પ્રધાનમંત્રીએ ઉલાનબાતર ઓપન 2025માં કુસ્તીબાજોના અસાધારણ પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા

June 02nd, 08:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉલાનબાતર ઓપન 2025માં ત્રીજી રેન્કિંગ શ્રેણીમાં કુસ્તીબાજોના અસાધારણ પ્રદર્શન બદલ તેમને અભિનંદન આપ્યા છે. આપણી નારી શક્તિએ રેન્કિંગ શ્રેણીમાં તેમનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે, જેનાથી આ સિદ્ધિ વધુ યાદગાર બની છે. આ રમતગમત પ્રદર્શન ઘણા આવનારા ખેલાડીઓને પ્રેરણા આપશે, શ્રી મોદીએ જણાવ્યું હતું.