'મન કી બાત' માં PM મોદીએ ગરમીથી બચવા માટે ટિપ્સ શેર કરી અને નાગરિકોને હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપી

May 31st, 11:30 am

મન કી બાતમાં આજે ફરી એકવાર આપને મળીને મને અત્યંત આનંદ થઇ રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં આપણા દેશના લોકો દેશહિતમાં, સમાજહિતમાં અદભૂત કાર્યો કરી રહ્યા છે. જ્યારે તેમના વિશે સાંભળીએ છીએ તો, આપણને એક નવી પ્રેરણા મળે છે. આજે કાર્યક્રમની શરૂઆત હું રમતગમતમાં દેશની એવી સિદ્ધિ વિશે વાત કરીશ. થોડા દિવસ પહેલાં જ ઝારખંડના રાંચીમાં રાષ્ટ્રીય રમતગમત મહાસંઘની સ્પર્ધાઓ થઇ. તેમાં લગભગ આઠસો ખેલાડીઓએ ભાગ લીધો. તેઓ આખા દેશમાંથી આવ્યા હતા. આ દરમિયાન ચાર અલગ અલગ સ્પર્ધામાં ચાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યા. ગુરિંદરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપક કુમાર, આ સાથીઓએ અલગ અલગ વર્ગમાં નવા વિક્રમ સ્થાપ્યા. હું સૌથી પહેલાં તો આ ચારેય સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

એશિયન ગેમ્સમાં મેન્સ ડેકાથલોન ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ તેજસ્વિન શંકરને અભિનંદન પાઠવ્યા

October 03rd, 11:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેજસ્વિન શંકરને એશિયન ગેમ્સમાં મેન્સ ડેકાથલોન ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પીએમએ તેજસ્વિન શંકરને ભારતનો પ્રથમ હાઈ જમ્પ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

August 04th, 09:55 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેજસ્વિન શંકરને ભારતનો પ્રથમ હાઈ જમ્પ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. કોમનવેલ્થ ગેમ્સ, 2022માં તેજસ્વિન શંકરનો હાઇ જમ્પમાં બ્રોન્ઝ પણ ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતનો પ્રથમ છે.