દિલ્હીના યશોભૂમિ ખાતે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2025માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 08th, 10:15 am

મારા કેબિનેટ સાથીદાર જ્યોતિરાદિત્ય સિંધિયાજી, રાજ્યમંત્રી ચંદ્રશેખર પેમ્માસાનીજી, વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ, વિદેશથી આવેલા અમારા મહેમાનો, ટેલિકોમ ક્ષેત્રના બધા મહાનુભાવો, અહીં હાજર વિવિધ કોલેજોના મારા યુવા સાથીદારો, મહિલાઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2025ને સંબોધિત કર્યું

October 08th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીના યશોભૂમિ ખાતે એશિયાના સૌથી મોટા ટેલિકોમ્યુનિકેશન, મીડિયા અને ટેકનોલોજી કાર્યક્રમ, ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) 2025ના 9માં સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના ખાસ સંસ્કરણમાં તમામ મહાનુભાવોનું સ્વાગત કરતા શ્રી મોદીએ નોંધ્યું કે નાણાંકીય છેતરપિંડી નિવારણ, ક્વોન્ટમ કોમ્યુનિકેશન, 6G, ઓપ્ટિકલ કોમ્યુનિકેશન અને સેમિકન્ડક્ટર સહિતના મહત્વપૂર્ણ વિષયો પર અનેક સ્ટાર્ટઅપ્સે રજૂઆત કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે આવા મહત્વપૂર્ણ વિષયો પર પ્રસ્તુતિઓ જોઈને તેમનો વિશ્વાસ મજબૂત થાય છે કે ભારતનું ટેકનોલોજીકલ ભવિષ્ય સક્ષમ હાથમાં છે. તેમણે આ કાર્યક્રમ અને તમામ નવી પહેલોને શુભેચ્છાઓ પાઠવી.