વંદે માતરમના 150 વર્ષ પર વિશેષ ચર્ચા દરમિયાન લોકસભામાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

December 08th, 12:30 pm

હું તમારો અને સદનના તમામ માનનીય સભ્યોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે અમે આ મહત્વપૂર્ણ અવસર પર એક સામૂહિક ચર્ચાનો માર્ગ પસંદ કર્યો છે, જે મંત્રએ, જે જયઘોષે દેશના આઝાદીના આંદોલનને ઊર્જા આપી હતી, પ્રેરણા આપી હતી, ત્યાગ અને તપસ્યાનો માર્ગ બતાવ્યો હતો, તે ‘વંદે માતરમ્’નું પુણ્ય સ્મરણ કરવું, આ સદનમાં આપણા સૌનું આ ખૂબ મોટું સૌભાગ્ય છે. અને આપણા માટે ગર્વની વાત છે કે વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે, આ ઐતિહાસિક અવસરના આપણે સાક્ષી બની રહ્યા છીએ. એક એવો કાલખંડ, જે આપણી સામે ઇતિહાસની અગણિત ઘટનાઓને લઈને આવે છે. આ ચર્ચા સદનની પ્રતિબદ્ધતાને તો પ્રગટ કરશે જ, પરંતુ આવનારી પેઢીઓ માટે પણ, પેઢી દર પેઢી માટે પણ આ શિક્ષણનું કારણ બની શકે છે, જો આપણે સૌ મળીને તેનો સદુપયોગ કરીએ તો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ના 150 વર્ષ નિમિત્તે વિશેષ ચર્ચાને સંબોધી

December 08th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ના 150 વર્ષ નિમિત્તે વિશેષ ચર્ચાને સંબોધી હતી. પ્રધાનમંત્રીએ આ મહત્વપૂર્ણ અવસર પર સામૂહિક ચર્ચાનો માર્ગ પસંદ કરવા બદલ ગૃહના તમામ આદરણીય સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ટિપ્પણી કરી કે વંદે માતરમ, જે મંત્ર અને આહ્વાનથી રાષ્ટ્રના સ્વાતંત્ર્ય સંગ્રામને ઊર્જા અને પ્રેરણા મળી, જેણે બલિદાન અને તપસ્યાનો માર્ગ બતાવ્યો, તેને આજે યાદ કરવામાં આવી રહ્યું છે અને તે ગૃહમાં હાજર સૌના માટે એક મહાન સૌભાગ્યની વાત છે. શ્રી મોદીએ પ્રકાશ પાડ્યો કે રાષ્ટ્ર વંદે માતરમના 150 વર્ષના ઐતિહાસિક અવસરનો સાક્ષી બની રહ્યું છે તે ગૌરવની બાબત છે. તેમણે જણાવ્યું કે આ સમયગાળો ઇતિહાસની અસંખ્ય ઘટનાઓ આપણી સમક્ષ લાવે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે જો સૌ સામૂહિક રીતે તેનો સારો ઉપયોગ કરશે, તો આ ચર્ચા માત્ર ગૃહની પ્રતિબદ્ધતાને જ નહીં દર્શાવે પણ ભવિષ્યની પેઢીઓ માટે શિક્ષણના સ્ત્રોત તરીકે પણ સેવા આપી શકે છે.

પ્રધાનમંત્રીએ સ્વાતંત્ર્ય સેનાની વી.ઓ. ચિદમ્બરમ પિલ્લઈને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી

September 05th, 09:22 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય સેનાની વી.ઓ. ચિદમ્બરમ પિલ્લઈને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી.

પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા સેનાની વી. ઓ. ચિદમ્બરમ પિલ્લઈનું તેમની જયંતી પર સ્મરણ કર્યુ

September 05th, 09:32 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા સેનાની વી. ઓ. ચિદમ્બરમ પિલ્લઈને તેમની જયંતી પર યાદ કર્યા છે.