આંધ્ર પ્રદેશમાં વિકાસ પરિયોજનાઓના શુભારંભ પ્રસંગે પીએમના સંબોધનનો મૂળપાઠ
August 01st, 11:45 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશમાં અંદાજે ₹18,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો, તેમજ રાજ્યને વિકસિત ભારતના વિકાસ એન્જિન તરીકે ઉભરતું રાજ્ય ગણાવ્યું.વિશ્વસ્તરીય કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સથી લઈને સેમિકન્ડક્ટર, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), ગ્રીન એનર્જી અને મેન્યુફેક્ચરિંગ સુધી વડાપ્રધાનએ રોજગાર સર્જન, રોકાણ આકર્ષવા અને આંધ્ર પ્રદેશના સર્વાંગી વિકાસને વેગ આપવાના પોતાના દૂરંદેશી વિઝનની રજૂઆત કરી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના ભોગાપુરમમાં ₹17,900 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો.
August 01st, 11:30 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશમાં અંદાજે ₹18,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો, તેમજ રાજ્યને વિકસિત ભારતના વિકાસ એન્જિન તરીકે ઉભરતું રાજ્ય ગણાવ્યું.વિશ્વસ્તરીય કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સથી લઈને સેમિકન્ડક્ટર, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), ગ્રીન એનર્જી અને મેન્યુફેક્ચરિંગ સુધી વડાપ્રધાનએ રોજગાર સર્જન, રોકાણ આકર્ષવા અને આંધ્ર પ્રદેશના સર્વાંગી વિકાસને વેગ આપવાના પોતાના દૂરંદેશી વિઝનની રજૂઆત કરી.પ્રધાનમંત્રીએ હૂલ દિવસ પર બહાદુર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પી
June 30th, 06:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હૂલ દિવસ નિમિત્તે વિદેશી શાસનના અન્યાય સામે અડગ રહેનારા સિદો-કાન્હુ, ચાંદ-ભૈરવ અને ફૂલો-ઝાનો જેવા તમામ બહાદુર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી. શ્રી મોદીએ નોંધ્યું હતું કે આદિવાસી ગૌરવ અને સન્માનના રક્ષણ માટે તેમના સંઘર્ષ અને બલિદાનની વાર્તા દેશવાસીઓના હૃદયમાં નવી ઉર્જાનો સંચાર કરતી રહેશે.નવી દિલ્હીમાં રિપબ્લિક સમિટ 2026માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 22nd, 10:24 pm
હું રિપબ્લિક ટીવી નેટવર્કના તમામ દર્શકોને મારા અભિનંદન પાઠવું છું, જે હવે ઘણી ભાષાઓમાં પ્રસારિત થાય છે. આ સમિટમાં ભાગ લેવા આવેલા તમામ સાથીઓનું પણ હું સ્વાગત કરું છું. 24 કલાક ચાલતી ન્યૂઝ ચેનલોમાં બ્રેકિંગ ન્યૂઝનું ઘણું મહત્વ હોય છે. અને આજકાલ જો તમે દુનિયામાં ગમે ત્યાં જુઓ તો આખી દુનિયા બ્રેકિંગ ન્યૂઝ મોડમાં હોય તેવું લાગે છે. આટલી ધમાલ વચ્ચે તમે આ સમિટનું આયોજન કરી રહ્યા છો અને તેમાં ભાગ લઈ રહ્યા છો, અને તેથી તમે વિશેષ અભિનંદનને પાત્ર છો. આ વખતે, તમારી ચર્ચાની થીમ પણ એટલી જ મહત્વપૂર્ણ છે: ગ્રેટ પાવર ઇન્ડિયા: નેશન ફર્સ્ટ (મહાન શક્તિ ભારત: રાષ્ટ્ર પ્રથમ).પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રિપબ્લિક સમિટ 2026 ને સંબોધિત કરી
June 22nd, 08:00 pm
સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે “રાષ્ટ્ર પ્રથમ” ની ભાવના છેલ્લા એક દાયકામાં ભારતની સિદ્ધિઓ અને એક વિશ્વસનીય વૈશ્વિક શક્તિ તરીકે તેના ઉદય પાછળનો માર્ગદર્શક સિદ્ધાંત રહ્યો છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારત એક લાંબી ઐતિહાસિક સ્મૃતિ અને પ્રગતિ તેમજ પ્રતિકૂળતા બંનેમાંથી પાઠ શીખવાની અદભૂત ક્ષમતા ધરાવતી સભ્યતા છે. તેમણે ટિપ્પણી કરી હતી કે આજે જે નિર્ણયો અને કાર્યો કરવામાં આવી રહ્યા છે તે આગામી સદીઓમાં દેશના ભવિષ્યનો પાયો નાખી રહ્યા છે. “દેશ માત્ર વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંના એક તરીકે જ નહીં પરંતુ એક વિશ્વસનીય અને ભરોસાપાત્ર ભાગીદાર તરીકે પણ ઉભરી આવ્યો છે. ભારતનો ઉદય વિશ્વાસ, સ્થિરતા અને વ્યાપક વૈશ્વિક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર આધારિત છે”, તેમ તેમણે નોંધ્યું હતું.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પહાડપુર ગામમાં ગોસાણી પીઠ ખાતે પૂજા-અર્ચના કરી
