પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશની તેમની મુલાકાતની ઝલક શેર કરી

October 16th, 09:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આંધ્રપ્રદેશની તેમની મુલાકાતના મુખ્ય મુદ્દાઓ શેર કર્યા હતા. શ્રીશૈલમમાં, શ્રી મોદીએ શ્રી ભ્રમરમ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમમાં પ્રાર્થના કરી અને શ્રી શિવાજી ધ્યાન મંદિર અને શ્રી શિવાજી દરબાર હોલની મુલાકાત લીધી હતી. ત્યારબાદ, તેમણે કુર્નૂલમાં આશરે ₹13,430 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.