અમદાવાદમાં યોજાયેલી યોગાસન વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 04th, 06:41 pm

આજે, અમદાવાદની ધરતી પરથી, વિશ્વના રમતગમતના વારસામાં એક નવું પ્રકરણ ઉમેરાયું છે. પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ આજથી શરૂ થઈ રહી છે. હું ભારતમાં ભાગ લેવા આવેલા વિવિધ દેશોના તમામ રમતવીરોનું હાર્દિક સ્વાગત કરું છું અને તેમને મારી અસંખ્ય શુભેચ્છાઓ પાઠવું છું. યુનેસ્કો (UNESCO) વર્લ્ડ હેરિટેજ સિટી એવા અમદાવાદમાં આ ઈવેન્ટનું આયોજન થઈ રહ્યું છે, જે સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. હવેથી બરાબર થોડા દિવસો પછી, 21 જૂનના રોજ ‘વિશ્વ યોગ દિવસ’ ની પણ ઉજવણી કરવામાં આવશે. તે દિવસે, વિવિધ દેશોમાં યોગ સંબંધિત કાર્યક્રમો યોજાશે, જેમાં મુખ્ય કાર્યક્રમ ભારતના અન્ય એક ઐતિહાસિક શહેર, કોલકાતામાં યોજાશે. આમ, વિશ્વ યોગ દિવસ પહેલા, વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ આવી પહોંચી છે, જે પોતાની સાથે સ્વાસ્થ્ય અને સુખાકારીનો ડબલ ડોઝ લઈને આવી છે.

પ્રધાનમંત્રીએ ગુજરાતના અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કર્યું

June 04th, 06:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક વીડિયો સંદેશ દ્વારા અમદાવાદથી પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કર્યું હતું, જે વૈશ્વિક રમતગમતના ઇતિહાસમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે અમદાવાદની ધરતી પરથી વિશ્વના રમતગમતના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાઈ રહ્યું છે.

G20 સમિટ દરમિયાન પ્રધાનમંત્રીનું નિવેદન: સત્ર 1

November 22nd, 09:36 pm

દક્ષિણ આફ્રિકાના પ્રમુખપદ હેઠળ, કુશળ સ્થળાંતર, પર્યટન, ખાદ્ય સુરક્ષા, AI, ડિજિટલ અર્થતંત્ર, નવીનતા અને મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ જોહાનિસબર્ગમાં G20 સમિટમાં ભાગ લીધો

November 22nd, 09:35 pm

પ્રધાનમંત્રીએ આજે ​​દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી સિરિલ રામાફોસા દ્વારા જોહાનિસબર્ગમાં આયોજિત G20 નેતાઓની સમિટમાં ભાગ લીધો હતો. આ પ્રધાનમંત્રીની G20 સમિટમાં 12મી સહભાગિતા હતી. પ્રધાનમંત્રીએ સમિટના ઉદ્ઘાટન દિવસના બંને સત્રોને સંબોધિત કર્યા હતા. તેમણે રાષ્ટ્રપતિ રામાફોસાનો તેમના ઉષ્માભર્યા આતિથ્ય અને સમિટનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ દેશમાં કોવિડ-19ની સ્થિતિ અને કોવિડ-19 રસીકરણની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી

January 09th, 05:42 pm

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આજે દેશમાં કોવિડ-19ની વર્તમાન સ્થિતિ અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના રસીકરણ માટેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, આરોગ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા