પ્રધાનમંત્રીએ ભારતીય ડાયસ્પોરાના પ્રતિષ્ઠિત સભ્યો સાથે વાર્તાલાપ કર્યો

February 08th, 02:48 pm

પ્રધાનમંત્રીએ આજે આમંત્રિત ભારતીય ડાયસ્પોરા નેતાઓ સાથે વાતચીત કરી હતી, જેમાં મંત્રીઓ, સેનેટર્સ, સંસદ સભ્યો અને આઝાદ હિંદ ફોજના (Indian National Army-INA) નિવૃત્ત સૈનિકો (veterans) નો સમાવેશ થાય છે. જેમાં ડિજિટલ મંત્રી તુઆન ગોબિંદ સિંહ દેવ; માનવ સંસાધન મંત્રી દાતો શ્રી રમણન રામકૃષ્ણન; પ્રધાનમંત્રી કાર્યાલયના નાયબ મંત્રી તુઆન એમ. કુલસેગરન અને રાષ્ટ્રીય એકતાના નાયબ મંત્રી તુઆન આર. યુનેશ્વરન, અન્યોની સાથે સામેલ હતા.