Tiruchirappalli turns out in huge numbers for PM Modi’s public meeting
March 11th, 06:00 pm
At a massive public meeting in Tamil Nadu’s Tiruchirappalli, Prime Minister Narendra Modi hailed Tiruchirappalli as a land of courage and faith, recalling the bravery of the Marudu Brothers and paying tribute to Major M. Saravanan for his sacrifice during the Kargil War. “Trichy is a land of courage and faith,” he said, adding that the Centre proudly honours Tamil Nadu’s culture and heritage. He also highlighted that C. P. Radhakrishnan, a son of the state, serves as the Vice President of India.તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 11th, 05:45 pm
આજનો કાર્યક્રમ તમિલનાડુના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. તે પાંચ હજાર છસો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ સાથે સંબંધિત છે. આ પ્રોજેક્ટ્સ વિશે છે: સ્વચ્છ ઊર્જા માટે માળખાકીય સુવિધા, પેટ્રોલિયમ સંબંધિત ઉત્પાદન, હાઈવે, રેલવે અને ગ્રામીણ રસ્તાઓ. તેઓ ઊર્જાની પહોંચ અને કનેક્ટિવિટી વધારશે અને તમિલનાડુના યુવાનો માટે હજારો નોકરીઓનું સર્જન કરશે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તિરુચિરાપલ્લી, તમિલનાડુમાં અંદાજે ₹5,650 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા, શિલાન્યાસ કર્યો અને ફ્લેગ ઓફ કર્યું
March 11th, 05:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્થતંત્રને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી પરિવર્તનકારી વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની શ્રેણી શરૂ કરવા માટે ત્રિચીના ઐતિહાસિક શહેરની મુલાકાત લીધી હતી. કુલ પાંચ હજાર છસો કરોડ રૂપિયાના રોકાણ સાથે, આ પહેલ સ્વચ્છ ઊર્જા, પેટ્રોલિયમ સંબંધિત ઉત્પાદન અને હાઈવે, રેલવે અને ગ્રામીણ રસ્તાઓ દ્વારા ઉન્નત મલ્ટિ-મોડલ કનેક્ટિવિટીમાં ફેલાયેલી છે. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટ્સ ઊર્જાની પહોંચ અને કનેક્ટિવિટી વધારશે અને તમિલનાડુના યુવાનો માટે હજારો નોકરીઓનું સર્જન કરશે.”પ્રધાનમંત્રી 11મી માર્ચે કેરળ અને તમિલનાડુની મુલાકાત લેશે
March 09th, 09:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 માર્ચ, 2026 ના રોજ કેરળ અને તમિલનાડુની મુલાકાત લેશે. બપોરે આશરે 1:30 વાગ્યે, પ્રધાનમંત્રી એર્નાકુલમ, કેરળમાં આશરે ₹10,800 કરોડના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે, શિલાન્યાસ કરશે અને ફ્લેગ ઓફ કરશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન જનસભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ સાંજે આશરે 5:45 વાગ્યે, પ્રધાનમંત્રી તિરુચિરાપલ્લી, તમિલનાડુમાં આશરે ₹5,650 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનસભાને પણ સંબોધિત કરશે.પશ્ચિમ બંગાળના માલદાથી વિવિધ રેલવે અને રોડ પ્રોજેક્ટ્સના લોકાર્પણ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 17th, 02:00 pm
આજે, માલદાથી પશ્ચિમ બંગાળની પ્રગતિને વેગ આપવાના અભિયાનને વધુ ગતિ મળી છે. થોડી વાર પહેલા, પશ્ચિમ બંગાળના વિકાસ સાથે સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અથવા તો તેમનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળને નવી રેલ સેવાઓની ભેટ આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ અહીંના લોકો માટે મુસાફરી સરળ બનાવશે અને વેપાર તથા વ્યવસાયને પણ સરળ બનાવશે. ટ્રેન મેન્ટેનન્સ માટે અહીં ઉભી કરવામાં આવેલી સુવિધાઓ બંગાળના યુવાનો માટે નવી તકો પૂરી પાડશે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના માલદા ખાતે ₹3,250 કરોડથી વધુના વિવિધ રેલવે અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
January 17th, 01:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના માલદા ખાતે ₹3,250 કરોડના વિવિધ રેલવે અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આનો ઉદ્દેશ્ય પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વીય ક્ષેત્રમાં કનેક્ટિવિટી મજબૂત કરવાનો અને વિકાસને વેગ આપવાનો છે. આ પ્રસંગે જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ કહ્યું હતું કે આજે માલદાથી પશ્ચિમ બંગાળની પ્રગતિને વેગ આપવાના અભિયાનને વધુ ગતિ મળી છે. તેમણે હાઈલાઈટ કર્યું કે પશ્ચિમ બંગાળના વિકાસ સાથે સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું હમણાં જ ઉદ્ઘાટન અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ માટે નવી રેલ સેવાઓ શરૂ કરવામાં આવી છે, અને નોંધ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ લોકો માટે મુસાફરી સરળ બનાવશે અને વેપાર-વાણિજ્યને પણ પ્રોત્સાહન આપશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અહીં સ્થાપિત નવી ટ્રેન મેન્ટેનન્સ સુવિધાઓ બંગાળના યુવાનો માટે નવી તકો પૂરી પાડશે.પ્રધાનમંત્રી 20-21 જાન્યુઆરીનાં રોજ તમિલનાડુમાં અનેક મંદિરોની મુલાકાત લેશે
