80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ
August 15th, 04:44 pm
80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આજે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમના સંબોધનમાં, તેમણે છેલ્લા 12 વર્ષમાં ઉત્પાદન, ડિજિટલ વિકાસ અને નાગરિકોને સેવા પહોંચાડવા જેવા ક્ષેત્રોમાં ભારતની પ્રગતિનું વિગતવાર વર્ણન કર્યું. રાષ્ટ્રીય લક્ષ્યોને હાંસલ કરવા માટે તેમણે સાત મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ કરતી પરિવર્તનકારી ‘સપ્તધારા’નું પણ અનાવરણ કર્યું.પરિવર્તનના 12 વર્ષ: પ્રધાનમંત્રી મોદીએ સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં ભારતની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો
August 15th, 01:18 pm
પોતાના સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્પાદન, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મૂળભૂત સુવિધાઓ, ઊર્જા સુરક્ષા, યુવા સશક્તિકરણ, નવીનતા, સામાજિક સુરક્ષા અને અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની રૂપરેખા આપતા છેલ્લા 12 વર્ષોમાં ભારતમાં આવેલા પર પ્રકાશ પાડ્યો હતો.પ્રધાનમંત્રી દ્વારા એક વર્ષમાં 1 કરોડ યુવાનોને AI કૌશલ્ય પ્રદાન કરવાની જાહેરાત
August 15th, 01:01 pm
80મા સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, શિક્ષણ, રમતગમત, સિવિલ ડિફેન્સ, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, અણુ ઊર્જા અને મહિલા સંચાલિત વિકાસને આવરી લેતી શ્રેણીબદ્ધ પહેલો અને લક્ષ્યોની જાહેરાત કરી હતી.Participants of Viksit Vibrant Village Programme share their experiences with PM Modi
July 26th, 10:27 pm
PM Modi interacts with participants of the Viksit Vibrant Village Programme 2026, as MYBharat volunteers share inspiring stories from India's border villages. Participants recount how the journey transformed their perspectives through interactions with local communities, firsthand experiences of life in border villages and a deeper understanding of the spirit of Ek Bharat, Shreshtha Bharatવિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026 દરમિયાન પીએમના સંબોધનનો મૂળપાઠ
July 26th, 05:00 pm
સાથીઓ, વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ દરમિયાન મેં એક વિચાર યુવાનો સમક્ષ રાખ્યો હતો. વિચાર એ હતો કે કેમ નહીં યુવા સાથીઓ વર્ચ્યુઅલ માધ્યમના બદલે જમીન પર ઊતરીને ભારતને જાણે, ભારત સાથે જોડાય, ભારતને જીવવાનો પ્રયાસ કરે, ભારતને સમજે. ભારતના ગામડાઓમાં વિકસિત થવા માટે કેટલી આકાંક્ષાઓ છે એ ગામડાઓમાં જઈને ખબર પડે છે અને આપણા સીમાવર્તી ગામડાઓમાં વિકાસની આકાંક્ષા અને દેશભક્તિની ભાવના એ આપણે બરાબર - બરાબર અને ક્યારેક તો લાગે છે કે તેમના માટે પોતાનાથી વધુ દેશ હોય છે. દેશ પહેલાં બાકી બધી સુવિધાઓ પછી, આ આપણને સીમાવર્તી ગામડાઓમાં ખાસ અનુભવાય છે. અને એટલા માટે ઉદ્દેશ્ય એ હતો કે દેશના અલગ-અલગ જિલ્લાના યુવાનો હિમાચલ, ઉત્તરાખંડ અને લદાખના ગામડાઓની યાત્રા કરે. ત્યાં લોકો કેવી રીતે રહે છે? ખાનપાન કેવું છે? કામકાજ, સંસ્કૃતિ, જીવન વ્યવહાર આ બધી વાતો શું છે? પડકારો શું છે? દેશના પ્રથમ ગામમાં બેઠેલા લોકો દેશની સુરક્ષા માટે કેટલા જાગરૂક છે? દેશના અન્ય ભાગોથી તેમનો લગાવ, નિકટતા કેટલી છે? આ બધી બાબતોનો અનુભવ મારા દેશના નવજુવાનોને મળે. આ અમારો ઉદ્દેશ્ય હતો. અને જે ઉત્સાહ આખા દેશના યુવાનોમાં દેખાયો, તે અદ્ભુત છે. લગભગ 3 લાખ યુવાનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો અને તેમાંથી 400 થી વધુ યુવાનોની પસંદગી થઈ. આપ સૌ એક સપ્તાહ સુધી આ દૂર-સુદૂરના ગામડાઓમાં રહ્યા. અજાણી જગ્યા હતી તમારા માટે. તમે ત્યાંના જીવનને જીવવાનો પ્રયાસ કર્યો. તમે તેની અંદર ભળી ગયા. પોતાની સંસ્કૃતિને ત્યાંની સંસ્કૃતિ સાથે જોડી, કનેક્ટ કરી. એક ભારત શ્રેષ્ઠ ભારતનું આનાથી અને આનાથી ઉત્તમ ઉદાહરણ કદાચ જ કોઈ બીજું હોઈ શકે.PM Modi Interacts with Participants of Viksit Vibrant Village Programme 2026
July 26th, 04:30 pm
