ભુવનેશ્વરમાં 'ઉત્કર્ષ ઓડિશા' - મેક ઇન ઓડિશા કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 28th, 11:30 am
આ કાર્યક્રમમાં ઓડિશાના રાજ્યપાલ શ્રી હરિ બાબુ, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી મંત્રીઓ, ઓડિશા સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, ઉદ્યોગ અને વેપાર જગતના અગ્રણી ઉદ્યોગસાહસિકો, દેશ અને દુનિયાના રોકાણકારો, અને ઓડિશાના મારા પ્રિય ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વરમાં 'ઉત્કર્ષ ઓડિશા' – મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદઘાટન કર્યું
January 28th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાનાં ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા – મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025 અને મેક ઇન ઓડિશા પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. અહિં જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી, 2025માં ઓડિશાની આ તેમની બીજી મુલાકાત હતી. જેમાં પ્રવાસી ભારતીય દિવસ 2025નાં કાર્યક્રમનું ઉદઘાટન કરવા માટે તેમની મુલાકાતને યાદ કરવામાં આવી હતી. ઓડિશામાં આ અત્યાર સુધીની સૌથી મોટી બિઝનેસ સમિટ હોવાનું નોંધતા શ્રી મોદીએ કહ્યું હતું કે, મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025માં આશરે 5થી 6 ગણા વધારે રોકાણકારો સહભાગી થયા છે. તેમણે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ ઓડિશાનાં લોકો અને સરકારને અભિનંદન પણ આપ્યાં હતાં.પ્રધાનમંત્રી 28 જાન્યુઆરીએ ઓડિશા અને ઉત્તરાખંડની મુલાકાત લેશે
January 27th, 06:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઓડિશા અને ઉત્તરાખંડની મુલાકાત લેશે. સવારે લગભગ 11 વાગ્યે, તેઓ ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે ઉત્કર્ષ ઓડિશા - મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, તેઓ ઉત્તરાખંડના દેહરાદૂન જશે અને સાંજે 6 વાગ્યે, તેઓ 38મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કરશે.