June 20th, 08:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે તેઓએ અને ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ પહાડપુર ગામમાં ગોસાણી પીઠ ખાતે પૂજા-અર્ચના કરી હતી.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે પહાડપુર ગામમાં સંથાલી જાહેરા અને હો જાહેરા ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
June 20th, 08:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે પહાડપુર ગામમાં સંથાલી જાહેરા (Santhali Jahera) અને હો જાહેરા (Ho Jahera) ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે.ઓડિશા સરકારના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 20th, 01:10 pm
હાલના દિવસોમાં આપણું ઓડિશા ઉત્સવોના આનંદમાં ડૂબેલું છે. અહીંનો ગણપર્વ રજ, ગયા અઠવાડિયે જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. મહાપ્રભુ જગન્નાથ જીની રથયાત્રાની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. મયુરભંજના બારીપદા રથયાત્રાને લઈને પણ ઉત્સાહનો માહોલ છે. અને આ બધાની વચ્ચે જ લોકશાહીના વિકાસનો ઉત્સવ પણ ચાલી રહ્યો છે. ઓડિશાની ભાજપ સરકારે પોતાના 2 વર્ષ પણ પૂર્ણ કર્યા છે. આ અવસરે, આપ સૌની વચ્ચે આવવાનું, મયુરભંજ આવવાનું આ સૌભાગ્ય અને આટલી મોટી સંખ્યામાં આપ સૌની ઉપસ્થિતિ, આ અવસર મારા માટે બહુ ખાસ છે. તમારો પોતાનો ભાવ મને વારંવાર અહીં ખેંચી લાવે છે. હું આપ સૌનું હૃદયપૂર્વક બહુ-બહુ અભિનંદન કરું છું. અને ઓડિશાની જનતાને ડબલ એન્જિન સરકારમાં વિકાસ યાત્રાની પણ વધામણી આપું છું, શુભેચ્છાઓ આપું છું. સાથે જ, આ અવસરે હું પંડિત રઘુનાથ મુર્મુ જી, ડો. દમયંતી બેશ્રા જી, અને શ્રી ચરણ હેમ્બ્રમ જી જેવી વિભૂતિઓને પણ નમન કરું છું. રઘુનાથ મુર્મુ જીએ સંથાલી ભાષા માટે ઓલ ચિકી લિપિનું નિર્માણ કર્યું હતું. આપણી સરકારે સંથાલી ભાષામાં ભારતનું સંવિધાન પ્રસ્તુત કર્યું છે. ઓડિશાના સંતાનોને પદ્મ સન્માન આપીને સન્માનિત કર્યા છે. વિતેલા 2 વર્ષોમાં ઓડિશા સરકાર પણ આ બધી વિભૂતિઓના સપનાઓને પૂરા કરવામાં દિવસ રાત પુરુષાર્થ કરી રહી છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશા સરકારના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મયૂરભંજ જિલ્લાના રાયરંગપુર ખાતે ₹47,600 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
June 20th, 01:00 pm
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મયૂરભંજ જિલ્લાના પહાડપુર ગામની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પવિત્ર ઉપવન સંથાલી જાહેરા અને હો જાહેરા, સ્કિલ સેન્ટર અને પહાડપુર શાળામાં પૂજા-અર્ચના કરી હતી. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઓડિશા સરકારના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મયૂરભંજ જિલ્લાના રાયરંગપુર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમની થીમ “વિકાસ રા ધારા, ઓડિશા સારા” (Vikas ra Dhara, Odisha Sara) છે. શ્રી મોદીએ ₹47,600 કરોડથી વધુની કિંમતના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.પ્રધાનમંત્રી 20 જૂનના રોજ ઓડિશાની મુલાકાત લેશે
June 19th, 11:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 જૂન 2026ના રોજ ઓડિશાની મુલાકાત લેશે. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી સાથે જોડાશે, જે રાજ્ય માટે એક દુર્લભ અને મહત્વપૂર્ણ પ્રસંગ છે.The trust of 140 crore Indians is our greatest strength and responsibility: PM Modi at the NDA Leaders’ Conclave
June 10th, 06:33 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.PM Modi addresses NDA Leaders' Conclave, reaffirms commitment to Viksit Bharat
June 10th, 06:30 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.પ્રધાનમંત્રીએ ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીને તેમના શહીદ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
June 09th, 01:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીને તેમના શહીદ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે તેઓ જળ, જંગલ અને જમીનના રક્ષણ માટે વિદેશી શાસન સામે અદમ્ય હિંમતથી લડ્યા હતા.દમણ, ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ/લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીજીના સંબોધનનો મૂળપાઠ
