આપત્તિ સ્થિતિસ્થાપક માળખા પર આંતરરાષ્ટ્રીય પરિષદમાં પ્રધાનમંત્રીની ટીપ્પણીનો મૂળપાઠ
June 07th, 02:00 pm
આપત્તિ સ્થિતિસ્થાપક માળખા પર આંતરરાષ્ટ્રીય પરિષદ 2025માં આપનું સ્વાગત છે. આ પરિષદ યુરોપમાં પહેલી વાર યોજાઈ રહી છે. હું મારા મિત્ર, રાષ્ટ્રપતિ મેક્રોન અને ફ્રેન્ચ સરકારનો તેમના સમર્થન બદલ આભાર માનું છું. હું આગામી યુએન મહાસાગર પરિષદ માટે પણ મારી શુભેચ્છાઓ પાઠવું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2025માં આપત્તિ સ્થિતિસ્થાપક માળખા પર આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી
June 07th, 01:26 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આપત્તિ સ્થિતિસ્થાપક માળખાગત સુવિધાઓ 2025 પર આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. સભાને સંબોધતા, તેમણે યુરોપમાં પ્રથમ વખત આયોજિત આપત્તિ સ્થિતિસ્થાપક માળખાગત સુવિધાઓ 2025 પર આંતરરાષ્ટ્રીય પરિષદમાં સહભાગીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે આ કાર્યક્રમના આયોજનમાં સહયોગ આપવા બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોન અને ફ્રાન્સ સરકારનો આભાર માન્યો. પ્રધાનમંત્રીએ આગામી સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદ માટે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.હિમાચલ પ્રદેશના લેપ્ચામાં સુરક્ષા દળો સાથે દિવાળીની ઉજવણી કરતી વખતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
November 12th, 03:00 pm
મા ભારતના જયઘોષનો આ પડઘો, ભારતીય સેનાઓ અને સુરક્ષા બળોનાં પરાક્રમનો આ ઉદ્ઘોષ, આ ઐતિહાસિક ધરતી, અને દિવાળીનો આ પવિત્ર તહેવાર. આ એક અદ્ભૂત સંયોગ છે, આ એક અદ્ભૂત મેળાપ છે. સંતોષ અને આનંદથી ભરી દેનારી આ ક્ષણ મારા માટે પણ, તમારા માટે પણ અને દેશવાસીઓ માટે પણ દિવાળીમાં નવો પ્રકાશ લાવશે, એવો મને વિશ્વાસ છે. હું આપ સૌને, તમામ દેશવાસીઓને સીમા પરથી, છેવટનાં ગામેથી, જેને હવે હું પહેલું ગામ કહું છું, ત્યાં તહેનાત આપણા સુરક્ષા દળના સાથીઓ સાથે જ્યારે દિવાળી મનાવી રહ્યો છું, ત્યારે સૌ દેશવાસીઓને દિવાળીની આ શુભકામના પણ બહુ ખાસ બને જાય છે. દેશવાસીઓને મારા ખૂબ-ખૂબ અભિનંદન, દિવાળીની શુભકામનાઓ.પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના લેપ્ચામાં બહાદુર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી
November 12th, 02:31 pm
જવાનોને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દિવાળીનાં તહેવારનું વિલિનીકરણ અને જવાનોનાં સાહસનાં સમન્વયનાં પડઘા દેશનાં દરેક નાગરિક માટે જ્ઞાનપ્રાપ્તિની ક્ષણ છે. તેમણે ભારતના સરહદી વિસ્તારોના જવાનોની સાથે દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી, જે દેશનું છેલ્લું ગામ છે, જેને હવે પ્રથમ ગામ માનવામાં આવે છે.“મૅરિટાઇમ સલામતી વધારવી: આંતરરાષ્ટ્રીય સહકાર માટેનો વિષય” પર યુએનએસસીની ઉચ્ચ સ્તરીય ખુલ્લી ચર્ચા ખાતે પ્રધાનમંત્રીની ટિપ્પણીઓ
August 09th, 05:41 pm
મૅરિટાઇમ સલામતી પર આ મહત્વની ચર્ચામાં સામેલ થવા બદલ આપ સૌનો ધન્યવાદ. હું સેક્રેટરી જનરલના સકારાત્મક સંદેશ અને યુ.એન.ઓ.ડી.સીનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દ્વારા બ્રીફિંગ માટે આભાર વ્યક્ત કરું છું. કૉંગો લોકતાંત્રિક ગણરાજ્યના રાષ્ટ્રપતિએ આફ્રિકન યુનિયનના અધ્યક્ષ તરીકે પોતાનો સંદેશ આપ્યો. હું ખાસ કરીને એમનો આભારી છું. હું રશિયાના રાષ્ટ્રપતિ, કેન્યાના રાષ્ટ્રપતિ અને વિયેટનામના પ્રધાનમંત્રીની ઉપસ્થિતિ માટે પણ હ્રદયથી આભાર વ્યક્ત કરું છું.‘મન કી બાત’-2 (પંચોતેરમી કડી)માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28-03-2021)
March 28th, 11:30 am
‘મન કી બાત’-2 (પંચોતેરમી કડી)માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28-03-2021)પ્રધાનમંત્રીએ ઈન્ડોનેશિયામાં સુનામીને કારણે જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
December 23rd, 09:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડોનેશિયામાં જ્વાળામુખીનો વિસ્ફોટ થયા બાદ આવેલા સુનામીને કારણે જાનહાનિ થવા પર શોક વ્યક્ત કર્યો હતો.