ટીવી9 સમિટ 2026માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 23rd, 08:30 pm

સાથીઓ, આજે જ્યારે દુનિયા, conflicts (સંઘર્ષો) ને કારણે ગૂંચવાયેલી છે, જ્યારે આ સંઘર્ષોની દુષ્પ્રેરણા આખી દુનિયા પર દેખાઈ રહી છે, ત્યારે India and the world ની વાત કરવી ખૂબ જ પ્રાસંગિક છે. ભારત આજે એ દેશ છે, જેની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. 2014 પહેલાની સ્થિતિઓને પાછળ છોડીને આજે ભારત એક નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. હવે ભારત પડકારોને ટાળતું નથી પરંતુ પડકારો સામે ટકરાય છે. તમે છેલ્લા 5-6 વર્ષમાં જુઓ, કોરોનાની મહામારી પછી પડકારો એક પછી એક વધતા જ ગયા છે. એવું કોઈ વર્ષ નથી, જેણે ભારતની, ભારતીયોની પરીક્ષા ન લીધી હોય. પરંતુ 140 કરોડ દેશવાસીઓના એકજૂટ પ્રયાસથી ભારત દરેક આપત્તિનો સામનો કરતા આગળ વધી રહ્યું છે. આ સમયે યુદ્ધની પરિસ્થિતિઓમાં પણ ભારતની નીતિ અને વ્યૂહરચના જોઈને, ભારતનું સામર્થ્ય જોઈને દુનિયાના અનેક દેશો હેરાન છે. આપણે ત્યાં કહેવત છે, સાંચ કો આંચ નહીં. 28 ફેબ્રુઆરીથી દુનિયામાં જે ઉથલપાથલ મચી છે, આ કઠોર વિપરીત પરિસ્થિતિઓમાં પણ ભારત પ્રગતિના, વિકાસના, વિશ્વાસના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. આ 23 દિવસોમાં ભારતે પોતાની Relationship Building Capacity બતાવી છે, Decision Making Capacity બતાવી છે અને Crisis Management Capacity બતાવી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ TV-9 નેટવર્ક સમિટને સંબોધિત કરી

March 23rd, 08:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'ભારત અને વિશ્વ' થીમ પર આધારિત TV9 સમિટને સંબોધિત કરી હતી. અભૂતપૂર્વ અને ગંભીર વૈશ્વિક પરિસ્થિતિઓને સ્વીકારતા, પ્રધાનમંત્રીએ એક નિર્ણાયક વળાંક પર વિચારોના આદાનપ્રદાન માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનાવવા બદલ TV9 નેટવર્કની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આજે વિશ્વ જે ગંભીર પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યું છે તે અભૂતપૂર્વ અને અત્યંત ગંભીર છે, અને આની વચ્ચે TV9 નેટવર્કે વિચારો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ ઊભું કર્યું છે.

ટીવી9 કૉન્કલેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 26th, 08:55 pm

મારે ત્યાં જૂના જમાનામાં, યુદ્ધમાં જતાં પહેલાં, ખૂબ જ જોરથી ઢોલ-નગારા વગાડવામાં આવતા, મોટા મોટા બ્યુગલ ફૂંકાતા જેથી જનાર વ્યક્તિ થોડો ઉત્સાહિત થઈને જાય, આભાર દાસ! ટીવી નાઈનના તમામ દર્શકોને અને અહીં ઉપસ્થિત તમને બધાને પણ મારી શુભેચ્છાઓ… હું ઘણીવાર ભારતની વિવિધતા વિશે વાત કરું છું. ટીવી નાઈનના ન્યૂઝરૂમ અને તમારી રિપોર્ટિંગ ટીમમાં આ વિવિધતા સ્પષ્ટપણે દેખાય છે. ટીવી નાઈન પાસે ઘણી ભારતીય ભાષાઓમાં મીડિયા પ્લેટફોર્મ છે. તમે ભારતના જીવંત લોકશાહીના પ્રતિનિધિ પણ છો. વિવિધ રાજ્યોમાં, વિવિધ ભાષાઓમાં ટીવી નાઈનમાં કામ કરતા તમામ પત્રકાર સાથીદારો અને તમારી ટેકનિકલ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ ન્યૂઝ 9 ગ્લોબલ સમિટને સંબોધન કર્યું

February 26th, 07:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ન્યૂઝ 9 ગ્લોબલ સમિટને સંબોધન કર્યું હતું. આ સમિટની થીમ 'ઇન્ડિયાઃ પોસાઇઝ્ડ ફોર ધ બિગ લીપ' છે.