PM Modi today interacted with participants of the Viksit Vibrant Village Programme 2026, lauding the young friends of MY Bharat for their commendable work across the country. He highlighted the official redesignation of border settlements from the 'last' to the 'first villages' of India, noted the newly established infrastructure and praised the local inhabitants for living and breathing patriotism.પ્રધાનમંત્રી 26 જુલાઈએ 'વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026'ના સહભાગીઓ સાથે સંવાદ કરશે
July 25th, 11:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈ 2026ના રોજ સાંજે 4:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026'ના સહભાગીઓ સાથે સંવાદ કરશે.The party governing Punjab today has neither clean intentions nor honesty: PM Modi in Jalandhar
July 17th, 04:31 pm
PM Modi addressed a massive public rally in Jalandhar, Punjab, where he highlighted the transformation of India's railway infrastructure, outlined the BJP's vision for a Viksit Punjab and called for a double-engine government to unlock the state's full potential. He also spoke about the growing opportunities for Punjab's youth through India's emerging sports economy.PM addresses an energy-packed public rally in Jalandhar, Punjab
July 17th, 04:30 pm
PM Modi addressed a massive public rally in Jalandhar, Punjab, where he highlighted the transformation of India's railway infrastructure, outlined the BJP's vision for a Viksit Punjab and called for a double-engine government to unlock the state's full potential. He also spoke about the growing opportunities for Punjab's youth through India's emerging sports economy.'ડિજિટલ ઇન્ડિયા'ના 11 વર્ષ પૂર્ણ થવા પર, પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પહેલે શાસનમાં પરિવર્તન લાવ્યું છે, નાગરિકોને સશક્ત બનાવ્યા છે અને 'વિકસિત ભારત'નો પાયો મજબૂત બનાવ્યો છે
July 01st, 12:04 pm
શ્રી મોદીએ જણાવ્યું હતું કે ડિજિટલ ઈન્ડિયાએ શાસનને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને નાગરિક-કેન્દ્રિત બનાવીને પુનઃવ્યાખ્યાયિત કર્યું છે અને સાથે જ દેશભરમાં સર્વાંગી વિકાસને વેગ આપ્યો છે. તેમણે નોંધ્યું હતું કે આ પહેલે જીવનના દરેક પાસાને સ્પર્શ કર્યો છે, જેમાં સીમલેસ ડિજિટલ ચૂકવણી અને પારદર્શક ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી લઈને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ સુધીનો સમાવેશ થાય છે, જેણે ટેક્નોલોજીને ઇઝ ઓફ લિવિંગ વધારવા માટેનું એક શક્તિશાળી સાધન બનાવ્યું છે.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પહાડપુર ગામમાં ગોસાણી પીઠ ખાતે પૂજા-અર્ચના કરી
June 20th, 08:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે તેઓએ અને ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ પહાડપુર ગામમાં ગોસાણી પીઠ ખાતે પૂજા-અર્ચના કરી હતી.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે પહાડપુર ગામમાં સંથાલી જાહેરા અને હો જાહેરા ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
June 20th, 08:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે પહાડપુર ગામમાં સંથાલી જાહેરા (Santhali Jahera) અને હો જાહેરા (Ho Jahera) ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે.પ્રધાનમંત્રીએ પહાડપુર ગામમાં કૌશલ્ય કેન્દ્રની મુલાકાત લીધી, સ્કીલ ડેવલપમેન્ટ (કૌશલ્ય વિકાસ) પરના ધ્યાન સરાહના કરી
June 20th, 08:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પહાડપુર ગામમાં એક કૌશલ્ય કેન્દ્રની (સ્કીલિંગ સેન્ટર) મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રીએ પહાડપુર ગામની શાળાની મુલાકાત લીધી, શૈક્ષણિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો
June 20th, 08:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેઓ પહાડપુર ગામની એક શાળાની મુલાકાત લઈને અત્યંત આનંદિત થયા છે.પ્રધાનમંત્રીએ નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી
