મહારાષ્ટ્રના નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 30th, 11:53 am
ગુડી પાડ-વ્યાચ્યા આણિ નવીન વર્ષાચ્યા આપલ્યા સર્વાન્ના અતિશય મનઃપૂર્વક શુભેચ્છા! આ કાર્યક્રમમાં ઉપસ્થિત પરમ પૂજ્ય સરસંઘચાલકજી, ડૉ. મોહન ભાગવતજી, સ્વામી ગોવિંદ ગિરિજી મહારાજ, સ્વામી અવધેશાનંદ ગિરિજી મહારાજ, મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ નીતિન ગડકરીજી, ડૉ. અવિનાશ ચંદ્ર અગ્નિહોત્રીજી, અન્ય મહાનુભાવો અને ઉપસ્થિત બધા વરિષ્ઠ સાથીઓ, મને આજે રાષ્ટ્ર યજ્ઞના આ પવિત્ર વિધિમાં હાજર રહેવાનું સૌભાગ્ય મળ્યું છે. આજે ચૈત્ર શુક્લ પ્રતિપદાનો આ દિવસ ખૂબ જ ખાસ છે. આજથી નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે. આજે દેશના વિવિધ ખૂણામાં ગુડી પડવા, ઉગાદી અને નવરેહના તહેવારો પણ ઉજવવામાં આવી રહ્યા છે. આજે ભગવાન ઝુલેલાલજી અને ગુરુ અંગદ દેવજીની પણ જન્મજયંતી છે. આ આપણા પ્રેરણા સ્ત્રોત, પરમ પૂજ્ય ડૉક્ટર સાહેબની જન્મજયંતીનો પણ પ્રસંગ છે. અને આ વર્ષે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગૌરવશાળી યાત્રાના 100 વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે. આજે, આ પ્રસંગે, મને સ્મૃતિ મંદિરની મુલાકાત લેવાનો અને પૂજ્ય ડૉક્ટર સાહેબ અને પૂજ્ય ગુરુજીને શ્રદ્ધાંજલિ આપવાનો લહાવો મળ્યો છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રનાં નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કર્યો
March 30th, 11:52 am
પ્રધાનમંત્રીએ આજે મહારાષ્ટ્રનાં નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે પવિત્ર નવરાત્રી મહોત્સવની શરૂઆતની સાથે સાથે ચૈત્ર શુક્લ પ્રતિપદાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, અત્યારે દેશભરમાં ગુડી પડવા, ઉગાદી અને નવરેહ જેવા તહેવારોની ઉજવણી થઈ રહી છે. તેમણે આ દિવસના મહત્વ પર ભાર મૂક્યો કારણ કે તે ભગવાન ઝુલેલાલ અને ગુરુ અંગદ દેવની જન્મજયંતી સાથે સુમેળ ખાય છે. તેમણે આ પ્રસંગને પ્રેરણાદાયી ડૉ. કે. બી. હેડગેવારની જન્મજયંતી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની ઝળહળતી યાત્રાના શતાબ્દી વર્ષ તરીકે પણ સ્વીકાર્યો હતો. તેમણે આ મહત્વપૂર્ણ દિવસે ડો. હેડગેવાર અને શ્રી ગોલવલકર ગુરુજીને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્મૃતિ મંદિરની મુલાકાત લઈને આદર વ્યક્ત કર્યો હતો.મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં તુલસીપીઠ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
October 27th, 03:55 pm
હું ચિત્રકૂટની પાવન ભૂમિને ફરી એકવાર વંદન કરું છું. આ મારું સૌભાગ્ય છે કે, આજે મને આખો દિવસ અલગ અલગ મંદિરોમાં ભગવાન શ્રી રામના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો અને સંતોના આશીર્વાદ પણ મેળવી શક્યો છું. ખાસ કરીને જગદ્ગુરુ રામભદ્રાચાર્યજી તરફથી મને જે પ્રેમ મળે છે તે મને અભિભૂત કરી નાખે છે. તમામ શ્રદ્ધેય સંતો, મને ખુશી છે કે આજે આ પવિત્ર સ્થાન પર જગદ્ગુરુજીના પુસ્તકોનું વિમોચન કરવાની મને તક મળી છે. અષ્ટાધ્યાયી ભાષ્ય, રામાનંદાચાર્ય ચરિતમ અને ભગવાન કૃષ્ણની રાષ્ટ્રલીલા, આ બધા જ ગ્રંથો ભારતની મહાન જ્ઞાન પરંપરાને વધુ સમૃદ્ધ બનાવશે. હું આ પુસ્તકોને જગદ્ગુરુજીના આશીર્વાદનું અન્ય એક સ્વરૂપ માનું છું. આ પુસ્તકોના વિમોચન બદલ આપ સૌને હું અભિનંદન પાઠવું છું.PM addresses programme at Tulsi Peeth in Chitrakoot, Madhya Pradesh
October 27th, 03:53 pm
PM Modi visited Tulsi Peeth in Chitrakoot and performed pooja and darshan at Kanch Mandir. Addressing the gathering, the Prime Minister expressed gratitude for performing puja and darshan of Shri Ram in multiple shrines and being blessed by saints, especially Jagadguru Rambhadracharya. He also mentioned releasing the three books namely ‘Ashtadhyayi Bhashya’, ‘Rambhadracharya Charitam’ and ‘Bhagwan Shri Krishna ki Rashtraleela’ and said that it will further strengthen the knowledge traditions of India. “I consider these books as a form of Jagadguru’s blessings”, he emphasized.