પ્રધાનમંત્રીએ કચ્છની સુંદરતા દર્શાવવાના પ્રયાસોની પ્રશંસા કરી અને મોટરસાયકલ સવારોને આ સ્થળની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કર્યા

July 20th, 08:59 am

ટીવીએસ મોટર કંપનીના શ્રી વેણુ શ્રીનિવાસન અને શ્રી સુદર્શન વેણુએ ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. શ્રી મોદીએ કચ્છની સુંદરતા દર્શાવવા અને મોટરસાયકલ સવારોને આ સ્થળની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી.