Prime Minister Congratulates India’s U-19 Cricket Team on World Cup Victory

February 06th, 09:33 pm

The Prime Minister, Shri Narendra Modi, has lauded the outstanding performance of India’s Under-19 cricket team for clinching the World Cup title.

ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે 38મા રાષ્ટ્રીય રમતોના ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

January 28th, 09:36 pm

દેવભૂમિ ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહજી, યુવા મુખ્યમંત્રી પુષ્કર ધામીજી, મારા મંત્રીમંડળના સાથીઓ અજય ટામ્ટાજી, રક્ષા ખડસેજી, ઉત્તરાખંડ વિધાનસભાના અધ્યક્ષ રીતુ ખંડુરીજી, રમતગમત મંત્રી રેખા આર્ય જી, કોમનવેલ્થ ગેમ્સના પ્રમુખ ક્રિસ જેનકિન્સજી, IOAના પ્રમુખ પી.ટી. ઉષાજી, સાંસદ મહેન્દ્ર ભટ્ટજી, રાષ્ટ્રીય રમતોમાં ભાગ લેવા આવેલા દેશભરના તમામ ખેલાડીઓ અને અન્ય મહાનુભાવો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દહેરાદૂનમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદઘાટન કર્યું

January 28th, 09:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડનાં દહેરાદૂનમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ અત્યારે યુવાનોની ઊર્જાથી ભરપૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, 38મા રાષ્ટ્રીય રમતોત્સવનો આજથી બાબા કેદારનાથ, બદ્રીનાથ અને મા ગંગાનાં આશીર્વાદ સાથે શુભારંભ થઈ રહ્યો છે. ઉત્તરાખંડની સ્થાપનાને 25મું વર્ષ થયું હોવાનું જણાવતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી યુવાનો આ યુવા રાજ્યમાં તેમની સંભવિતતા પ્રદર્શિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમમાં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની સુંદર તસવીર પ્રદર્શિત કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નેશનલ ગેમ્સની આ આવૃત્તિમાં ઘણી સ્થાનિક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેની થીમ 'ગ્રીન ગેમ્સ' હતી, કારણ કે તેમાં પર્યાવરણને અનુકૂળ ચીજવસ્તુઓનો ઉપયોગ થતો હતો. આ વિષય પર વધુ વિસ્તૃત પણે જણાવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ટ્રોફીઓ અને ચંદ્રકો પણ ઇ-વેસ્ટનાં જ બનેલાં છે અને દરેક ચંદ્રક વિજેતાનાં નામે એક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે, જે એક મહાન પહેલ છે. તેમણે શાનદાર પ્રદર્શન માટે તમામ રમતવીરોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ઉત્તરાખંડની સરકાર અને લોકોને આ પ્રકારનાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યાં હતાં.

મણિપુરના ઇમ્ફાલમાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના યુવા બાબતો અને રમતગમત મંત્રીઓની 'ચિંતન શિબિર'માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 24th, 10:10 am

મને ખુશી છે કે આ વર્ષે દેશના ખેલ મંત્રીઓની આ પરિષદ, આ ચિંતન શિબિર મણિપુરની ધરતી પર યોજાઈ રહી છે. ઉત્તર પૂર્વના ઘણા ખેલાડીઓએ ત્રિરંગાનું ગૌરવ વધાર્યું છે અને દેશ માટે મેડલ્સ જીત્યા છે. દેશની રમત-ગમત પરંપરાને આગળ વધારવામાં પૂર્વોત્તર અને મણિપુરનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. અહીંની સ્વદેશી રમતો, જેમ કે સગોલ કાંગજઈ, થાંગ-તા, યુબી લાક્પી, મુકના અને હિઆંગ તાન્નબા, પોતાની રીતે ખૂબ જ આકર્ષક છે. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે મણિપુરની ઉ-લાવબી જોઈએ છીએ, ત્યારે આપણને તેમાં કબડ્ડીની ઝલક જોવા મળે છે. અહીંની હિયાંગ તાન્નબા કેરળની બોટ રેસની યાદ અપાવે છે. અને મણિપુરનું પોલો સાથે પણ ઐતિહાસિક જોડાણ રહ્યું છે. એટલે કે, જે રીતે ઉત્તર પૂર્વ દેશની સાંસ્કૃતિક વિવિધતામાં નવા રંગો ભરી દે છે, તે જ રીતે તે દેશની ખેલ વિવિધતાને પણ નવા આયામો આપે છે. હું આશા રાખું છું કે દેશભરમાંથી આવેલા રમતગમત પ્રધાનો મણિપુરમાંથી ઘણું શીખીને પાછા ફરશે. અને મને વિશ્વાસ છે કે, મણિપુરના લોકોનો સ્નેહ અને આતિથ્યભાવ તમારા પ્રવાસને વધુ આનંદપ્રદ બનાવશે. હું આ ચિંતન શિબિરમાં ભાગ લઈ રહેલા તમામ ખેલ મંત્રીઓ અને અન્ય મહાનુભાવોનું સ્વાગત કરું છું, અભિનંદન કરું છું.

પ્રધાનમંત્રીએ ઇમ્ફાલ, મણિપુરમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના યુવા બાબતો અને રમતગમતના મંત્રીઓની ‘ચિંતન શિવિર’માં સંબોધન કર્યું

April 24th, 10:05 am

સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ આનંદ વ્યક્ત કર્યો કે આ વર્ષે મણિપુરમાં ‘ચિંતન શિવર’ થઈ રહી છે અને પૂર્વોત્તરના ઘણા ખેલાડીઓએ દેશ માટે મેડલ જીતીને ત્રિરંગાનું ગૌરવ વધાર્યું છે. પ્રધાનમંત્રીએ આ પ્રદેશની સ્વદેશી રમતો જેમ કે સગોલ કાંગજાઈ, થંગ-તા, યુબી લકપી, મુકના અને હિયાંગ તન્નાબા પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે તે પોતાની રીતે ખૂબ જ આકર્ષક છે. પૂર્વોત્તર અને મણિપુરે દેશની રમત પરંપરાને આગળ વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે,એમ શ્રી મોદીએ ઉમેર્યું. સ્વદેશી રમતો વિશે વધુ સમજાવતા, પ્રધાનમંત્રીએ મણિપુરના ઓ-લવાબીનો ઉલ્લેખ કર્યો જે કબડ્ડીને મળતો આવે છે, હિયાંગ તન્નાબા કેરળની એક બોટ રેસની યાદ અપાવે છે. તેમણે પોલો સાથે મણિપુરના ઐતિહાસિક જોડાણની પણ નોંધ લીધી અને કહ્યું કે ઉત્તરપૂર્વ દેશની સાંસ્કૃતિક વિવિધતામાં નવા રંગો ઉમેરે છે અને દેશની રમતની વિવિધતાને નવા આયામો પૂરા પાડે છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ‘ચિંતન શિવિર’ ના અંતે દેશભરના રમતગમત પ્રધાનોને શીખવાનો અનુભવ થશે.