પ્રધાનમંત્રીએ મિયાગી પ્રાંતના સેન્ડાઈમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લીધી
August 30th, 11:52 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી શિગેરુ ઇશિબા સાથે આજે મિયાગી પ્રાંતમાં સેન્ડાઈની મુલાકાત લીધી હતી. સેન્ડાઈમાં બંને નેતાઓએ સેમિકન્ડક્ટર ક્ષેત્રની અગ્રણી જાપાની કંપની ટોક્યો ઇલેક્ટ્રોન મિયાગી લિમિટેડ (TEL મિયાગી)ની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીને વૈશ્વિક સેમિકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં TELની ભૂમિકા, તેની અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓ અને ભારત સાથે તેના ચાલુ અને આયોજિત સહયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. ફેક્ટરીની મુલાકાતે નેતાઓને સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન, ઉત્પાદન અને પરીક્ષણના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે બંને દેશો વચ્ચે અસ્તિત્વમાં રહેલી તકોની વ્યવહારુ સમજ આપી હતી.