પ્રધાનમંત્રીએ ઓમાનના મહામહિમ સુલતાન સાથે વાતચીત કરી

March 03rd, 07:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ સુલતાન હૈથમ બિન તારિક સાથે વાતચીત કરી અને પશ્ચિમ એશિયામાં તાજેતરના વિકાસ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું.

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઓમાન મુલાકાત દરમિયાન ભારત - ઓમાન સંયુક્ત નિવેદન

December 18th, 05:28 pm

ઓમાનના સુલતાન મહામહિમ સુલતાન હૈથમ બિન તારિકના નિમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17-18 ડિસેમ્બર 2025 દરમિયાન ઓમાનની સત્તાવાર મુલાકાત લીધી હતી. એરપોર્ટ પર સંરક્ષણ બાબતોના નાયબ પ્રધાનમંત્રી મહામહિમ સૈયદ શિહાબ બિન તારિક દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ઔપચારિક સન્માન આપવામાં આવ્યું હતું. 18 ડિસેમ્બર 2025 ના રોજ અલ બરકા પેલેસ ખાતે મહામહિમ સુલતાન હૈથમ બિન તારિક દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીએ મહામહિમ ઓમાનના સુલતાન સાથે મુલાકાત કરી

December 18th, 05:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મસ્કતમાં મહામહિમ સુલતાન હૈથમ બિન તારિક સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. રોયલ પેલેસમાં આગમન પર, મહામહિમ દ્વારા પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ઔપચારિક સન્માન આપવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીને ઓર્ડર ઓફ ઓમાનથી સન્માનિત કરવામાં આવ્યા

December 18th, 05:22 pm

ઓમાનના મહામહિમ સુલતાન હૈથમ બિન તારિકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભારત-ઓમાન સંબંધોમાં તેમના અસાધારણ યોગદાન અને તેમના દૂરંદેશી નેતૃત્વ માટે 'ઓર્ડર ઓફ ઓમાન' એવોર્ડ એનાયત કર્યો.

પ્રધાનમંત્રીનો જોર્ડન, ઇથોપિયા અને ઓમાનનો પ્રવાસ

December 11th, 08:43 pm

મેજેસ્ટી કિંગ અબ્દુલ્લા II બિન અલ હુસૈનના આમંત્રણ પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 - 16 ડિસેમ્બર, 2025 દરમિયાન હશેમાઇટ કિંગડમ ઓફ જોર્ડનની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ભારત અને જોર્ડન વચ્ચેના સમગ્ર સંબંધોની સમીક્ષા કરવા અને પ્રાદેશિક મુદ્દાઓ પર દૃષ્ટિકોણનું આદાનપ્રદાન કરવા માટે મહાસન્માનિત કિંગ અબ્દુલ્લા II બિન અલ હુસૈનને મળશે. બે દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનારી આ મુલાકાત ભારત-જોર્ડન દ્વિપક્ષીય જોડાણને વધુ મજબૂત કરવાની, પરસ્પર વૃદ્ધિ અને સમૃદ્ધિ માટે સહયોગના નવા માર્ગો શોધવાની અને પ્રાદેશિક શાંતિ, સમૃદ્ધિ, સુરક્ષા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવાની અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવાની તક પૂરી પાડે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત ભારતનાં પ્રધાનમંત્રીનો હોદ્દો સંભાળ્યા પછી વિશ્વનાં નેતાઓ તરફથી સતત અભિનંદનનાં સંદેશાઓ

June 11th, 05:47 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી તરીકે પદભાર સંભાળ્યા પછી વિશ્વના નેતાઓને અભિનંદન પાઠવતા સંદેશાઓ બદલ આભાર માન્યો હતો. શ્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર વિશ્વનાં નેતાઓ દ્વારા કરવામાં આવેલા ટેલિફોન કોલ્સ અને સંદેશાઓનો જવાબ આપ્યો હતો.

પ્રધાનમંત્રીને ઓમાનના સુલતાન તરફથી અભિનંદનનો ફોન આવ્યો

June 11th, 01:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ઓમાનના સુલતાન મહામહિમ સુલતાન હૈથમ બિન તારિકનો ફોન આવ્યો.

પ્રધાનમંત્રી ઓમાનના સુલતાનને મળ્યા

December 16th, 09:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક સાથે મુલાકાત કરી હતી જેમાં તેઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી.

ઓમાનના સુલતાન સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો દરમિયાન પ્રધાનમંત્રીના પ્રારંભિક વક્તવ્યનો મૂળપાઠ (16 ડિસેમ્બર, 2023)

December 16th, 07:02 pm

આપણી પારસ્પરિક નિકટતા માત્ર ભૂગોળ સુધી જ મર્યાદિત નથી, પણ તે હજારો વર્ષ સુધી ફેલાયેલા આપણા વેપાર, આપણી સંસ્કૃતિ અને આપણી સામાન્ય પ્રાથમિકતાઓમાં પણ પ્રતિબિંબિત થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઓમાનના સુલ્તાન મહામહિમ સુલ્તાન હૈથમ બિન તારિક વચ્ચે ટેલિફોનિક સંવાદ

February 17th, 09:43 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓમાનના સુલ્તાન મહામહિમ સુલ્તાન હૈથમ બિન તારિક વચ્ચે સાથે ફોન પર વાત કરી હતી.