ભારતે અને નેધરલેન્ડ્સે ભારતના પ્રધાનમંત્રીની નેધરલેન્ડ્સની મુલાકાત અંગે સંયુક્ત નિવેદન જાહેર કર્યું

May 17th, 03:45 am

નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી માનનીય શ્રી રોબ જેટનના આમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16-17 મે 2026 દરમિયાન નેધરલેન્ડ્સની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ પ્રધાનમંત્રી મોદીની નેધરલેન્ડ્સની બીજી મુલાકાત હતી.

ભારત-નેધરલેન્ડ્સ વ્યૂહાત્મક ભાગીદારીનો રોડમેપ [2026-2030]

May 17th, 03:15 am

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી શ્રી રોબ જેટેન 16 મે 2026ના રોજ ધ હેગ ખાતે તેમની બેઠક દરમિયાન કેન્દ્રિત, સમયબદ્ધ પહેલો અને સંયુક્ત કાર્ય યોજનાઓનું પાલન કરીને ભારત-નેધરલેન્ડ્સ દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી લઈ જવા માટે સંમત થયા હતા. આ હેતુ માટે, ભારત અને નેધરલેન્ડ્સે આગામી 5 વર્ષ (2026-2030) માટે ભારત-નેધરલેન્ડ્સ વ્યૂહાત્મક ભાગીદારીનો રોડમેપ અપનાવ્યો.

પ્રધાનમંત્રીનો નેધરલેન્ડ્સના PM સાથે સત્તાવાર વાર્તાલાપ

May 17th, 02:35 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી રોબ સાથે ધ હેગ ખાતે ડચ પ્રધાનમંત્રીના નિવાસસ્થાન પર સત્તાવાર વાર્તાલાપ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ નેધરલેન્ડ્સના મહામહિમ રાજા વિલેમ-એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમા સાથે મુલાકાત કરી

May 16th, 08:13 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ધ હેગ સ્થિત પેલેસ હ્યુઈસ ટેન બોશ (Palace Huis ten Bosch) ખાતે નેધરલેન્ડ્સના મહામહિમ રાજા વિલેમ-એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમા સાથે મુલાકાત કરી હતી.

હેગ, નેધરલેન્ડ્સમાં એક સમુદાય કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 16th, 01:30 pm

આમ તો ધ હેગ (The Hague) ને દુનિયા City of Peace and Justice” (શાંતિ અને ન્યાયનાં શહેર)ના રૂપમાં જાણે છે. પરંતુ આજે અહીં જે માહોલ છે તેને જોઈને લાગી રહ્યું છે કે ધ હેગ, ભારતીય મિત્રતાનું જીવંત પ્રતીક બની ગયું છે!

પ્રધાનમંત્રીએ નેધરલેન્ડ્સમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા

May 16th, 01:20 pm

સભાને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ ઉત્સાહપૂર્ણ અને રંગારંગ સ્વાગત બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે ડચ સોસાયટી (સમાજ) માં તેમના યોગદાન માટે અને ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે મિત્રતાના જીવંત સેતુ તરીકે સેવા આપવા બદલ ભારતીય ડાયસ્પોરાની પ્રશંસા કરી હતી. તેમણે ભારત સાથે સુરીનામી-હિન્દુસ્તાની સમુદાયના ઊંડા અને સ્થાયી ઐતિહાસિક સંબંધોને પણ યાદ કર્યા હતા, અને પેઢી દર પેઢી તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવા અને તેની ઉજવણી કરવાના તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા. પ્રધાનમંત્રીએ હાઇલાઇટ કર્યું હતું કે ટેક્નોલોજી ક્ષેત્રે મોટી સંખ્યામાં ભારતીય પ્રોફેશનલ્સ અને ડચ યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની વધતી સંખ્યા, ખાસ કરીને ઇનોવેશન-આધારિત (નવીનતા-સંચાલિત) ક્ષેત્રોમાં, બંને દેશો વચ્ચેની સમકાલીન ભાગીદારીને મજબૂત બનાવી રહી છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે રમતગમતના જોડાણો, ખાસ કરીને ક્રિકેટ અને હોકી, બંને દેશો વચ્ચેના ગાઢ લોકો-થી-લોકોના સંબંધોમાં નવી ગતિશીલતા ઉમેરી રહ્યા છે.

ભારત એ વિવિધતાની ભૂમિ હોવાનું દરેક ભારતીય ગર્વ કરે છે

June 27th, 10:51 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નેધરલેન્ડ્સના ભારતીય સમાજ સાથે ચર્ચા કરી હતી. વડાપ્રધાને નેધરલેન્ડ્સ અને સુરિનામના ભારતીય સમાજની ભૂમિકાની પ્રસંશા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે સમગ્ર યુરોપમાં નેધરલેન્ડ્સમાં બીજો સૌથી વિશાળ ભારતીય સમાજ વસે છે.

PM interacts with Indian community in the Netherlands

June 27th, 10:50 pm

Prime Minister Narendra Modi today interacted with Indian community in the Netherlands. During his address, PM Modi appreciated the role of Indian diaspora in Netherlands and Suriname. He noted that Netherlands had the second largest Indian diaspora in entire Europe.

નેધરલેન્ડ્સના રાણી મેક્સીમા અને રાજા વિલિયમ-એલેકઝાન્ડરને મળતા વડાપ્રધાન મોદી

June 27th, 09:26 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેધરલેન્ડ્સમાં વિલા એકનહોર્સ્ટ ખાતે રાણી મેક્સીમા અને રાજા વિલિયમ-એલેકઝાન્ડરને મળ્યા હતા.

પોતાની નેધરલેન્ડ્સ યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન

June 27th, 04:09 pm

વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન રૂટે દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા વિષયો પર વિચાર વિમર્શ કર્યો. સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું, “વિશ્વ એકબીજા પર આધારિત છે અને એકબીજા સાથે સંકળાયેલું છે. અમે દ્વિપક્ષીય તેમજ વિશ્વ સાથે સંકળાયેલા વિષયો પર ચર્ચા કરીશું.” વડાપ્રધાને નેધરલેન્ડ્સને ભારતના આર્થિક વિકાસમાં કુદરતી ભાગીદાર ગણાવ્યું હતું અને બંને દેશો વચ્ચે વધી રહેલા આર્થિક સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો.

ધ હેગમાં આવેલા કેટ્સહુઈસ ખાતે ડચ વડાપ્રધાન માર્ક રૂટ સાથે ચર્ચા હાથ ધરતા વડાપ્રધાન મોદી

June 27th, 04:08 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ધ હેગના કેટ્સહુઈસ ખાતે ડચ વડાપ્રધાન માર્ક રૂટ સાથે આધિકારિક મંત્રણાઓ હાથ ધરી હતી. બંને નેતાઓએ વિવિધ દ્વિપક્ષીય તેમજ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સંબંધ વધારવાના રસ્તાઓ પર પણ ચર્ચા થઇ હતી.