલંગાણાના મહબૂબનગરમાં વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ સમારોહમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
October 01st, 02:43 pm
તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરારાજન જી, કેન્દ્ર સરકારમાં મારા સાથી મંત્રી જી. કિશન રેડ્ડી જી, સંસદમાં મારા સાથી શ્રી સંજય કુમાર બંડી જી, અહીં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો, બહેનો અને સજ્જનો, નમસ્કાર!પ્રધાનમંત્રી શ્રીએ તેલંગાણાનાં મહબૂબનગરમાં રૂ. 13,500 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
October 01st, 02:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાનાં મહબૂબનગરમાં રૂ. 13,500 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને દેશને સમર્પિત કરી હતી. વિકાસ યોજનાઓમાં માર્ગ, રેલ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને ઉચ્ચ શિક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે એક ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપી હતી.રાયગઢ, છત્તીસગઢમાં રેલ સેક્ટર પ્રોજેક્ટ્સના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 14th, 03:58 pm
આજે છત્તીસગઢ વિકાસની દિશામાં વધુ એક મોટું પગલું ભરી રહ્યું છે. આજે છત્તીસગઢને 6400 કરોડ રૂપિયાથી વધુના રેલવે પ્રોજેક્ટની ભેટ મળી રહી છે. ઉર્જા ઉત્પાદનમાં છત્તીસગઢની ક્ષમતા વધારવા અને આરોગ્ય ક્ષેત્રે વધુ સુધારા માટે આજે ઘણી નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આજે અહીં સિકલ સેલ કાઉન્સેલિંગ કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.પ્રધાનમંત્રીએ છત્તીસગઢનાં રાયગઢમાં આશરે રૂ. 6,350 કરોડનાં મૂલ્યનાં રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું
September 14th, 03:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢનાં રાયગઢમાં આશરે રૂ. 6,350 કરોડનાં મૂલ્યનાં કેટલાંક રેલવે ક્ષેત્રનાં વિવિધ પ્રોજેક્ટ દેશને અર્પણ કર્યા હતાં. તેમણે છત્તીસગઢના 9 જિલ્લાઓમાં 50 પથારીવાળા 'ક્રિટિકલ કેર બ્લોક્સ'નો શિલાન્યાસ પણ કર્યો હતો અને તપાસ કરાયેલી વસતિને 1 લાખ સિકલ સેલ કાઉન્સેલિંગ કાર્ડનું વિતરણ કર્યું હતું. આ રેલવે પ્રોજેક્ટ્સમાં છત્તીસગઢ ઇસ્ટ રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો, ચંપાથી જામગા વચ્ચેની ત્રીજી રેલવે લાઇન, પેન્ડરા રોડથી અનુપપુર વચ્ચેની ત્રીજી રેલવે લાઇન અને તલાઇપલ્લી કોલસાની ખાણને એનટીપીસી લારા સુપર થર્મલ પાવર સ્ટેશન (એસટીપીએસ) સાથે જોડતી એમજીઆર (મેરી-ગો-રાઉન્ડ) સિસ્ટમ સામેલ છે.ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
March 18th, 11:17 pm
ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ સાથે સંકળાયેલા તમામ મહાનુભાવોને મારા નમસ્કાર. દેશ અને વિદેશમાંથી જે દર્શકો- વાચકો, ડિજિટલ માધ્યમથી અમારી સાથે જોડાયેલા છે, તે સૌને પણ મારા અભિનંદન. મને આ જોઇને ઘણો આનંદ થયો કે આ કોન્ક્લેવની થીમ - ધ ઇન્ડિયા મોમેન્ટ રાખવામાં આવી છે. આજે દુનિયાના મોટા મોટા અર્થશાસ્ત્રીઓ, વિશ્લેષકો, વિચારકો, બધા જ એવું કહે છે કે ‘ધીસ ઇઝ ઇન્ડિયાઝ મોમેન્ટ’. પરંતુ જ્યારે ઇન્ડિયા ટુડે ગ્રૂપ આવો આશાવાદ બતાવે છે, ત્યારે તે કંઇક ખાસ બની જાય છે. આમ તો, મેં 20 મહિના પહેલાં જ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે - આ જ સમય છે, યોગ્ય સમય છે. પરંતુ અહીં સુધી પહોંચવામાં 20 મહિના નીકળી ગયા. ત્યારે પણ લાગણી તો એક જ હતી – આ ભારતની ક્ષણ છે.