June 11th, 08:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટર, નવી દિલ્હી ખાતે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ વર્ષની થીમ 'વિકસિત ભારત@2047 માટે સર્વસમાવેશક માનવ વિકાસ' હતી. આ બેઠકમાં 28 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા મુખ્યમંત્રીઓ, લેફ્ટનન્ટ ગવર્નર્સ (LG) અને વહીવટકર્તાઓ (એડમિનિસ્ટ્રેટર્સ) હાજર રહ્યા હતા. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં તમામ 28 રાજ્યોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હોય તેવું આ પ્રથમ વખત બન્યું હતું.કેબિનેટે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા રાજ્યોના 19 જિલ્લાઓને આવરી લેતા ત્રણ મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી; ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 901 કિલોમીટરનો વધારો થશે
May 05th, 07:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે રેલવે મંત્રાલયના અંદાજે ₹23,437 કરોડના કુલ ખર્ચ ધરાવતા 03 (ત્રણ) પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સમાં નીચેનાનો સમાવેશ થાય છે:ગંગટોકમાં સિક્કિમના 50મા રાજ્ય સ્થાપના વર્ષની ઉજવણીના સમાપન સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 28th, 10:25 am
સિક્કિમના રાજ્યપાલ શ્રી ઓમ માથુરજી, અહીંના લોકપ્રિય, ઉર્જાવાન યુવા અને મારા પરમ મિત્ર શ્રી પ્રેમ સિંહ તમાંગજી, સંસદમાં મારા સાથી શ્રી દોરજી શેરિંગ લેપચાજી, ડૉ. ઇન્દ્ર હાંગ સુબ્બાજી, શ્રી દિલી રામ થાપાજી અને સિક્કિમના મારા વહાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગંગટોક, સિક્કિમમાં સિક્કિમ રાજ્યના 50મા વર્ષની ઉજવણીના સમાપન સમારોહમાં ભાગ લીધો
April 28th, 10:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગંગટોક, સિક્કિમમાં એક ભવ્ય સમારોહમાં હજારો કરોડ રૂપિયાના 30 થી વધુ વિકાસ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને શિલાન્યાસ સાથે સિક્કિમ રાજ્યના 50મા વર્ષની ઉજવણીના સમાપન સમારોહને ચિહ્નિત કર્યો હતો.રાજ્યસભામાં પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ
April 17th, 11:10 am
સદન વતી અને મારી તરફથી, હું શ્રીમાન હરિવંશ જીને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પણ પાઠવું છું. રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે સતત ત્રીજી વખત ચૂંટાવું, તે પોતાનામાં જ આ સદનનો તમારા પ્રત્યે જે ઊંડો વિશ્વાસ છે અને વીતેલા સમયગાળામાં તમારા અનુભવનો સદનને જે લાભ મળ્યો છે, સૌને સાથે લઈને ચાલવાનો તમારો જે પ્રયાસ રહ્યો છે, તેના પર એક પ્રકારે સદને આજે મહોર લગાવી દીધી છે અને આ પોતાનામાં જ એક અનુભવનું સન્માન છે, એક સહજ કાર્યશૈલીનું સન્માન છે અને એક સહજ કાર્યશૈલીનો સ્વીકાર પણ છે. આપણે સૌએ હરિવંશ જીના નેતૃત્વમાં સદનની શક્તિને વધુ પ્રભાવી થતી જોઈ છે અને હું કહી શકું છું કે માત્ર સદનની કાર્યવાહીનું સંચાલન જ નહીં, તેઓ પોતાના જીવનના ભૂતકાળના જે અનુભવો છે, તેનો પણ ખૂબ જ સચોટ રીતે સદનને સમૃદ્ધ કરવામાં ઉપયોગ કરે છે. તેમનો આ અનુભવ સમગ્ર કાર્યવાહીને, સંચાલનને અને સદનના માહોલને વધુ પરિપક્વ બનાવે છે. મને વિશ્વાસ છે, ઉપસભાપતિ જીનો નવો કાર્યકાળ એ જ ભાવના, સંતુલન અને સમર્પણ સાથે આગળ વધશે અને આપણા સૌના પ્રયાસોથી સદનની ગરિમાને નવી ઊંચાઈ પ્રાપ્ત થશે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાને સંબોધિત કરી
April 17th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભાને સંબોધિત કરી હતી અને શ્રી હરિવંશને અભૂતપૂર્વ સતત ત્રીજી વખત રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. આ ઐતિહાસિક સિદ્ધિ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આ શ્રી હરિવંશમાં ગૃહના ઊંડા વિશ્વાસ અને તેઓ આ સંસ્થામાં જે મૂલ્યવાન અનુભવ લાવ્યા છે તેને પ્રતિબિંબિત કરે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સતત ત્રીજી ટર્મ માટે ચૂંટાવા એ તેમના અનુભવ, તેમના સર્વસમાવેશક અભિગમ અને તેમની ગરિમાપૂર્ણ કાર્યશૈલી પર ગૃહની મંજૂરીની મહોર છે.