January 18th, 06:59 pm
પ્રધાનમંત્રી 20 જાન્યુઆરીનાં રોજ સવારે 11 વાગે તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં શ્રી રંગનાથસ્વામી મંદિરમાં આયોજિત એક કાર્યક્રમમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી આ મંદિરમાં કમ્બા રામાયણમના શ્લોકોનું પઠન કરતા વિવિધ વિદ્વાનોને પણ સાંભળશે.પ્રધાનમંત્રીએ તમિલનાડુમાં અને યુવાનો વચ્ચે 2024ની શરૂઆત માટે ગર્વ વ્યક્ત કર્યો
January 02nd, 05:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં અને યુવાનો વચ્ચે જાહેર કાર્યક્રમ સાથે તેમના નવા વર્ષની શરૂઆત કરવા બદલ ખુશી અને ગર્વ વ્યક્ત કર્યો હતો.તમિલનાડુના તિરુચિરાપલ્લી ખાતે શિલાન્યાસ અને વિકાસ કાર્યોના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 02nd, 12:30 pm
તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર.એન. રવિજી, મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી જ્યોતિરાદિત્ય સિંધિયાજી અને આ જ માટીના બાળક એવા મારા મિત્ર એલ. મુરુગનજી, તમિલનાડુ સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો અને તમિલનાડુના મારા પરિવારના સભ્યો!પ્રધાનમંત્રીએ તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં રૂ. 20,000 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો
January 02nd, 12:15 pm
અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ દરેકને નવું વર્ષ ફળદાયી અને સમૃદ્ધ બને તેવી શુભેચ્છા પાઠવી હતી તથા વર્ષ 2024માં તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ તમિલનાડુમાં યોજાઈ રહ્યો હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે રૂ. 20,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ તમિલનાડુની પ્રગતિને મજબૂત કરશે, કારણ કે તેમણે રોડવેઝ, રેલવે, પોર્ટ, એરપોર્ટ, ઊર્જા અને પેટ્રોલિયમ પાઇપલાઇન્સનાં ક્ષેત્રોને આવરી લેતી વિવિધ પરિયોજનાઓ માટે રાજ્યનાં લોકોને અભિનંદન આપ્યાં હતાં. તેમણે કહ્યું કે આમાંની ઘણી યોજનાઓ મુસાફરીને વેગ આપશે અને રાજ્યમાં હજારો રોજગારની તકો પણ ઉભી કરશે.ભારતીદાસન યુનિવર્સિટી, તિરુચિરાપલ્લીના 38મા દીક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 02nd, 11:30 am
તામિલનાડુનાં રાજ્યપાલ થિરુ આર. એન. રવિજી, તમિલનાડુનાં મુખ્યમંત્રી થિરુ એમ. કે. સ્ટાલિનજી, ભારતીદાસન યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર થિરુ એમ. સેલ્વમજી, મારા યુવાન મિત્રો, શિક્ષકો અને યુનિવર્સિટીનાં સહાયક કર્મચારીઓ,પ્રધાનમંત્રીએ તમિલનાડુની તિરુચિરાપલ્લી સ્થિત ભારતીદાસન વિશ્વવિદ્યાલયના 38મા પદવીદાન સમારંભને સંબોધન કર્યું
January 02nd, 10:59 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં ભારતીદાસન વિશ્વવિદ્યાલયનાં 38માં પદવીદાન સમારંભને સંબોધન કર્યું હતું. તેમણે યુનિવર્સિટીના હોશિયાર વિદ્યાર્થીઓને એવોર્ડ પણ એનાયત કર્યા હતા.પ્રધાનમંત્રી 2 થી 3 જાન્યુઆરી 2024 ના રોજ તમિલનાડુ, લક્ષદ્વીપ અને કેરળની મુલાકાત લેશે
December 31st, 12:56 pm
પરિવર્તનશીલ પગલામાં, પ્રધાનમંત્રીએ કોચી-લક્ષદ્વીપ ટાપુ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કનેક્શન (KLI - SOFC) પ્રોજેક્ટ શરૂ કરીને લક્ષદ્વીપ ટાપુમાં ધીમી ઈન્ટરનેટ સ્પીડના પડકારને દૂર કરવાનો સંકલ્પ કર્યો હતો અને ઓગસ્ટ 2020માં લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસના ભાષણમાં આ અંગેની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ હવે પૂર્ણ થઈ ગયો છે અને તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. આનાથી ઇન્ટરનેટ સ્પીડ 100 ગણી (1.7 Gbps થી 200 Gbps સુધી) વધશે. આઝાદી બાદ પ્રથમ વખત લક્ષદ્વીપને સબમરીન ઓપ્ટિક ફાઈબર કેબલ દ્વારા જોડવામાં આવશે. સમર્પિત સબમરીન OFC લક્ષદ્વીપ ટાપુઓમાં કોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પરિવર્તનની ખાતરી કરશે, ઝડપી અને વધુ વિશ્વસનીય ઈન્ટરનેટ સેવાઓ, ટેલીમેડિસિન, ઈ-ગવર્નન્સ, શૈક્ષણિક પહેલ, ડિજિટલ બેંકિંગ, ડિજિટલ કરન્સીનો ઉપયોગ, ડિજિટલ સાક્ષરતા વગેરેને સક્ષમ કરશે.