આસામના ગુવાહાટીમાં લોકપ્રિય ગોપીનાથ બારડોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 20th, 03:20 pm

આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય જી, મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા જી, કેન્દ્રમાં મારા સાથીઓ, આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ સર્બાનંદ સોનોવાલજી, રામ મોહન નાયડુજી, મુરલીધર મોહોલજી, પવિત્રા માર્ગરીટા જી, આસામ સરકારના મંત્રીઓ, અન્ય મહાનુભાવો, ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના ગુવાહાટીમાં લોકપ્રિય ગોપીનાથ બારડોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું

December 20th, 03:10 pm

આસામની કનેક્ટિવિટી, આર્થિક વિસ્તરણ અને વૈશ્વિક જોડાણમાં એક પરિવર્તનકારી સીમાચિહ્ન સ્થાપિત કરતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુવાહાટીમાં લોકપ્રિય ગોપીનાથ બારડોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સભાને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે આજનો દિવસ આસામ અને ઉત્તર-પૂર્વના વિકાસ અને પ્રગતિના ઉત્સવ સમાન છે. તેમણે ભાર મૂક્યો હતો કે જ્યારે પ્રગતિનો પ્રકાશ લોકો સુધી પહોંચે છે, ત્યારે જીવનનો દરેક માર્ગ નવી ઊંચાઈઓને સ્પર્શવા લાગે છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે આસામની ધરતી પ્રત્યેનો તેમનો ઊંડો લગાવ, ત્યાંના લોકોનો પ્રેમ અને ખાસ કરીને આસામ અને ઉત્તર-પૂર્વની માતાઓ અને બહેનોની હૂંફ તેમને સતત પ્રેરણા આપે છે અને પ્રદેશના વિકાસ માટેના સામૂહિક સંકલ્પને મજબૂત બનાવે છે. તેમણે હાઇલાઇટ કર્યું કે આજે આસામના વિકાસમાં ફરી એકવાર નવું પ્રકરણ ઉમેરાઈ રહ્યું છે. ભારતરત્ન ભૂપેન હજારિકાની પંક્તિઓનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે આનો અર્થ એ છે કે શક્તિશાળી બ્રહ્મપુત્રા નદીના કિનારા ચમકશે, અંધકારની દરેક દીવાલ તૂટી જશે અને આવું ચોક્કસપણે થશે કારણ કે તે રાષ્ટ્રનો સંકલ્પ અને પવિત્ર પ્રતિજ્ઞા છે.

પ્રધાનમંત્રી 6 ફેબ્રુઆરીનાં રોજ ગોવાની મુલાકાત લેશે

February 05th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરી, 2024નાં રોજ ગોવાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 10:30 વાગ્યે ઓએનજીસી સી સર્વાઇવલ સેન્ટરનું ઉદઘાટન કરશે. સવારે લગભગ 10:45 વાગ્યે તેઓ ઇન્ડિયા એનર્જી વીક 2024નું ઉદઘાટન કરશે. ત્યારબાદ બપોરે લગભગ 2:45 વાગ્યે તેઓ વિકસિત ભારત, વિકસિત ગોવા 2047 કાર્યક્રમમાં ભાગ લેશે.