IBSA નેતાઓની બેઠકમાં પ્રધાનમંત્રીનું નિવેદન

November 23rd, 12:45 pm

જોહાનિસબર્ગ જેવા જીવંત અને સુંદર શહેરમાં IBSA નેતાઓની બેઠકમાં ભાગ લેવાનો મારા માટે ખૂબ આનંદ છે. હું આ પહેલ માટે IBSA ના અધ્યક્ષ રાષ્ટ્રપતિ લુલાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને હું રાષ્ટ્રપતિ રામાફોસાનો તેમના આતિથ્ય માટે આભાર માનું છું.

પ્રધાનમંત્રીએ જોહાનિસબર્ગમાં IBSA નેતાઓની બેઠકમાં ભાગ લીધો

November 23rd, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આયોજિત IBSA નેતાઓની બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકનું આયોજન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મહામહિમ સિરિલ રામાફોસા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ મહામહિમ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ હાજરી આપી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ડેનમાર્કના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી મેટ્ટે ફ્રેડરિકસેનનો ટેલિફોન કોલ મળ્યો

September 16th, 07:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ડેનમાર્કના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી મેટ્ટે ફ્રેડરિકસેન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

July 09th, 06:02 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બ્રાઝિલિયાની સત્તાવાર મુલાકાતે છે. તેમણે આજે બ્રાઝિલિયાના અલ્વોરાડા પેલેસ ખાતે બ્રાઝિલના રાષ્ટ્રપતિ મહામહિમ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સાથે મુલાકાત કરી. આગમન પર, રાષ્ટ્રપતિ લુલા દ્વારા તેમનું ઉષ્માભર્યું અને રંગબેરંગી ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું.

પ્રધાનમંત્રી સાયપ્રસના રાષ્ટ્રપતિને મળ્યા

June 16th, 03:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સાયપ્રસ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ સાથે સત્તાવાર વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ મહેલમાં પહોંચ્યા બાદ, રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલિડ્સે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું અને ઔપચારિક સ્વાગત કર્યું હતું. ગઈકાલે, એક ખાસ સંકેત તરીકે, એરપોર્ટ પર રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલિડ્સે પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, જે બંને દેશો વચ્ચેના પરસ્પર વિશ્વાસ અને સ્થાયી મિત્રતાને પ્રતિબિંબિત કરે છે.

પ્રધાનમંત્રીએ એન્ટિગુઆ અને બારબુડાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

November 21st, 09:37 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ ગુયાનાના જ્યોર્જટાઉનમાં દ્વિતીય ઈન્ડિયા-કેરીકોમ સમિટ અંતર્ગત એન્ટિગુઆ અને બારબુડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ગેસ્ટન બ્રાઉન સાથે મુલાકાત કરી હતી.

G-7 શિખર સંમેલન દરમિયાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત

June 27th, 09:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રીમાન સિરિલ રામાફોસાને, 27 જૂન 2022 ના રોજ જર્મનીના સ્લોસ એલમાઉમાં G-7 સમિટ દરમિયાન મળ્યા.

“મૅરિટાઇમ સલામતી વધારવી: આંતરરાષ્ટ્રીય સહકાર માટેનો વિષય” પર યુએનએસસીની ઉચ્ચ સ્તરીય ખુલ્લી ચર્ચા ખાતે પ્રધાનમંત્રીની ટિપ્પણીઓ

August 09th, 05:41 pm

મૅરિટાઇમ સલામતી પર આ મહત્વની ચર્ચામાં સામેલ થવા બદલ આપ સૌનો ધન્યવાદ. હું સેક્રેટરી જનરલના સકારાત્મક સંદેશ અને યુ.એન.ઓ.ડી.સીનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દ્વારા બ્રીફિંગ માટે આભાર વ્યક્ત કરું છું. કૉંગો લોકતાંત્રિક ગણરાજ્યના રાષ્ટ્રપતિએ આફ્રિકન યુનિયનના અધ્યક્ષ તરીકે પોતાનો સંદેશ આપ્યો. હું ખાસ કરીને એમનો આભારી છું. હું રશિયાના રાષ્ટ્રપતિ, કેન્યાના રાષ્ટ્રપતિ અને વિયેટનામના પ્રધાનમંત્રીની ઉપસ્થિતિ માટે પણ હ્રદયથી આભાર વ્યક્ત કરું છું.

“મૅરિટાઇમ સલામતી વધારવી: આંતરરાષ્ટ્રીય સહકાર માટેનો એક વિષય” પર યુએનએસસી ઉચ્ચ સ્તરીય ખુલ્લી ચર્ચાની પ્રધાનમંત્રી અધ્યક્ષતા કરશે

August 08th, 05:18 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9મી ઑગસ્ટે ભારતીય સમયાનુસાર સાંજે 5:30 કલાકે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી “મૅરિટાઇમ સલામતી વધારવી-આંતરરાષ્ટ્રીય સહકાર માટેનો એક વિષય” પર ઉચ્ચ સ્તરીય ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના પ્રધાનમંત્રી મહામહિમ ફામ મિન્હ ચિન્હ વચ્ચે ટેલિફોનિક સંવાદ થયો

July 10th, 01:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ ફામ મિન્હ ચિન્હને વિયેતનામના પ્રધાનમંત્રી તરીકે તેમણે હોદ્દો સંભાળવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેમના માર્ગદર્શન હેઠળ ભારત અને વિયેતનામ વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી ચાલુ જ રહેશે અને બંને દેશોના સંબંધો વધુ મજબૂત થશે.