દિલ્હીમાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ, ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 03rd, 01:03 pm

કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીઓ – મનોહરલાલજી, ધર્મેન્દ્ર પ્રધાનજી, તોખન સાહુજી, ડૉ. સુકંતા મજુમદારજી, હર્ષ મલ્હોત્રાજી - દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાજી, મારા સાથી સંસદસભ્યો, ધારાસભ્યો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા

January 03rd, 12:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​દિલ્હીમાં અનેક મહત્ત્વની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. એક વિશાળ સભાને સંબોધતા, શ્રી મોદીએ તેમને નવા વર્ષની શુભેચ્છાઓ આપી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2025 એ ભારતના વિકાસ માટે અપાર તકોનું વર્ષ હશે, જે રાષ્ટ્રને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્ય તરફ આગળ ધપાવશે. આજે, ભારત રાજકીય અને આર્થિક સ્થિરતાના વૈશ્વિક પ્રતીક તરીકે ઊભું છે, પ્રધાનમંત્રીએ કહ્યું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આગામી વર્ષમાં દેશની છબી વધુ મજબૂત થશે. શ્રી મોદીએ 2025 માટેના વિઝનની રૂપરેખા આપી અને ભારત માટે વિશ્વનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનવા, યુવાનોને સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગસાહસિકતા માટે સશક્ત બનાવવા, નવા કૃષિ વિક્રમો સ્થાપિત કરવા, મહિલાઓની આગેવાની હેઠળના વિકાસને પ્રોત્સાહન આપવા અને જીવનની સરળતા પર ધ્યાન કેન્દ્રિત કરીને દરેક નાગરિક જીવનની ગુણવત્તામાં સુધારો કરવા પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રી 3 જાન્યુઆરીનાં રોજ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે

January 02nd, 10:18 am

'તમામ માટે આવાસ'ની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરી, 2025ના રોજ બપોરે 12:10 વાગ્યે દિલ્હીના અશોક વિહારના સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સમાં ઇન-સીટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ અંતર્ગત ઝુગ્ગી ઝોપરી (જેજે) ક્લસ્ટર્સના રહેવાસીઓ માટે નવનિર્મિત ફ્લેટ્સની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે લગભગ 12:45 વાગ્યે તેઓ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.