June 05th, 07:20 pm
તમે જેમ અહીં એકઠા થયા છો, તેવી જ રીતે લક્ષદ્વીપમાં પણ બહુ મોટી સંખ્યામાં લોકો વીડિયોના માધ્યમથી અમારી સાથે જોડાયેલા છે, કારણ કે આજે લક્ષદ્વીપના વિકાસની પણ એક નવી શરૂઆત, એક નવો પ્રકલ્પ, જે આખા લક્ષદ્વીપના જીવનમાં એક ક્રાંતિકારી કામ કરવાનો છે, તેના માટે પણ કેટલીક યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દમણમાં આશરે ₹2,970 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો
June 05th, 07:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દમણમાં આશરે ₹2,970 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો હતો. સ્થાનિક નેતાઓ અને નાગરિકોના મેળાવડાને સંબોધતા, પ્રધાનમંત્રીએ જનમેદનીની ભારે ઉપસ્થિતિ બદલ ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમની અગાઉની મુલાકાતને યાદ કરતા તેમણે નોંધ્યું કે કેવી રીતે તેમનું અગાઉનું અવલોકન વાસ્તવિકતામાં બદલાઈ ગયું છે, અને આ પ્રદેશ હવે દેશના વિવિધ અને જીવંત સારનું ગૌરવપૂર્વક પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, “દમણ મિની ઈન્ડિયાનું એક જીવંત ઉદાહરણ બની ગયું છે, જ્યાં વિવિધ પ્રદેશોના લોકોનું નિવાસસ્થાન સમગ્ર દેશની સુંદર ઝલક પૂરી પાડે છે.”ગુજરાતના સુરતમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીજીના સંબોધનનો મૂળપાઠ
June 05th, 04:30 pm
મારી વાત શરૂ કરું તે પહેલાં, થોડા દિવસ પહેલાં જ મારા અનન્ય સાથી, જેમની સાથે મેં વર્ષો સુધી કામ કર્યું અને જીવનની અંતિમ ક્ષણ સુધી જે કાર્યરત રહ્યા, એવા કનુભાઈ માવાણીની વિદાય, આદર પૂર્વક હું તેમને શ્રદ્ધાંજલિ અર્પું છું. એક સાથી ગુમાવવાનું દર્દ સ્વાભાવિક છે, પરંતુ આજે સુરતની ધરતી પર આવ્યો છું ત્યારે, તેમના પુણ્ય સ્મરણ સાથે મારી વાત આગળ વધારું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરત, ગુજરાતમાં ₹18,800 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો
June 05th, 04:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુરત, ગુજરાતમાં કેટલાક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. એક વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ગુજરાતના લોકોનો તેમના અડગ સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી, હું પહેલીવાર સુરતની મુલાકાતે આવ્યો છું. સુરતની ધરતી પરથી હું સમગ્ર ગુજરાતની જનતાને પ્રણામ કરું છું અને અભિનંદન પાઠવું છું, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.પ્રધાનમંત્રી જનજાતિ સુરક્ષા મંચના પ્રતિનિધિઓને મળ્યા
May 28th, 10:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જનજાતિ સુરક્ષા મંચના પ્રતિનિધિઓને મળ્યા હતા.West Bengal continues to suffer under corruption and “cut money” culture: PM Modi in Medinipur
April 19th, 11:30 am
In Medinipur rally, PM Modi contrasted India’s rapid progress with Bengal’s stagnation under TMC, citing corruption, unemployment and migration. Calling for a “loot-free Bengal,” he emphasised the need for change - “Paltaano Dorkar!” He also highlighted Bengal’s untapped fisheries potential, promising a “Blue Revolution”.TMC syndicates will be removed from mandis so that exploitation stops: PM Modi in Jhargram, West Bengal
April 19th, 11:20 am
Jhargram rally witnessed PM Modi raise concerns over infiltration and its impact on Bengal’s identity, while warning against pisive politics. He also exposed issues of high electricity bills and shortages, promising relief through clean and affordable energy under PM Surya Ghar. He further outlined key guarantees for farmers, tribals and youth, higher MSP, expanded welfare schemes, improved schools, healthcare and freedom from syndicate control.