પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશની તેમની મુલાકાતની ઝલક શેર કરી

October 16th, 09:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આંધ્રપ્રદેશની તેમની મુલાકાતના મુખ્ય મુદ્દાઓ શેર કર્યા હતા. શ્રીશૈલમમાં, શ્રી મોદીએ શ્રી ભ્રમરમ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમમાં પ્રાર્થના કરી અને શ્રી શિવાજી ધ્યાન મંદિર અને શ્રી શિવાજી દરબાર હોલની મુલાકાત લીધી હતી. ત્યારબાદ, તેમણે કુર્નૂલમાં આશરે ₹13,430 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

પીએમ 16મી ઓક્ટોબરે આંધ્રપ્રદેશની મુલાકાત લેશે

October 14th, 05:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી ઓક્ટોબરે આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. સવારે લગભગ 11:15 વાગ્યે, તે નંદ્યાલ જિલ્લામાં શ્રીશૈલમ, શ્રી ભ્રામરામ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમમાં પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ, બપોરે લગભગ 12:15 વાગ્યે, તેઓ શ્રીશૈલમમાં શ્રી શિવાજી સ્ફૂર્તિ કેન્દ્રની મુલાકાત લેશે.

સોશિયલ મીડિયા કોર્નર 18 માર્ચ 2018

March 18th, 06:56 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

ઉગાદી એ માનવ સંસ્કૃતિની શરૂઆતનો ઉત્સવ છે: વડાપ્રધાન મોદી

March 17th, 07:47 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે શ્રીસેલમ, આંધ્રપ્રદેશમાં એક કાર્યક્રમને વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા સંબોધિત કર્યો હતો અને લોકોને ઉગાદી નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે યુગોથી ભારતના સંતો અને મહંતોએ દેશની સંસ્કૃતિની રક્ષા કરી છે અને તેને આગળ વધારી છે. તેમણે સમાજમાં રહેલી બદીઓ વિરુદ્ધ લડવા માટે સંતોની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન યોજનાએ કેન્દ્ર દ્વારા લેવામાં આવેલી વિવિધ પહેલ જેવી કે, આયુષ્માન ભારત યોજના, પોષણ યોજના,મુદ્રા યોજના, ઉજ્જવલા યોજના અને જનધન યોજના વિષે વિષદ ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી શ્રીશૈલમ ખાતે રાષ્ટ્રીય જન જાગૃતિ ધરમ સંમેલનને સંબોધન કર્યું

March 17th, 07:46 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (17 માર્ચ, 2018) વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી શ્રીશૈલમ ખાતે રાષ્ટ્રીય જન જાગૃતિ ધરમ સંમેલનને સંબોધન કર્યું હતું.