પીએમ મોદીના વનતારા ખાતેના દિવસ: આશા સાથે વન્ય જીવસૃષ્ટિનું નિદાન.
March 05th, 03:15 pm
2025ના 4 માર્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના જામનગરમાં આવેલા એક અગ્રગણ્ય વન્યજીવ બચાવ,પુનર્વસન અને સંવર્ધન કેન્દ્ર વનતારાનું ઉદ્ઘાટન કર્યું. રિલાયન્સ જામનગર રિફાઈનરી પરિસરના 3,500 એકર વિસ્તારમાં ફેલાયેલું વનતારા વિશ્વનું સૌથી મોટું આવા પ્રકારનું કેન્દ્ર છે, જે 2,000થી વધુ પ્રજાતિઓના 1.5 લાખથી વધુ બચાવવામાં આવેલા, લુપ્તપ્રાય અને સંકટગ્રસ્ત પ્રાણીઓને આશરો પૂરું પાડે છે. વનતારા માત્ર એક આશરો નથી પરંતુ ભારતની નૈતિક પ્રાણી કલ્યાણ અને પર્યાવરણીય સ્થિરતાની વિકસિત પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.પ્રધાનમંત્રીએ વન્યજીવન સંરક્ષણ, બચાવ અને પુનર્વસન પહેલ, વનતારાનું ઉદ્ઘાટન કર્યું
March 04th, 04:05 pm
વનતારા, એક અનોખી વન્યજીવન સંરક્ષણ, બચાવ અને પુનર્વસન પહેલ, વનતારાનું ઉદ્ઘાટન કર્યું. શ્રી અનંત અંબાણી અને તેમની ટીમના કરુણાસભર પ્રયાસો માટે પ્રશંસા કરતા તેમણે ટિપ્પણી કરી કે વનતારા પ્રાણીઓ માટે સલામત આશ્રયસ્થાન પૂરું પાડે છે જ્યારે પર્યાવરણીય ટકાઉપણું અને વન્યજીવન કલ્યાણને પ્રોત્સાહન આપે છે.