પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ના દાયકાની ઉજવણી નિમિત્તે આપેલા સંબોધનનો મૂળપાઠ
January 16th, 01:30 pm
આજે આપણે સૌ એક ખૂબ જ ખાસ અવસર પર અહીં એકત્રિત થયા છીએ. ‘નેશનલ સ્ટાર્ટઅપ ડે’નો આ અવસર, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને ઇનોવેટર્સનો આ સમૂહ, હું મારી સામે નવા અને વિકસિત ભારતનું ભવિષ્ય જોઈ રહ્યો છું. હમણાં મને સ્ટાર્ટઅપની દુનિયાના કેટલાક લોકો સાથે, તેમની જે કેટલીક સિદ્ધિઓ હતી, તેમના જે પ્રયોગો હતા, તે જોવાની તક મળી, કેટલાક સાથીઓને સાંભળવાની તક મળી. એગ્રીકલ્ચરમાં કામ કરી રહેલા સ્ટાર્ટઅપ, ફિનટેક (Fintech), મોબિલિટીનું સેક્ટર, હેલ્થ અને સસ્ટેનેબિલિટીનું ફિલ્ડ, તમારા જે આઈડિયાઝ છે, તે માત્ર મને જ નહીં, દરેકને પ્રભાવિત કરનારા છે. પરંતુ મારા માટે જે મહત્વની વાત છે, તે તમારો આત્મવિશ્વાસ અને તમારી મહત્વાકાંક્ષાઓ (Ambitions), આ મને વધુ પ્રભાવશાળી લાગ્યા. આજથી 10 વર્ષ પહેલા, વિજ્ઞાન ભવનમાં, એક 500-700 નવયુવાનોની વચ્ચે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી, રિતેશ અહીં બેઠા છે, ત્યારે તેમની શરૂઆત હતી. અને તે સમયે સ્ટાર્ટઅપની દુનિયામાં જે નવા-નવા લોકો આવી રહ્યા હતા, તેમના અનુભવો હું સાંભળી રહ્યો હતો, અને મને યાદ છે કે એક દીકરી જે કોર્પોરેટ વર્લ્ડમાં પોતાની નોકરી છોડીને, સ્ટાર્ટઅપ તરફ જઈ રહી હતી. તો નોકરી છોડીને તે કોલકાતા પોતાની માતાને મળવા ગઈ અને માતાને કહ્યું કે મેં નોકરી છોડી દીધી છે, તો માતાએ કહ્યું, કેમ? આ બધું તેણે તે દિવસે વિજ્ઞાન ભવનમાં સંભળાવ્યું હતું, તો તેણે કહ્યું ના બસ હવે તો હું સ્ટાર્ટઅપ કરવા માંગુ છું, તો તેની માતાએ જે તેને કહ્યું, તે તેણે સંભળાવ્યું હતું, તેણે કહ્યું- સર્વનાશ, આ તું બરબાદીના રસ્તે કેમ જઈ રહી છે. સ્ટાર્ટઅપના સંબંધમાં આ વિચાર આપણા દેશમાં હતો અને આજે આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા, વિજ્ઞાન ભવનથી આજે ભારત મંડપમમાં જગ્યા નથી, અને મારું સૌભાગ્ય છે કે મને આ એક અઠવાડિયામાં જ દેશના નવયુવાનોને બીજી વાર મળવાની તક મળી રહી છે. હમણાં 12 જાન્યુઆરીએ યુવા દિવસ પર હું દેશભરમાંથી આવેલા લગભગ 3000 યુવકોને બે-અઢી કલાક સુધી સાંભળતો રહ્યો હતો અને તેમની સાથે બેઠો હતો. અને આજે મને આપ સૌને સાંભળવાનો અને મારા દેશના નવયુવાનોને, તેમની શક્તિના દર્શન કરવાનો મને અવસર મળ્યો છે.યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
July 24th, 04:20 pm
સૌ પ્રથમ, હું પ્રધાનમંત્રી સ્ટાર્મરનો તેમના ઉષ્માભર્યા સ્વાગત બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજે આપણા સંબંધોમાં એક ઐતિહાસિક દિવસ છે. મને ખુશી છે કે ઘણા વર્ષોની મહેનત પછી, આજે બંને દેશો વચ્ચે એક વ્યાપક આર્થિક અને વેપાર કરાર થયો છે.પ્રધાનમંત્રીએ WAVESના સલાહકાર બોર્ડની એક વ્યાપક બેઠકની અધ્યક્ષતા કરી, જે વૈશ્વિક સમિટ છે જે મનોરંજન, સર્જનાત્મકતા અને સંસ્કૃતિની દુનિયાને એકસાથે લાવે છે
February 07th, 11:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા WAVESના સલાહકાર બોર્ડની એક વ્યાપક બેઠકની અધ્યક્ષતા કરી. WAVES એક વૈશ્વિક સમિટ છે જે મનોરંજન, સર્જનાત્મકતા અને સંસ્કૃતિની દુનિયાને એકસાથે લાવે છે.ઇન્ડોનેશિયાના જકાર્તામાં શ્રી સનાતન ધર્મ આલયમના કુંબાભિશેગમ દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળ પાઠ
February 02nd, 02:45 pm
મહામહિમ રાષ્ટ્રપતિ પ્રબોવો, મુરુગન ટેમ્પલ ટ્રસ્ટના અધ્યક્ષ પા હાશિમ, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. કોબાલન, તમિલનાડુ અને ઇન્ડોનેશિયાના મહાનુભાવો, પૂજારીઓ અને આચાર્યો, ભારતીય ડાયસ્પોરાના સભ્યો, શુભ અવસરનો હિસ્સો બનનારા ઇન્ડોનેશિયા અને અન્ય દેશોના અમારા બધા મિત્રો અને આ દિવ્ય અને ભવ્ય મંદિરને સાકાર બનાવનારા બધા કારીગર ભાઈઓ!ઇન્ડોનેશિયાનાં જકાર્તામાં શ્રી સનાતન ધર્મ આલયમનાં મહા કુંબાભિશેગમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય
February 02nd, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ઇન્ડોનેશિયાનાં જકાર્તામાં શ્રી સનાતન ધર્મ આલયમના મહા કુંબાભિશેગમ દરમિયાન પોતાની ટિપ્પણી કરી હતી. તેમણે મહામહિમ રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો, મુરુગન ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન પા હાશિમ, મેનેજિંગ ટ્રસ્ટી ડો. કોબાલાન, તમિલનાડુ અને ઇન્ડોનેશિયાના મહાનુભાવો, પૂજારીઓ અને આચાર્યો, ભારતીય ડાયસ્પોરાના સભ્યો, ઇન્ડોનેશિયા અને અન્ય દેશોના તમામ નાગરિકો કે જેઓ આ શુભ પ્રસંગમાં સામેલ હતા તેમને તથા આ દિવ્ય અને ભવ્ય મંદિરને વાસ્તવિક સ્વરૂપ આપનાર તમામ પ્રતિભાશાળી કલાકારોને પણ હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.પ્રધાનમંત્રીએ યુનિટી ઇન ક્રિએટીવીટી સ્પર્ધાના વિજેતાઓ તેમજ સહભાગીઓને અભિનંદન પાઠવ્યા
February 08th, 09:59 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2021માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત સર્જનાત્મકતામાં એકતા સ્પર્ધાના વિજેતાઓને તેમજ સહભાગીઓને અભિનંદન પાઠવ્યા છે.