પ્રધાનમંત્રી 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે

September 12th, 02:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે.

બિહારના ગયાજીમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 22nd, 12:00 pm

બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનજી, લોકપ્રિય મુખ્યમંત્રી નીતિશ કુમારજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ જીતન રામ માંઝીજી, રાજીવ રંજન સિંહ, ચિરાગ પાસવાનજી, રામ નાથ ઠાકુરજી, નિત્યાનંદ રાયજી, સતીશ ચંદ્ર દુબેજી, રાજ ભૂષણ ચૌધરીજી, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીજી, વિજય કુમાર સિંહાજી, બિહાર સરકારના મંત્રીઓ, સંસદમાં મારા સાથી ઉપેન્દ્ર કુશવાહાજી, અન્ય સાંસદો, અને બિહારના મારા પ્રિય ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના ગયામાં 12000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

August 22nd, 11:20 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બિહારના ગયામાં 12000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જ્ઞાન અને મુક્તિની પવિત્ર નગરી ગયાને નમન કર્યું અને વિષ્ણુપદ મંદિરની ભવ્ય ભૂમિ પરથી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી મોદીએ કહ્યું કે ગયા આધ્યાત્મિકતા અને શાંતિની ભૂમિ છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે આ પવિત્ર ભૂમિ પર ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. શ્રી મોદીએ કહ્યું, ગયામાં એક પ્રાચીન અને અત્યંત સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસો છે. આ પ્રદેશના લોકો ઇચ્છે છે કે શહેર ફક્ત ગયા નહીં પરંતુ આદરપૂર્વક ગયાજી કહેવાય, પ્રધાનમંત્રીએ બિહાર સરકારને આ ભાવનાનું સન્માન કરવા બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે ખુશી વ્યક્ત કરી કે કેન્દ્ર અને બિહારમાં તેમની સરકારો ગયાના ઝડપી વિકાસ માટે સતત પ્રયાસો કરી રહી છે.

પ્રધાનમંત્રી 18 જુલાઈના રોજ બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે

July 17th, 11:04 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 જુલાઈના રોજ બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. તેઓ સવારે 11:30 વાગ્યે બિહારના મોતીહારી ખાતે 7,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે.

'મન કી બાત'ના 123મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (29.06.2025)

June 29th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં આપ સૌનું સ્વાગત છે, અભિનંદન છે. આપ સૌ આ સમયે યોગની ઉર્જા અને 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની સ્મૃતિઓથી ભરેલા હશો. આ વખતે પણ 21 જૂનના દિવસે દેશ અને દુનિયાના કરોડો લોકોએ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'માં ભાગ લીધો. તમને યાદ છે, આજથી દસ વર્ષ પહેલા તેની શરૂઆત થઈ હતી. હવે દસ વર્ષમાં આ સિલસિલો દર વર્ષે વધુને વધુ ભવ્ય બની રહ્યો છે. આ એનો પણ સંકેત આપે છે કે વધુને વધુ લોકો તેમના રોજિંદા જીવનમાં યોગ અપનાવી રહ્યા છે. આ વખતે આપણે 'યોગ દિવસ'ની ઘણી આકર્ષક તસવીરો જોઈ છે. વિશાખાપટ્ટનમના દરિયા કિનારે ત્રણ લાખ લોકોએ એક સાથે યોગ કર્યા. વિશાખાપટ્ટનમથી જ એક અદ્ભુત દ્રશ્ય સામે આવ્યું, બે હજારથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓએ 108 મિનિટ સુધી 108 સૂર્ય નમસ્કાર કર્યા. વિચારો કે કેટલી શિસ્ત અને સમર્પણ રહ્યું હશે. આપણા નૌકાદળના જહાજો પર પણ, યોગની ભવ્ય ઝલક જોવા મળી. તેલંગાણામાં ત્રણ હજાર દિવ્યાંગ સાથીઓએ સાથે મળીને યોગ શિબિરમાં ભાગ લીધો. તેમણે બતાવ્યું કે યોગ કેવી રીતે સશક્તિકરણનું માધ્યમ પણ છે.

પ્રધાનમંત્રી 26 અને 27 મેના રોજ ગુજરાતની મુલાકાત લેશે

May 25th, 09:14 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 અને 27 મેના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેઓ દાહોદ જશે અને લગભગ 11:15 વાગ્યે તેઓ એક લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને ઇલેક્ટ્રિક લોકોમોટિવને લીલી ઝંડી પણ આપશે. ત્યારબાદ તેઓ દાહોદમાં આશરે 24000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે.

મંત્રીમંડળે વીજ ક્ષેત્રને કોલસાની ફાળવણી માટે સુધારેલી શક્તિ (ભારતમાં પારદર્શક રીતે કોલસાનો ઉપયોગ અને ફાળવણી માટેની યોજના) નીતિને મંજૂરી આપી

May 07th, 12:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ કેન્દ્રીય ક્ષેત્ર/રાજ્ય ક્ષેત્ર/સ્વતંત્ર વીજ ઉત્પાદકો (IPPs)ના થર્મલ પાવર પ્લાન્ટ્સને નવા કોલસા જોડાણો આપવાને મંજૂરી આપી છે. સુધારેલી શક્તિ નીતિ હેઠળ નીચેની બે વિન્ડો પ્રસ્તાવિત કરવામાં આવી છે: