કેબિનેટે વર્ષ 2024-25 અને 2025-26 માટે ફાળવણીમાં વધારા સાથે સંશોધિત રાષ્ટ્રીય ગોકુલ મિશનનાં અમલીકરણને મંજૂરી આપી
March 19th, 04:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે પશુધન ક્ષેત્રમાં વૃદ્ધિને વેગ આપવા માટે સંશોધિત રાષ્ટ્રીય ગોકુલ મિશન (આરજીએમ)ને મંજૂરી આપી દીધી છે. વિકાસ કાર્યક્રમ યોજનાનાં કેન્દ્ર ક્ષેત્રનાં ઘટક સ્વરૂપે સંશોધિત આરજીએમનો અમલ રૂ. 1000 કરોડનાં વધારાનાં ખર્ચ સાથે થઈ રહ્યો છે, જે 2021-22થી 2025-26 સુધી 15માં નાણાં પંચનાં ચક્ર દરમિયાન રૂ. 3400 કરોડનો કુલ ખર્ચ છે.